ઓસ્કારમાં અનોરાને બેસ્ટ ફિલ્મ, એડ્રિયન બ્રોડી બેસ્ટ એક્ટર: અનુજા ઓસ્કાર જીતવાથી ચૂકી

  • March 03, 2025 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૯૭મા એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કાર ૨૦૨૫ની શરૂઆત ખૂબ જ ધામધૂમથી થઈ. આ કાર્યક્રમ લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાઈ રહ્યો છે. આ વખતે એકેડેમી એવોર્ડ્સનું હોસ્ટીંગ ઓ'બ્રાયન કરી રહ્યા છે. પહેલી વાર તેમણે ઓસ્કાર એવોર્ડ્સનું હોસ્ટીંગ કરવાની જવાબદારી સંભાળી છે. આ કાર્યક્રમમાં ઘણા સ્ટાર્સનો દબદબો જોવા મળ્યો.

કિરન કલ્કિને બેસ્ટ સપોર્ટીંગ એક્ટર એવોર્ડ જીતવાની રેસમાં એડવર્ડ નોર્ટન, યુરા બોરીસોવ, ગાય પીયર્સ અને જેરેમી સ્ટ્રોંગને પાછળ છોડી દીધા હતા. એવોર્ડ જીત્યા બાદ તેમણે બધાનો આભાર માન્યો. તેમણે પોતાના પરિવારની પ્રશંસા કરતા, તેમના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો.

આઈ એમ નોટ અ રોબોટ ફિલ્મે લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ જીત્યો છે. પ્રિયંકા ચોપરાની કો-પ્રોડક્શન ફિલ્મ અનુજાને પણ આ યાદીમાં નોમીનેટ કરવામાં આવી હતી પરંતુ અનુજા ઓસ્કાર જીતવાથી ચૂકી ગઈ.

બેસ્ટ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ જીતવાથી ચૂકી ગયેલી 'અનુજા' એડમ ગ્રેવ્સ દ્વારા બનાવવામાં આવી હતી. પ્રિયંકા ચોપરા અને ગુનીત મોંગા આ ફિલ્મ સાથે કો-પ્રોડક્શન તરીકે જોડાયેલા છે. અનુજા એક 9 વર્ષની બાળકીની સ્ટોરી છે જે એક ફેક્ટરીમાં કામ કરે છે. અનુજાનું પાત્ર સજદા પઠાણ ભજવી રહી છે. તે ખરેખર બાળ મજૂરી કરતી હતી. તેમને સલામ બાલક ટ્રસ્ટ નામની એનજીઓ દ્વારા બચાવી લેવામાં આવી હતી અને તેને ભણવાની તક આપી.


બેસ્ટ ફિલ્મ અનોરાનો 5 એવોર્ડ સાથે દબદબો

ઓસ્કાર એવોર્ડ્સમાં અનોરાએ 5 એવોર્ડ જીત્યા. તેની હિરોઈન મિકી મેડિસન બેસ્ટ એક્ટ્રેસ બની. આ ફિલ્મે બેસ્ટ એડીટીંગ, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ઓરીજનલ સ્ક્રીનપ્લે માટેના પુરસ્કારો જીત્યા હતા. ફિલ્મના ડાયરેક્ટર સીન બેકર આ સફળતાથી ખૂબ જ ખુશ થયા હતા.


ઓસ્કાર મંચ પર પહેલીવાર હિન્દીમાં એન્કરીંગ

ઓસ્કાર 2025 કોનન ઓ'બ્રાયન હોસ્ટ કરી રહ્યા હતા. કોનન ઓ'બ્રાયને પહેલી વાર ઓસ્કાર હોસ્ટ તરીકે ઇતિહાસ રચ્યો છે. તે જાણતા હતા કે હાલમાં તેનો શો ઘણા દેશોમાં લાઈવ જોવાઈ રહ્યો છે. આથી તેમણે લોકોને અંગ્રેજી ઉપરાંત સ્પેનિશ, હિન્દી, ચાઇનીઝ અને અન્ય ભાષાઓમાં સંબોધિત કર્યા હતા. હોસ્ટ કોનન ઓ'બ્રાયને પોતાની શૈલીમાં શોની શરૂઆત કર્યા બાદ અચાનક તેણે હિન્દીમાં કહ્યું, ‘નમસ્તે. ભારતમાં અત્યારે સવાર છે, તેથી મને આશા છે કે તમે નાસ્તો કરતી વખતે ૯૭મા એકેડેમી એવોર્ડ્સનો આનંદ માણી રહ્યા હશો.’ ઉલ્લેખનીય છે કે કોનન ઓ'બ્રાયન એકેડેમી એવોર્ડ્સના મંચ પર હિન્દીમાં ભાષણ આપનારા પહેલા હોસ્ટ છે

ઓસ્કાર સાથે જોડાયેલા કેટલાક મોટા વિવાદો

1929 માં પહેલા એકેડેમી એવોર્ડ્સમાં કૂતરાને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અપાયો. ૧૯૭૨માં અભિનેતા માર્લોન બ્રાન્ડોને ૧૯૭૨માં શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કાર મળ્યો, પરંતુ તેમણે એવોર્ડ સ્વીકારવાનો ઇનકાર કર્યો. 2022 માં, ઓસ્કાર સમારોહમાં હોલીવુડ અભિનેતા વિલ સ્મિથે હોસ્ટ ક્રિસ રોકને થપ્પડ મારી હતી. ૨૦૨૧માં સમારોહ દરમિયાન ફ્રેન્ચ અભિનેત્રી કોરીન માસિયરોએ સ્ટેજ પર પોતાના કપડાં ઉતાર્યા. તેમણે ફ્રેન્ચ સરકારના વિરોધમાં આ કર્યું. એવોર્ડ લેવા માટે સ્ટેજ પર પહોંચતાની સાથે જ તેણે પોતાના કપડાં ઉતારી નાખ્યા. તેમના શરીર પર સૂત્રો લખેલા હતા. ૨૦૧૭માં 'મૂનલાઇટ' એ વર્ષે શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીતવાનું હતું, પરંતુ સમારંભ દરમિયાન ભૂલથી 'લા લા લેન્ડ' ની જાહેરાત કરવામાં આવી. 2003માં અમેરિકન અભિનેતા એડ્રિયન બ્રોડીએ સ્ટેજ પર અભિનેત્રી હેલ બેરીને કિસ કરી, જેના કારણે વિવાદ થયો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application