બનાસકાંઠાના ચકચારી મફાભાઈ પટેલ મર્ડર કેસમાં વોન્ટેડ બે આરોપીઓ રાજકોટ છુપાવવા માટે આવ્યા હોય દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંનેને ઝડપી લીધા હતા. આ શખસોની અંગજડતી લેતા એક પિસ્તોલ પણ મળી આવી હતી. ઝડપાયેલા આ બંને શખસો બનાસકાંઠાના ચકચારી હત્યા ઉપરાંત ભરૂચમાં બે એટીએમ ચોરીના ગુનામાં પણ વોન્ટેડ હતા. જ્યારે નંદુબારમાં એટીએમ ચોરીમાં પણ આ બેલડીની સંડોવણી ખુલી હતી. બંને આરોપીઓને આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ ડામોર, સી.એચ.જાદવની રાહબરીમાં પીએસઆઇ એમ.કે.મોવાલીયા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એએસઆઇ રણજીતસિંહ પઢારીયા, અશોકભાઈ કલાલ અને હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ દાફડા, કોન્સ. રામશીભાઇ કાળોતરાને એવી બાતમી મળી હતી કે, બનાસકાંઠાના ચકચારી મફાભાઈ પટેલ મર્ડર કેસમાં વોન્ટેડ બે આરોપીઓ હાલ રાજકોટમાં આવ્યા છે જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે હનુમાન મઢી પાસે રંગ ઉપવન સોસાયટીના ગેટ નજીકથી મર્ડર કેસમાં વોન્ટેડ બંને આરોપીઓ ધર્મેશ ઉર્ફે કાળુ ઉર્ફે સૂર્યા ઉર્ફે સુરજ ઉર્ફે દેવો ઉર્ફે દેવેન્દ્ર અંબારામ ઉર્ફે વાલજી જેજરીયા (ઉ.વ 25 રહે.લીંબડી) તથા સમાધાન ઉર્ફે અધિકારી ઉર્ફે જીગર આનંદસિંગ ગીરાસે (ઉ.વ 27 રહે. અમલનેર, જલગાવ, મૂળ ધૂલે,મહારાષ્ટ્ર)ને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લીધા હતા.
પોલીસે જણાવ્યું હતું કે, વર્ષ 2021 ની સાલમાં લીંબડીમાં મુસ્લિમ યુવકની હત્યા થઈ હતી જેમાં આરોપી ધર્મેશ રૂપે કાળુની ધરપકડ કરવામાં આવી હતી બાદમાં તેને સાબરમતી જેલહવાલે કરાયો હતો જ્યાંથી ગઈ તારીખ 10/1/2023 થી 18/1/2023 સુધી વોચગાળાના જામીન મળ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. વર્ષ 2024માં બનાસકાંઠા જિલ્લામાં મફાભાઈ પટેલનું મર્ડર થયું હતું જેમાં અનિલ કાઠી ગેંગના શૂટર તરીકે સાબરમતી જેલમાંથી ફરાર ધર્મેશ ઉર્ફે કાળુ અને સમાધાન ઉર્ફે અધિકારીની સંડવણી ખુલી હતી. આ બંને આરોપીઓ મર્ડર કેસમાં વોન્ટેડ હતા બાદમાં આ બંને આરોપીઓએ ભરૂચના વાગરા પોલીસ મથક તેમજ દહેજ પોલીસ મથકની હદમાં એટીએમમાંથી ચોરી કરી હતી. જે બંને ગુનામાં પણ વોન્ટેડ હતા. આ ઉપરાંત મહારાષ્ટ્રના નંદુબારના ઉપનગર પોલીસ સ્ટેશનની હદમાં એટીએમમાંથી રૂપિયા 26.23 લાખની ચોરી કરી હતી જેમાં પણ બંનેની સંડોવણી ખુલી હતી. જે ગુનામાં ભેદ ઉકેલાઈ ગયો છે. આરોપી ધર્મેશ સામે લીંબડી ઉપરાંત બનાસકાંઠામાં હત્યાનો ગુનો જ્યારે અન્ય આરોપી સમાધાન સામે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં હત્યા, હત્યાની કોશિશ અને દારૂ સહિતના પાંચ ગુના નોંધાઈ ચૂક્યા છે.
પોલીસે વિશેષમાં જણાવ્યું હતું કે, આરોપી ધર્મેશ ઉર્ફે કાળુ રત્નકલાકાર હોય અગાઉ સુરતમાં તે હીરાઘસુ તરીકે નોકરી કરતો હતો હાલમાં બંને વોન્ટેડ હોય પોલીસથી બચવા માટે અલગ અલગ સ્થળોએ છુપાઈને રહેતા હતા. દરમિયાન તે રાજકોટમાં છુપાવવા માટે આવ્યા હતા ત્યાં જ બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચે બંનેને ઝડપી લીધા હતા. આરોપીઓ અન્ય કોઈ ગુનાને અંજામ આપવાના હતા કે કેમ? સહિતની બાબતો અંગે તપાસ કરવા આજરોજ બંનેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
આ કામગીરીમાં ક્રાઇમ બ્રાંચના ઉચ્ચ અધિકારીઓની રાહબરી હેઠળ હેડ કોન્સ. વિજયરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા,સુભાષભાઇ ઘોઘારી,કોન્સ. તુલસીભાઇ ચુડાસમા, રમેશભાઇ માલકીયા અને સંજયભાઇ ખાખરીયા સાથે રહ્યા હતાં.
લીંબડી હત્યામાં વળતો ઘા થવાની દહેશતથી હથિયાર સાથે રાખ્યું’તુ
કુખ્યાત બેલડીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લઇ તેમની અંગઝડતી લેતા તેમની પાસેથી દેશી બનાવટની પિસ્ટલ મળી આવી હતી. આ બાબતે ધર્મેશ ઉર્ફે કાળુએ પોલીસ સમક્ષ એવું રટણ કર્યું હતું કે, તેણે લીંબડીમાં છેડતી બાબતે મુસ્લિમ યુવકની હત્યા કરી હતી. મૃતકના પરિવારજનો હત્યાનો બદલો લેશે તેવી દહેશત હોય જેથી તેણે તેના માસીયાઇ ભાઈ લાલા પાસેથી આ હથિયાર ખરીદ્યું હોવાનું અને પોતાની સાથે રાખ્યું હોવાનું રટણ કર્યું હતું.
અનીલ કાઠી ગેંગ સોપારીના ૧૦ લાખ લેતી
પોલીસે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરતમાં કાર્યરત અનીલ કાઠી ગેંગે સંખ્યાબંધ ગુનાઓને અંજામ આપ્યો છે.આ ગેંગ અલગ અલગ સ્થળોઓેથી શુટરની ગેંગમાં ભરતી કરતી.સોપારી માટે ૧૦ અથવા તેથી વધુ રકમ લેતા હતા.
રાજકોટમાં કોને મળ્યા આવ્યા’તા? તપાસ
ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે,આ બંને શુટર રાજકોટમાં અંડર ગ્રાઉન્ડ થવા માટે આવ્યા હતા.અહીં આવી તે મજુરીકામે લાગી જવાના હતા.અહીં આવ્યા બાદ તે કોઇ સ્થાનિકને મળ્યા પણ હતા અને તે તેને કામ પર રખાવી દેવાનો હોય ત્યારે આ સ્થાનિક શખસ કોણ તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પધાર્યા સંત નવોદિત વંશાચાર્ય પંથ શ્રી ઉદીતમુની નામ સાહેબ
April 02, 2025 01:03 PMવકફ સુધારા બિલના સમર્થનમાં ઉતરી મુસ્લિમ મહિલાઓ, કહ્યું 'મોદીજી, તમે લડો... અમે તમારી સાથે છીએ'
April 02, 2025 01:00 PMજામનગરના હાપા યાર્ડ ખાતે ધાણાંની મબલક આવક, યાર્ડ સેક્રેટરીએ વિગતો આપી
April 02, 2025 12:59 PMલોકસભામાં વક્ફ બિલ રજૂ થતા વિપક્ષનો હોબાળો, કહ્યું, આ કાયદો દેશમાં થોપી બેસાડવા માંગો છો
April 02, 2025 12:56 PMઆ રાશિના લોકોને આર્થિક લાભ મળશે, વિરોધ પક્ષ સક્રિય રહેશે, દલીલો અને વિવાદોથી દૂર રહેવું
April 02, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech