ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જઈ રહેલી 15 સભ્યોની ભારત A ટીમની જાહેરાત કરી છે. ભારત-A અને ઓસ્ટ્રેલિયા-A વચ્ચે બે ફર્સ્ટ ક્લાસ મેચો રમાશે. ફર્સ્ટ ક્લાસ મેચોની આ સીરીઝ માટે ઈન્ડિયા-એની કમાન રુતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી છે. નોંધનીય બાબત એ છે કે ભારત-A આ પ્રવાસમાં સિનિયર પુરુષોની ભારતીય ટીમ સામે મેચ પણ રમશે, જે એક ઈન્ટ્રા-સ્કવોડ મેચ હશે.
ભારત-A અને ઓસ્ટ્રેલિયા-A વચ્ચે રમાનારી બે ફર્સ્ટ ક્લાસ મેચ 31 ઓક્ટોબરથી શરૂ થશે. પ્રથમ મેચ 03 નવેમ્બર સુધી રમાશે. આ સિવાય સીરીઝની બીજી મેચ 07 થી 10 નવેમ્બરની વચ્ચે રમાશે. પ્રથમ મેચ મકાયમાં અને બીજી મેચ મેલબોર્નમાં રમાશે. ઓસ્ટ્રેલિયા-A સામે બે મેચ રમ્યા બાદ ભારત-A ટીમ 15 નવેમ્બરથી પર્થમાં ભારતીય સિનિયર મેન્સ ટીમ સામે ત્રણ દિવસીય ઈન્ટ્રા-સ્કવોડ મેચ રમશે.
છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાની બહાર રહેલા વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનનો પણ ઈન્ડિયા A પ્રવાસ માટે સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય અભિમન્યુ ઇશ્વરનને ગાયકવાડના ડેપ્યુટી એટલે કે ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સિવાય ઘણા સ્ટાર ખેલાડીઓને ટીમમાં તક આપવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારત A ટીમ
રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અભિમન્યુ ઈશ્વરન (વાઈસ-કેપ્ટન), સાઈ સુદર્શન, નીતીશ કુમાર રેડ્ડી, દેવદત્ત પડિકલ, રિકી ભુઈ, બાબા ઈન્દરજીત, ઈશાન કિશન (ડબ્લ્યુકે), અભિષેક પોરેલ (ડબ્લ્યુકે), મુકેશ કુમાર, ખલીલ અહેમદ, યશ દયાલ , નવદીપ સૈની, માનવ સુથાર, તનુષ કોટિયન
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 22મી નવેમ્બરથી શરૂ થશે
ઓસ્ટ્રેલિયામાં રમાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ભારત Aનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ સમાપ્ત થયાના થોડા દિવસો બાદ શરૂ થશે. આ વખતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો કુલ 5 ટેસ્ટ મેચ રમશે. સીરીઝની પ્રથમ ટેસ્ટ 22 નવેમ્બરથી પર્થમાં રમાશે. સિરીઝની છેલ્લી મેચ સિડનીમાં 03 થી 07 જાન્યુઆરી (2025) વચ્ચે રમાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech