હજુ થોડા દિવસ પહેલા જ રાજકોટની ભાગોળે શાપર વેરાવળ અને તેની આસપાસના વિસ્તારમાં તથા કોટડા સાંગાણી તાલુકાના અનેક ગામોમાં ઉપરા ઉપરી નવ જેટલા ધરતીકંપ્ના આચકા આવ્યા બાદ આજે ફરી આ વિસ્તારમાં ધરતી ધણધણી ઉઠી છે.
સિસ્મોલોજીકલ સેન્ટરમાં નોંધાયેલી વિગત મુજબ આજે બપોરે બે ને નવ મિનિટે ભૂકંપ્ના આચકા આવ્યા હતા અને તેનું એપી સેન્ટર રાજકોટથી સાપર તરફની દિશામાં 16 કીલોમીટર દૂર નોંધાયું છે.
આ સંદર્ભે રાજકોટ કલેકટર કચેરીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાના મામલતદાર લુણાગરિયાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે ભૂકંપ્ને કારણે કોઈ પ્રકારની જાનમાલની નુકસાનીના કોઈ અહેવાલ નથી. ધરતીના પેટાળમાં 8.9 કિલોમીટરની ઊંડાઈમાં આ સળવળાટ થયો છે અને સિસ્મોલોજિકલ સેન્ટરમાં પણ તેની નોંધ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ગત તારીખ 12 ના રોજ બપોરથી ગણતરીના કલાકોમાં જ થોડા થોડા સમયના અંતરે ભૂકંપ્ના નવ ઝાટકા આવ્યા હતા અને તેનું એપી સેન્ટર પણ આજની જેમ સાઉથ ઇસ્ટ દિશામાં રાજકોટથી 16 કીલોમીટર દૂર હતું. ફરી આજે શુક્રવારે ભૂકંપ્નો ઝાટકો આવતા લોકોમાં ભયની લાગણી ફેલાવવા પામી છે.
તારીખ 12 એપ્રિલના ગયા શુક્રવારે જ્યારે ભૂકંપ્નો આંચકો આવ્યો ત્યારે સાપર વેરાવળ પડાવલા પારડી સહિતના વિસ્તારોમાં તેની અસર અનુભવાય હતી. રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ ગઈકાલે જ પત્રકારો સાથે વાતચીતમાં અહીં સિસ્મોલોજીકલ સેન્ટર દ્વારા આધુનિક મશીનરી મૂકવામાં આવશે તેવી પણ જાહેરાત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોક્સોના કેસમાં નિર્દોષ છુટકારો
November 14, 2024 10:43 AMખંભાળીયા નગરપાલિકા દ્વારા ચાલુ નોકરીએ મૃત્યુ પામેલ સફાઈ કર્મચારીના પરિવારને સહાય
November 14, 2024 10:41 AMદ્વારકા: અમૂલ્ય ધરોહરની જાળવણી અંગે પગલા લેવા કલાપ્રેમીઓની પ્રબળ માંગ
November 14, 2024 10:36 AMકૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સર્કિટ હાઉસે લોકસંપર્ક યોજાયો
November 14, 2024 10:32 AMજામજોધપુરમાં કચરો સળગાવતી વેળાએ દાઝી જતા મહિલાનું મોત
November 14, 2024 10:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech