રાજકોટ સિવિલ અને ઝનાના હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી નસગ વિભાગના કમર્ચારીઓ વિધ્ધ ખોટી નનામી અરજીઓ કરી હેરાન–પરેશાન કરવાનું એક આખું ષડયત્રં ચાલી રહ્યું છે. વારંવાર ચોક્કસ સ્ટાફને ટાર્ગેટ કરી છેક ગાંધીનગર સુધી અરજીઓ કરવામાં આવતા હોસ્પિટલનો સ્ટાફ માનસિક હાલત કફોડી બની છે સાથો સાથ જે કર્મચારીઓ સંસ્થાને પોતાની સમજી નિા પૂર્વક કામ કરી રહ્યા છે એવા કર્મચારીઓ હવે ઘડીયાલ ના કાંટે કામ કરવાનું નક્કી કરી લેતા સરવાળે હોસ્પિટલને જ દરેક બાબતે અસર પડી રહી છે. નનામી અરજીઓ વાંચતા જ ખબર પડી જાય કે સત્યતાથી નજીક નહીં હજારો કિલોમીટર સુધી દૂર છે. આવી અરજીઓ છેક ગાંધીનગર મોકલવામાં આવતા ત્યાંના અધિકારીઓ દ્રારા ફરફરિયાની તપાસ સુપ્રિટેન્ડેન્ટ અને આર.ડી.ડી.ઓફિસને કરવા માટે મોકલી આપી રહ્યા છે અને તેની આરડીડી ઓફિસ દ્રારા ઐંડાણ પૂર્વક થઇ રહી છે. ગાંધીનગર બેઠેલા આરોગ્ય વિભાગના અધિકારીઓ જો આટલી જ નિા પૂર્વકની તપાસ માટે આર.ડી.ડી. સૂચન કરે તો જિલ્લામાં ચાલતા સીએચસી– પીએચસીમાં ઘણીખરી આરોગ્ય વ્યવસ્થા સુધરી શકે છે. પરંતુ ચોક્કસ લોકોના ઈશારે કરવામાં અને કરાવવામાં આવતી બોગસ અરજીઓથી હોસ્પિટલના સમગ્ર નસગ કમર્ચારીઓમાં રોષ ફેલાયો છે સાથે આરોગ્ય વિભાગ સામે પણ નારાજગી જોવા મળી છે.
આ અગાઉ પણ ઝનાનાના કેટલાક બ્રધર નસગ કર્મચારીઓ સામે પણ વોર્ડ વિભાગમાં ત્રાસ આપતાની સાથે કામગીરી ન કરતા હોઈ સહિતના કેટલાક આક્ષેપો સાથેની અરજી એક ભાજપના વોર્ડ પ્રમુખને આગળ ધરીને કરવામાં આવી હતી. જેના કારણે બ્રધર નસગ સ્ટાફને ખુબ હેરાનગતિનો સામનો કરવો પડો હતો અને પોતાની રીતે વોર્ડ ટ્રાન્ફરની માગણી કરી લીધી હતી. આ ઉપરાંત સિવિલના પણ વહીવટી વિભાગ, મેડિકલ કોલેજના કર્મચારીઓ સહીત વિધ્ધ સરકારના વિભાગોમાં અને મીડિયા સુધી નનામી અરજીઓ કરી રીતસર હેરાનગતિ કરવામાં આવી રહી છે. ત્યારે ફરી છેલ્લા કેટલાક દિવસથી ઝનાના અને સિવિલ હોસ્પિટલના ૧૫થી વધુ નસગ સ્ટાફના નામ જોગ કામગીરી સહિતની કેટલીક ચોંકાવનારી બાબતે એક યા બીજાના નામે અથવા કોઈ નામ વગર પોસ્ટ મારફતે અરજી મોકલી પોતાનો ઈગો સંતોષવા માટે અને જે લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે એ સ્ટાફને માનસિક ત્રાસ આપવાની સાથે સરકારી સેવામાં વિક્ષેપ ઉભો કરવા માટેની પેરવી કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલના નસગ કર્મચારીઓ પોતાના કામ મૂકી નિવેદન– ખુલાસાઓ આપવા માટે કલાકો સુધી બેસી રહ્યા છે. એટલું જ નહીં અરજીમાં જે આક્ષેપો નસગ સ્ટાફ સામે કરવામાં આવ્યા છે એ કદાચ માનસિક રોગના શિકાર હોઈ એવા વ્યકિતએ કર્યા હોવાનું પણ ફલિત થઈ રહ્યું છે. ત્યારે સરકારી સેવામાં વિક્ષેપ ન પડે અને ખોટી રીતે નસગ કર્મચારોને હેરાનગતી ન થાય એ માટે આવી તથ્ય વિહોણી અને બેનામી અરજીઓનો જે જગ્યાએ નિકાલ કરવાની જર લાગે ત્યાં નિકાલ કરી દેવામાં આવે એ જરી છે
ચોક્કસ લોકો અરજી કરાવતા હોવાની ચર્ચા
સિવિલ અને ઝનાના હોસ્પિટલના નસગ કમર્ચારીઓ એવી પણ ચર્ચા છે કે, આ અરજી વ્યકિતગત તકલીફના લીધે કરવામાં આવી રહી છે. જે લોકો કામ નથી જ કરતા એવા વ્યકિતઓ સામે કયારેય કોઈ અરજી થઇ નથી કે પરંતુ જે લોકો કામ કરી રહ્યા છે તેની સામે આવી ખોટી અરજી કરી હેરાન કરવાની એક માત્ર વૃત્તિ હોવાનું માની શકાય છે. વધુમાં હોસ્પિટલના જ કેમ્પસમાંથી આવેલી સંસ્થામાંથી આ અરજી કરવામાં આવતી હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે અરજી કરાવનાર અને કરનાર જાણભેદુ હોવાની શંકાએ એ પણ કેટલા દુધે ધોયેલા છે એ ખુદ જાણી જ રહ્યા છે. આવતા દિવસોમાં તેની ઉપર પણ તપાસના વાદળો ઘેરાય તો નવાઈ નહીં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભૂગર્ભ ગટરની લાઇન નાખવાની હોય એકલીંગજી સોસાયટીથી બાયપાસ માર્ગ બે મહીના સુધી બંધ
January 08, 2025 11:38 AMજામનગરમાં ગેરકાયદેસર ખડકી દેવામાં આવેલ 12 ગેરકાયદે દુકાનોનું દબાણ દૂર કરાયુ
January 08, 2025 11:35 AMજામનગરમાં દેખો ત્યાં ઠાર: બર્ફીલો પવન: તાપમાન 11 ડીગ્રી
January 08, 2025 11:35 AMભીમરાણા નજીક કાર-ટ્રક વચ્ચેના ગોઝારા અકસ્માતમાં મૃત્યુ આંક 3
January 08, 2025 11:33 AMહજુ તો એક વર્ષ પણ પુરું થયું નથી ત્યાં રાજકોટના ડીડીઓની બદલી
January 08, 2025 11:29 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech