આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના કલેક્શનમાં વધુ એક નવી કારની એન્ટ્રી થઇ છે. કપલે સોમવારના રોજ એક બ્રાન્ડ ન્યુ કાર ખરીદી છે. આ કારનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહ્યો છે.રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બોલિવૂડના પાવર કપલ્સમાંથી એક છે. બન્નેની કેમેસ્ટ્રી ફેન્સને જોરદાર પસંદ પડે છે. જો કે હાલમાં કપલના લક્ઝરી કારમાં વધુ એક કારનો સમાવેશ થયો છે. આ કારનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહ્યો છે. આ કારની કિંમત કરોડોમાં છે. આ કાર જોતાની સાથે એક નજરે ગમી જાય એવી છે.
સોશિયલ મિડીયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તમે જોઇ શકો છો કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની નવી કાર એની બિલ્ડિંગ વાસ્તુની અંદર એન્ટર કરતી જોવા મળી. કારની અંદર રણબીર અને આલિયા બેઠા હતા કે નહીં એ જાણ થઇ શકી નથી. પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે આ કારમાં રાહાની સાથે સોમવારના રોજ એરપોર્ટથી એના ઘરે પહોંચી હતી. આ કારની કિંમત લગભગ 2.50 કરોડ રૂપિયા છે.
બે વર્ષમાં કપલે ખરીદી ત્રણ કાર
આ વર્ષની શરૂઆતમાં રણબીર કપૂરે બેન્ટલે કાર ખરીદી હતી જેની કિંમત 6 કરોડ રૂપિયા હતી. એક્ટરે ગયા વર્ષે લક્ઝરી રેન્જ રોવર કાર ખરીદી હતી. આ કારની કિંમત 4 કરોડ રૂપિયા હતી. આ કારમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટે બેસીને રકુલ પ્રીત સિંહ-જૈકી ભગનાની ઘરે ગયા હતા.
રણબીર અને આલિયાનું કાર કલેક્શન
એક રિપોર્ટ અનુસાર રણબીર કપૂરની પાસે લેન્ડ રોવર રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી (3.27 કરોડ), ઓડીએ 8 L (1.71 કરોડ), મર્સિડિઝ-એએમજી જી 63 (2.28 કરોડ), ઓડી R8 (2.72 કરોડ) જેવી કાર શામેલ છે. આલિયાના કાર કલેક્શનમાં લેન્ડ રોવર-રેન્જ રોવર વોગ (2.8 કરોડ), ઓડી એ6 (70 लाख), બીએમડબલ્યૂ 7-સિરીઝ (1.8 કરોડ), ઓડી Q5 (79 લાખ) અને ઓડી Q5 (94 લાખ) શામેલ છે.
રણબીર કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટર એનિમલમાં આખરે જોવા મળ્યો હતો. આ મુવીએ બોક્સ ઓફિસ છપ્પરફાડ કમાણી કરી હતી. આ મુવીમાં રશ્મિકા મંદાના અને તૃપ્તિ ડિમરીની સાથે એક્ટરની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી હતી. જો કે હવે એક્ટર રામાયણમાં રામની ભૂમિકામાં જોવા મળશે. જો કે આ વિશે ફૂલ ટૂ તૈયારીઓમાં લાગી ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech