ગુજરાત રાજયના આરોગ્ય વિભાગ દ્રારા ખ્યાતિ કાંડ બાદ પીએમ જેએવાય યોજના માટે સંચાલન પદ્ધતિ ગઈકાલની કેબિનેટની બેઠક બાદ જાહેર કરવાની હતી પરંતુ છેલ્લ ી ઘડીએ મુલતવી રાખવામાં આવ્યું હતું તેનું કારણ પીએમજેએવાય યોજના નકલી કાર્ડનો કાંડ આવતા એસઓપી વિલંબિત બની છે.તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું હતું.
એસઓપીનો મુદ્દો રાયની કેબિનેટ બેઠક દરમિયાન સામે આવ્યો હતો, પરંતુ હજુ તેમાં સુધારો કરવાની જરિયાત હોવાનું કારણ અપાયું હતું. જેથી તેના પર વિશદ ચર્ચા કરવાને બદલે તેને હાલ ટાળી સંપૂર્ણ કામ થઇ જાય પછી જ આ એસઓપી જાહેર કરવાનું નક્કી કરાયું છે. હવે તેમાં પીએમ જેએવાય યોજનાના કાર્ડ કાઢી આપવાના તથા તેની વખતો વખત ચકાસણી કરાવના મુદ્દે પણ નવી પદ્ધતિ તૈયાર કરવામાં આવશે.
રાયમાં બનેલો ખ્યાતિ હોસ્પિટલ કાંડ જેવો કમભાગી કિસ્સો સામે આવ્યા બાદ ગુજરાત સરકાર પીએમ જેએવાય યોજનાના અમલીકરણ માટે નવી આદર્શ કામકાજની પદ્ધતિ(એસઓપી) બનાવી રહી છે. બુધવારે સરકારની કેબિનેટ બેઠક બાદ આ એસઓપી જાહેર થવાની હતી, પરંતુ તેના એક દિવસ અગાઉ જ રાયમાંથી નકલી પીએમ જેએવાય યોજના કાર્ડનું નવું કૌભાંડ સામે આવતા સરકાર મુંઝાઇ છે. આ કારણસર બુધવારે જાહેર થનારી એસઓપીનું કામ અટવાઇ ગયું છે. હવે સરકાર નવેસરથી તમામ મુદ્દા આવરી લઇને એસઓપી જાહેર કરશે.
બુધવારે એસઓપી જાહે૨ થાય તેવી અમારી ઇચ્છા હતી, પણ એનું લગભગ અંતિમ તબક્કામાં કેટલુંક કામ બાકી છે, કાર્ડ કાઢવાથી માંડીને સારવારનું બિલ ચૂકવાય ત્યાં સુધી ગેપ એનાલિસિસ કરી, કોઇ ખોટો લાભ ન લઇ જાય તે માટે એસઓપી બનાવવાનું નક્કી કયુ છે, એમ્પેનલ્ડ હોસ્પિટલોનું ગ્રેડેશન, સ્ટાફની કામગીરી ઇન્શ્યોરન્સ કંપનીની કામગીરી સહિતના કામ ચાલી રહ્યાં છે. તેમ ઋષિકેશ પટેલ, આરોગ્ય મંત્રીએ પત્રકાર પરિષદમા જણાવેલ હતુ.
નવી એસઓપીમાં વીમા કંપનીઓ અને તપાસ એજન્સી સહિતના મુદ્દાઓ આવરી લેવાશે હૃદયરોગ સારવારનું વીડિયો રેકોડિગ કરવાનું ૨હેશે, આ માટેના નિષ્ણાતો ફુલટાઇમ સેવા આપતા હોવા જોઇએ, સ્ટેન્ટ સહિતના મેડિકલ ઇમ્પ્લાન્ટસનું ચેકિંગ કરાશે કેન્સરની સારવારમા ટુમર બોર્ડનુ પ્રમાણપત્ર જરી રહેશે, શક્રક્રિયાના પુરાવા અને બાયોપ્સી સરકારી સંસ્થામાં કરાવવાની રહેશે.એસઓપી બનાવ્યા બાદ તેનું અમલીકરણ વાસ્તવિકતાના ધોરણે થઇ શકશે છે કે કેમ તેને લઇને પણ કેટલાંક પ્રશ્નો સર્જાયાં છે તેથી એકાદ સાહનો સમય લાગી શકે છે.
એમ્પેનલ્ડ દવાખાનાઓ મા જરી તબીબો અને નિષ્ણાતો તેમજ નસિગની ઉપલબ્ધતા તથા હોસ્પિટલ માટે જરી યોગ્ય ધારાધોરણ હોવા જોઇએ.બાળરોગ ની સારવારમા નિયોનેટલ આઇસીયુમાં સીસીટીવી કેમેરા લગાવેલા હોવા જોઇશે, સારવાર માટેની જરિયાતનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે કિડની–મૂત્રમાર્ગના રોગ રોગની ચકાસણી સરકારી
વીમા કંપનીઓ સાથે કલેઇમ મેનેજમેન્ટ માટે આવતી વીમા કંપનીઓની પણ જવાબદારી નક્કી કરાશે જેમાં તેઓએ અલગ–અલગ સ્તરે દાવાની ચકાસણી કરવાની રહેશેઆ માટે હોસ્પિટલમાંથી પ્રમાણિત કરાવવાની રહેશે.અધિકારીઓ અને જિલ્લ ા કક્ષાના મેડિકલ વહીવટી સંચાલન રાયના આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ વખતોવખત ચકાસણીની જવાબદારી અપાશે.
આ તમામ બાબતોને આવરી લેતી નવી એસોપી તૈયાર કરવામાં આવી રહી છે આગામી એક સાહ બાદ એસોપી જાહેર થાય તેવી શકયતા જોવાય રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech