એનસીપી એ કરી ફિલ્મ પર પ્રતિબંધની માંગ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના એક કાર્યકર્તાએ કહ્યું કે તે ફિલ્મ મુસ્લિમો પર બનાવવામાં આવી છે. તેનાથી મુસ્લિમ સમુદાયની ભાવનાને ઠેસ પહોંચી છે. તેમણે કહ્યું, "અમે જિલ્લા અધિકારીને મેમોરેન્ડમ આપ્યું છે જેમાં અમે ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની સાથે તેના ડાયરેક્ટર અને આખી કાસ્ટ પર કાર્યવાહી કરવાની માંગ કરી છે.
એક્ટર અન્નૂ કપૂરની ફિલ્મ 'હમ દો હમારે બારહ' વિવાદોના ઘેરામાં આવતી જઈ રહી છે. ડાયરેક્ટર કમલ ચંદ્રાની આ ફિલ્મમાં અન્નૂ કપૂરની સાથે પાર્થ સમથાન, અશ્વિની કાલસેકર અને પારિતોષ તિવારી જેવા કલાકાર પણ છે. થોડા દિવસો બાદ થિએટર્સમાં રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મને લઈને વિવાદ વધતો જઈ રહ્યો છે. અત્યાર સુધી સોશિયલ મીડિયા પર પોતાના ટાઈટલ અને કન્ટેન્ટ માટે લોકો પાસેથી વિરોધ સહન કરી રહેલી આ ફિલ્મ પર અત્યાર સુધી એક પોલિટિકલ પાર્ટી પણ નારાજ થઈ ગઈ છે.
અન્નૂ કપૂરની ફિલ્મ 'હમ દો હમારે બારહ'નું ટ્રેલર હાલમાં જ આવ્યું હતું. જેના બાદ તેના પર વિવાદ શરૂ થઈ ગયો. હવે મહારાષ્ટ્રના વાશિમમાં આ ફિલ્મના વિરોધમાં રાષ્ટ્રવાદી કોંગ્રે પાર્ટીએ નિવેદન આપ્યું છે અને ફિલ્મની રિલીઝ રોકવા અને બેન લગાવવાની માંગ કરી છે.
કારંજા શહેરમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના જિલ્લા અદ્યક્ષના લેટર હેડ પર મુસ્લિમ સમાજના લોકોએ જિલ્લા અધિકારી પાસેથી એવી પણ માંગ કરી કે ફિલ્મના ડાયરેક્ટર અને ટીમ પર પણ કાર્યવાહી કરવામાં આવે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના એક કાર્યકર્તાએ કહ્યું કે તે ફિલ્મ મુસ્લિમો પર બનાવવામાં આવી છે. તેનાથી મુસ્લિમ સમુદાયની ભાવનાને ઠેસ પહોંચી છે. તેમણે કહ્યું, "અમે જિલ્લા અધિકારીને મેમોરેન્ડમ આપ્યું છે જેમાં અમે ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની સાથે તેના ડાયરેક્ટર અને આખી કાસ્ટ પર કાર્યવાહી કરવાની માંગ કરી છે."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહાપાલિકા દ્રારા કાલે હેમુ ગઢવી હોલ ખાતે દેશભકિત ગીતનો સ્ટેજ શો જાગો હિંદુસ્તાની
January 23, 2025 03:23 PMરેલનગર, ગાયકવાડી, પોપટપરા, પૂજારા પ્લોટ, લક્ષ્મીવાડી સહિતના વિસ્તારોમાં મિલકત સીલ
January 23, 2025 03:20 PMઅકસ્માતગ્રસ્તોની મદદ માટે ૧૦૮ બોલાવી મદદરૂપ બનતા આરટીઓ–રોડ સેફટીના અધિકારીઓ
January 23, 2025 03:15 PMવિધાનસભાના બજેટ સત્રમાં નિયમ ૪૪ હેઠળ સરકાર જંત્રી દરમાં ઘટાડો કરે તેવા સંકેત
January 23, 2025 03:11 PMગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં દીકરીઓના નામાંકન દરમાં ૩૩ ટકાનો વધારો નોંધાયો
January 23, 2025 03:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech