ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર...આ તારીખે ફરી પડશે માવઠું, આ વિસ્તારોને ધમરોળશે

  • March 09, 2023 08:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજ્યમાં 4 દિવસ હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. પરંતુ 4 દિવસ બાદ ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થશે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે અને ગુજરાતમાં ફરી માવઠું થશે.  હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. જેના કારણે મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે અને કચ્છમાં હિટવેવ રહેવાની શક્યતા છે. કચ્છમાં આગામી બે દિવસ સૂકા અને ગરમ પવન ફૂંકાશે અને ગરમીનું પ્રમાણ વધી જશે. સાથે અન્ય શહેરોના મહત્તમ તાપમાન પણ ઊંચું આવશે. આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને 13 અને 14 માર્ચના માવઠું થશે. કારણ કે ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થઈ રહ્યું છે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે.
​​​​​​​

દક્ષિણ ગુજરાતના ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે. ખેડૂતોએ કૃષિ પાક તૈયાર થઈ ગયો છે તો યોગ્ય સ્થળ પર રાખવો જોઈએ. જેની પવન સાથે વરસાદ થાય તો પાકને નુકસાન ન થાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application