કુલ ત્રણ આતંકવાદીને ગોળીએ દેવાયા: નિયંત્રણ રેખા પર સેનાની એમ્બ્યુલન્સ પર ફાયરિંગ કરનારા આતંકવાદીઓ સામે સુરક્ષા દળોની ભીંસ વધી, ગોળી વાગવાથી ચાર વર્ષના આર્મી ડોગ ફેન્ટમનું મોતઆજકાલ પ્રતિનિધિ
જમ્મુ અને કાશ્મીરના અખનુરમાં નિયંત્રણ રેખા પાસે સેનાની એમ્બ્યુલન્સ પર અમુક સરહદ પારથી ઘુસી આવેલા ત્રણ આતંકવાદીઓએ ફાયરીંગ કયુ હતું જેમાં એક આતંકી ગઈ કાલે જ પતાવી દિવાયો હતો જયારે આજે મંગળવારે સવારે હાથ ધરવામાં આવેલા ઓપરેશન માં વધુ એક આતંકી હણાયો હતો. સેના અને સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી રાખ્યો છે અને છુપાયેલા આતંકીની શોધ ચાલુ છે.
જમ્મુ અને કાશ્મીરના અખનૂરમાં મંગળવારે સવારે ફરી અથડામણ શ થતાં સુરક્ષા દળોએ વધુ એક આતંકવાદીને ઠાર માર્યેા હતો. આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં બે આતંકીઓ માર્યા ગયા છે.
જમ્મુ ક્ષેત્રના અખનૂર સેકટરમાં મંગળવારે સવારથી સુરક્ષા દળોએ પોઝીશન સમ્બહ્લી લીધું હતી અને છુપાયેલા બે આતંકવાદીઓને શરણે આવી જવા કડક ચેતવણી આપી હતી અને સામસામાં ગોળીબારમાં વધુ એક આતંકીનું મોત થયું હતું. ઉલેખનીય છે કે ત્રણ આતંકવાદીઓએ સોમવારે સવારે લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) નજીક આગળ વધી રહેલા કાફલાનો એક ભાગ રહેલી સેનાની એમ્બ્યુલન્સ પર ગોળીબાર કર્યેા હતો. વિશેષ દળો અને એનએસજી કમાન્ડોએ શ કરેલા ઓપરેશનમાં સાંજે એક આતંકવાદી માર્યેા ગયો હતો.
આતંકવાદીઓ ખૌરના જોગવાન ગામમાં અસાન મંદિર પાસે છુપાયેલા હતા. મંગળવારે સવારે બે વિસ્ફોટના અવાજ સંભળાયા હતા, ત્યારબાદ તીવ્ર ગોળીબાર થયો હતો. પીટીઆઈએ અહેવાલ આપ્યો છે કે ઓપરેશન દરમિયાન ગોળી વાગવાથી ચાર વર્ષનો બહાદુર આર્મી ડોગ ફેન્ટમનું મૃત્યુ થયું હતું.
આર્મીએ તેના ચાર બીએમપી– પાયદળ લડાયક વાહનોનો પણ સર્વેલન્સ અને હત્પમલાના સ્થળની આસપાસ કોર્ડન મજબૂત કરવા માટે ઉપયોગ કર્યેા હતો. વિસ્તારના જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને શોધવા માટે હેલિકોપ્ટર દ્રારા પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ત્રણેય આતંકવાદીઓ આગલી રાતે સરહદ પારથી ભારતમાં ઘૂસ્યા હતા. તેઓએ સવારે સાડા છ વાગ્યે એમ્બ્યુલન્સને નિશાન બનાવીને આર્મી કાફલા પર ગોળીબાર કર્યેા હતો. ઉલેખનીય છે કે ગયા અઠવાડિયે, બારામુલા જિલ્લામાં આતંકવાદીઓએ સેનાના વાહનો પર હત્પમલો કર્યા બાદ બે સૈનિકો અને બે નાગરિકોના મોત થયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ઠંડીની શરૂઆત: લઘુત્તમ તાપમાન 19 ડીગ્રી
November 14, 2024 10:19 AMવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech