હવામાન ખાતાના નિષ્ણાતોના જણાવ્યા મુજબ અરબી સમુદ્રના દક્ષિણ ભાગમાં અને માલદીવ તથા બંગાળની ખાડીના સાઉથ સેન્ટ્રલ અને નોર્થ ઈસ્ટ ભાગમાં નૈઋત્યનું ચોમાસુ આગામી બે થી ત્રણ દિવસમાં એન્ટ્રી લઈ લેશે. આ મુજબ બે થી ત્રણ દિવસમાં બંગાળની ખાડીના મોટાભાગના વિસ્તારને નૈઋત્યનું ચોમાસું આવરી લેશે.
અરબી સમુદ્રમાં વધુ એક નવી સિસ્ટમ જનરેટ થઈ રહી છે
દેશના અનેક રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયકલોનિક સર્ક્યુલેશન, ટ્રફ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી અનેક સિસ્ટમ કાર્યરત છે અને તેના કારણે દેશના અનેક રાજ્યોમાં વરસાદ પણ પડી રહ્યો છે. અરબી સમુદ્રમાં વધુ એક નવી સિસ્ટમ જનરેટ થઈ રહી છે. અરબી સમુદ્રના ઇસ્ટ સેન્ટ્રલ ભાગમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન જોવા મળ્યું છે અને તે કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોને વધુ પ્રભાવિત કરી રહ્યું છે. આ સિસ્ટમની અસરના ભાગરૂપે આગામી તારીખ 22 ના રોજ અરબી સમુદ્રમાં લો પ્રેસર ઊભું થવાનું છે.
એકાદ બે દિવસમાં જ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે
અરબી સમુદ્રનું આ લો પ્રેસર નોર્થ દિશામાં ગતિ કરે તેવી શક્યતા છે અને જો આમ થાય તો સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં તારીખ 22 થી 24 દરમિયાન તોફાની પવન અને મેઘગર્જના સાથે ભારે વરસાદની શક્યતા ઊભી થઈ છે. પવનની ગતિ અને આ સિસ્ટમ કઈ દિશામાં જશે તે બાબતે એકાદ બે દિવસમાં જ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. પરંતુ અત્યારે તો તે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા તરફ આગળ વધે તેવું જણાય છે. અધૂરામાં પૂરું અરબી સમુદ્રના નોર્થ ઇસ્ટ ભાગમાં એટલે કે દક્ષિણ ગુજરાત નજીકના દરિયામાં અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન આજે જોવા મળ્યું છે. દરિયાની સપાટીથી 1.5 કીલોમીટરની ઊંચાઈ પર જોવા મળતા આ સિસ્ટમ વધુ વરસાદ ખેંચી લાવવા માટે કારણભૂત બનશે.
આગામી દિવસોમાં તાપમાન હજુ ઘટશે
માવઠાની અસરના ભાગરૂપે રાજકોટ સિવાય રાજ્યના અન્ય તમામ શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. આગામી દિવસોમાં તાપમાન હજુ ઘટશે પરંતુ બફારો અને ઉકળાટ વધી જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામ્યુકોની ટીપીઓ શાખા દ્વારા સર્વે હાથ ધરી જર્જરિત મકાન માલિકોને પાઠવાતી નોટિસ
May 19, 2025 01:26 PMઓપરેશન સિંદૂરનો નવો વીડિયો, સેનાએ પાકિસ્તાની ડ્રોનને કેવી રીતે તોડી પાડ્યું? જુઓ વીડિયો
May 19, 2025 01:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech