એસ.બી શર્મા પબ્લિક સ્કૂલમાં બાલાજી પાર્ક ગ્રાઉન્ડ માં 12 દિવસીય એન્યુઅલ સ્પોર્ટ્સ મીટ યોજવામાં આવેલ હતું જેમાં કેજી થી ધોરણ 12 સુધીના બાળકો એ ભાગ લીધો હતો. જેમાં અનેક પ્રકારની ગેમ્સ યોજવામાં આવેલ હતી જેવી કે બેકરેસ, બ્રોડ જમ્પ, હોપ રેસ, લેમન રસ, સેક રેસ સ્લો સાઈકલીંગ, શોટ પુટ, અને ઇન્ટર હાઉસ કોમ્પીટીશન હતું જેમાં ગ્રીન, બ્લુ, રેડ, યેલ્લો હાઉસ હતા. કબડ્ડી, ટગ ઓફ વોર અને ખો ખો જેવી રમતો રમવામાં આવી હતી. તેમજ બાળકો અને શિક્ષકો એ ખૂબજ મહેનત કરી હતી અને રમતમાં ભાગ લીધો હતો અને બાળકો એ ખૂબજ સારી રીતે રમત રમી હતી અને વીન થયા હતા.
જેમાં મેડલ સેરેમનીના દિવસે બાળકો ને પ્રોત્સાહન માટે એસ.બી શર્મા વર્લ્ડ સ્કૂલ ના પ્રિન્સીપાલ ઉપાસના અવસ્થી મેડમ હાજર રહ્યા હતા તેમજ યુનુસ સમા અને સંજય ખંડેલવાલ જી.ડી ગોયેનકા સ્કૂલ ના ડાયરેક્ટર તેમજ એસ.બી શર્મા ગ્રુપ ઓફ સ્કૂલ ના ડાયરેક્ટર પ્રતિક શર્મા પણ હાજર રહ્યા હતા બાળકો ને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ અને ટ્રોફી અને સર્ટીફીકેટ દેવામાં આવ્યા હતા.બાળકો એ યોગા ડાન્સ, માસ પીટી નું પર્ફોમન્સ પણ કર્યું હતું. યોગ અને ખેલ જીવનમાં કેટલું જરૂરી છે તેનું મહત્વ બતાવ્યું હતું સમગ્ર કાર્યક્રમ નું આયોજન ડો. પૂજા શર્મા પ્રિન્સીપાલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં તેમના સ્ટાફ રીના , બીજોલી રોષ, હેતલ દવે, અનીતા શર્મા, સુનીલ જોશી, અને તમામ સ્ટાફ નો સહયોગ મળેલ હતો.
એસ. બી શર્મા પબ્લિક સ્કૂલ ના વિદ્યાર્થીઓ એસજીએફઆઈ ગેમ્સ માં ઝોન લેવલ માં સિદ્ધી મેળવી હતી.જેમાં અમન યાદવ (અંડર 14) પ્રથમ પોજીસન 600 રેસ,અંકિત ગુપ્તા (અંડર 17) દ્વિતીય પોજીસન 800 રેસ,આશિક સોની (અંડર 17) પ્રથમ ઝોન લેવલ જેવલીન થ્રો દ્વિતીય પોજીસન જીલ્લા જેવલીન રેસ, દીપાંશુ શર્મા (અંડર 17) પ્રથમ પોજીસન જીલ્લા હડલ રેસ ૧૧૦ મીટર ૪૦૦ મીટર સેકન્ડ પોજીસન, અહેદ હુસેન (અંડર 17) પ્રથમ પોજીસન 3000 મીટર રેસ, રુદ્ર ચંપા (અંડર 17) પ્રથમપોજીસન ઝોન 200 મીટર રેસ દ્વિતીય પોજીસન જીલ્લા, આકાંશા (અંડર 17) પ્રથમ પોજીસન ઝોન લેવલ 400 મીટર રેસ અને લોન્ગ જમ્પ ઝોન લેવલ, રીન્કુ સિંગ (અંડર 14) પ્રથમ પોજીસન લોન્ગ જમ્પ અને 200 મીટર રેસ જિલ્લા લેવલ, સાહિલ નાયક (અંડર 14) દ્વિતીય પોજીસન 800 મીટર રેસ ઝોન લેવલ આમ ઝોન લેવલમાં એસબી શર્મા સ્કૂલના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ સિદ્ધિ મેળવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMસત્યમ કોલોની રસ્તા રોકો મામલો...JMC સિટી એન્જિનિયરે આપી પ્રતિક્રિયા
May 08, 2025 05:58 PMગુજરાતમાં પાંચ IAS ઓફિસરોને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો, જુઓ લિસ્ટ
May 08, 2025 05:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech