માનવ મગજમાં ચિપ લગાવવા માટેનું બીજું પરીક્ષણ પણ સફળ

  • August 23, 2024 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉધોગપતિ ઈલોન મસ્કના સ્ટાર્ટઅપ ન્યુરાલિંકે ગુવારે દાવો કર્યેા હતો કે, માનવ મગજમાં ચિપ લગાવવાનું તેમનું બીજું પરીક્ષણ સફળ રહ્યું છે. આ ટેસ્ટમાં દર્દીને કોઈ સમસ્યાનો સામનો કરવો પડો નથી. પ્રથમ પરીક્ષણમાં નોલેન્ડ અરબોગ નામના જે દર્દીના મગજમાં ચિપ લગાવવામાં આવી હતી. તેમાં 'થ્રેડ રિટ્રેકશન' (સંચારમાં ખલેલ)ની સમસ્યા જોવા મળી હતી. સર્જરી બાદ અર્બેાગના મગજમાં ઘણા નાના તંતુઓ સંકોચાઈ ગયેલા જોવા મળ્યા હતા. આના કારણે મગજના સિલ માપતા ઈલેકટ્રોડસની સંખ્યામાં ઘટાડો થયો હતો.
મીડિયા રિપોટર્સ અનુસાર, પ્રાણીઓમાં ટેસ્ટિંગ દરમિયાન થ્રેડ રિટ્રકશનની સમસ્યા પણ જોવા મળી હતી. હવે કંપનીએ દાવો કર્યેા છે કે, જે પહેલા દર્દીને ન્યુરાલિંકે ડિજિટલ ચિપ લગાવી હતી તે વીડિયો ગેમ રમવા, ઈન્ટરનેટ એકસેસ કરવા, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા વગેરે માટે સક્ષમ બની ગયો છે. ગત મહિને, અન્ય બીજા દર્દી એલેકસમાં ચિપનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બૈરો ન્યુરોલોજિકલ ઇન્સ્િટટૂટમાં સર્જરીના બીજા દિવસે એલેકસને હોસ્પિટલમાંથી મુકત કરવામાં આવ્યો હતો. તેની રિકવરી સરળતાથી ચાલી રહી છે. મગજની ચિપ ધરાવતા બીજા દર્દી એલેકસે વિડિયો ગેમ્સ રમવાની તેની ક્ષમતામાં સુધારો કર્યેા છે અને તેણે કમ્પ્યુટર–એડેડ ડિઝાઇન (સીએડી) સોટવેરનો ઉપયોગ કરીને ૩ડી આબ્જેકટ ડિઝાઇન કરવાનું શ કયુ છે. ડિજિટલ ઉપકરણોના નિયંત્રણને સુધારવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. ઈલોન મસ્કએ જણાવ્યું હતું કે, જો બધું બરાબર રહ્યું તો આગામી થોડા વર્ષેામાં સેંકડો લોકો ન્યુરાલિંક બ્રેઈન ચિપનો ઉપયોગ કરશે.
ન્યુરલિંક દાવો છે કે, વાયરલેસ બ્રેઈન ચિપની મદદથી લકવાગ્રસ્ત અને કરોડરુમાં ઈજાગ્રસ્ત દર્દીઓ સામાન્ય રીતે કામ કરી શકે છે. સર્જરી દ્રારા માનવ મગજમાં સિક્કાની સાઈઝની ચિપ ઈમ્પ્લાન્ટ કરવામાં આવે છે. તેના માઇક્રોસ્કોપિક વાયર બ્રેઇન–કમ્પ્યુટર ઇન્ટરફેસ (બીસીઆઈ) વિકસાવે છે. ચિપ્સ બ્લૂટૂથ કનેકશન દ્રારા મગજની પ્રવૃત્તિને સ્માર્ટફોન જેવા ઉપકરણો પર મોકલે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application