ડીગરી ગામનો શખ્સ ડીગ્રી વગર પ્રેકટીશ કરતા ઝપટમાં આવ્યો: એસઓજીનો દરોડો : દવા, સાધનો સહિતનો મુદામાલ જપ્ત
જામનગર પંથકમાં ડીગ્રી વગરના ડોકટરોનો રાફડો ફાટયો હોય તેમ એક પછી એક મુન્નાભાઇ એમબીબીએસ તપાસ દરમ્યાન ઝપટમાં આવે છે, ગત દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાંથી એસઓજીએ દવાની દુકાનો ખોલીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરનારાઓને પકડી લીધા હતા, દરમ્યાન મેઘપર ગામની મેઇન બજારમાં એસઓજીની ટુકડીએ વધુ એક બોગસ ડોકટરને દબોચી લીધો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
એસપી અને ડીવાયએસપીની સુચનાથી એસઓજીની ટુકડી પેટ્રોલીંગમા હતી ત્યારે બોગસ ડોકટર અંગે વિગતો મળી હતી જેના આધારે આ દિશામાં તપાસ લંબાવવામાં આવી હતી, દરમ્યાનમાં મેઘપર ગામની મેઇન બજારમાં એક શખ્સ ડીગ્રી વગર દવા આપતો હોવાની હકીકતના આધારે દરોડો પાડીને મુળ ભીમપુર તાલુકાના ડીગરી ગામના વતની અને હાલ મેઘપરમાં રહેતા ગૌતમ કાલીપદા વિશ્ર્વાસ (ઉ.વ.35) ને મેડીકલને લગતી કોઇ ડીગ્રી ધરાવતા ન હોવા છતા દર્દીઓને તપાસીને દવા આપતા અને વ્યકિતઓની શારીરીક સલામતી જોખમમાં મુકાય તેવુ કૃત્ય કરીને પૈસા વસુલ કરતા પકડી લીધો હતો.
તેની પાસેથી દવા અને સાધનો મળી કુલ 3652નો મુદામાલ કબ્જે કર્યો હતો, બોગસ ડોકટર ગૌતમ કાલીપદા સામે મેઘપર પોલીસમાં મેડીકલ પ્રેકટીશનર એકટ 1963ની કલમ 30 તથા આઇપીસી મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech