હાઈવે પર બેફામ દોડતા અથવા તો રસ્તામાં ગમે ત્યાં આડેધડ પાર્ક કરી દેવાતા ડમ્પરોના કારણે સમયાંતરે જીવલેણ અકસ્માતો થતાં રહે છે. લીંબડી પાસે થોડા દિવસ પહેલા રસ્તા પર ઉભેલા ડમ્પર પાછળ બસ ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. ફરી આજે લીંબડી પાસે જ ડમ્પર ટ્રક સાથે અથડાતા બે વ્યકિતના મોત નિપજયાનું જાણવા મળે છે.
બનાવની પ્રાથમીક વિગતો પ્રમાણે લીંબડી રાજકોટ હાઈવે પર ફુલગ્રામ પાસે આજે ગોઝારો અકસ્માત થયો હતો. ટ્રક અને ડમ્પર અથડાતા ચાલક સહિતના ઘવાયા હતા. ઈજાગ્રસ્તોને સારવારમાં હોસ્પિટલે લઈ જવાયા હતા. જેમાં બે વ્યકિતને ગંભીર ઈજા થઈ હોવાથી મૃત્યુ નિપજયા હતા. ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. પોલીસ દોડી ગઈ હતી. ઈજાગ્રસ્તોને સારવારમાં લઈ જવાયા બાદ ટ્રાફિક પુર્વવત કરાવાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબિગ બીએ કૌન બનેગા કરોડપતિ 16માં અભિષેક બચ્ચનને આમંત્રણ આપવા બદલ થયો પસ્તાવો
November 15, 2024 12:29 PMઈબ્રાહિમ અલી ખાનની કંપની મને ગમે છે: પલક તિવારીએ જાહેરમાં સ્વીકાર્યું
November 15, 2024 12:03 PMપ્રિયંકા, દીપિકા-આલિયા પછી સૌંદર્યા શર્મા હોલિવૂડમાં ડેબ્યૂ કરશે
November 15, 2024 12:01 PMભુલ ભુલૈયા 3 અને સિંઘમ અગેનનો ચાર્મ પૂરો, હવે શાહરૂખ ડંકો વગાડશે
November 15, 2024 11:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech