ખંભાળિયા તાલુકાના પરોડીયા ગામે રહેતા પાલાભાઈ હરજુગભાઈ ભાચકન નામના ૩૫ વર્ષના ગઢવી યુવાન કાંઈ કામ ધંધો કરતા ન હોવાથી આ અંગે તેના પિતાએ ઠપકો આપતા આ બાબતે તેમને મનમાં લાગી આવ્યું હતું. આથી પાલાભાઈ ભાચકનએ ગત તારીખ ૧૦ માર્ચના રોજ પોતાના હાથેથી જંતુનાશક ઝેરી દવા પી લેતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના પિતા ગઢવી હરજુગભાઈ ભાયાભાઈ ભાચકન (ઉ.વ. ૭૭) એ સલાયા મરીન પોલીસને કરી છે.
***
ગુલાબનગરમાં ગળાફાંસો ખાઇ યુવાને આયખુ ટુંકાવ્યું: પગના દુ:ખાવાથી કામ સરખુ ચાલતુ ન હોવાથી કંટાળીને મોતની સોડ તાણી
જામનગરના ગુલાબનગરમાં આવેલ સીન્ડીકેટ સોસાયટીમાં એક યુવાને પગમાં દુ:ખાવો રહેતો હોય કામ સરખુ ચાલતુ ન હોય જેનાથી કંટાળીને ગળાફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી છે.
ગુલાબનગરના સીન્ડીકેટ સોસાયટી શેરી નં. ૨ના છેડે રહેતા પ્રવિણ જેન્તીભાઇ બુમતારીયા (ઉ.વ.૪૦) નામના યુવાનને છેલ્લા ૩-૪ વર્ષથી પગમાં દુ:ખાવો રહેતો હોય જેના લીધે તેમનું કામકાજ સરખુ ચાલતુ ન હોય આથી કંટાળી જઇ પોતાના ઘરે છતના પંખાની હુકમાં ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ નિપજયુ હતુ આ અંગે મનિષભાઇ બુમતારીયા દ્વારા સીટી-બી પોલીસમાં જાણ કરવામાં આવી હતી.
***
ભૂલથી ઝેરી દવા પી લેતા દ્વારકા પંથકની મહિલાનું મૃત્યુ
દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામે રહેતા કમીબેન હમીરભાઈ લધા નામના ૩૮ વર્ષના મહિલાને માથું દુખતું હોય, જેથી તેમણે રસોડામાં રહેલી ઝેરી જંતુનાશક દવા ભૂલથી લેતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગત તારીખ ૧૩ માર્ચના રોજ તેમનું નિપજ્યું હતું. આ અંગેની જાણ પૂજાબેન હમીરભાઈ લધા (ઉ.વ. ૧૮) એ દ્વારકા પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech