સેરેમનીને એન ઈવનિંગ એવરલેન નામ અપાયું: લકઝરીબસ, કારનો કાફલો: હાલારની મોટા ભાગની હોટલો બુક: બીલ ગેટ્સ, અજય દેવગન, ધોની, તેંદૂલકર, કરીના કપુર, દીપીકા પદુકોણ, આમિરખાન, રણવીરસિંગ, રસીદખાન, ઈવાનકા ટ્રમ્પ સહિતના અનેક વીવીઆઈપીઓનો કાફલો સેરેમનીમાં જોડાયો
રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની લગ્ન સેરેમનીનો ત્રિદીવસીય કાર્યક્રમ ગઈકાલથી શરુ થયો હતો, ભવ્ય પ્રિ-વેડીંગ સેરેમનીમાં વિશ્ર્વના ટોંચના ઉદ્યોગપતિઓ, ફિલ્મસ્ટારો સહિતનો કાફલો જામનગર આવી પહોંચ્યો હતો અને આ તમામને લકઝરિયસ કારમાં મોટી ખાવડી મોકલાયા હતાં. જામનગરનું ઍરપોર્ટ વિશ્ર્વમાં ગૂંજી ઉઠ્યું છે ત્યારે હજુ બે દિવસ ચાલનારા સેરેમનીમાં અતિ આધુનિક એસટી ટેન્ટ બનાવાયા છે અને મહેમાનોને ભાત-ભાતના ભોજનિયા પીરસવામાં આવી રહ્યાં છે.
હૉલિવૂડની હસ્તીઓને જોવા માટે ઍરપોર્ટ પર જમાવડો થયો હતો. માઈક્રોસોફટના બિલ ગેટ્સ ફેસબૂકના સીઈઓ ઝૂકરબર્ગ, તેમના પત્ની પીશીલ્લા, સલમાનખાન, અર્જુન કપુર, બોની કપુર, જહાનવી, રાની મુખર્જી, પૂર્વ મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે, તેજસ ઠાકરે, રાજ ઠાકરે, માનુસી છિલ્લર, રણબીર કપુર, આલિયા ભટ્ટ, નીતુસિંગ, શાહરુખખાન, માધુરી દિક્ષિત, ડૉ.નેને, આર્યન, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, રણબીરસિંગ, બ્રેવો, સૂર્યકુમાર યાદવ, ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાના, સચીન તેંદૂલકર, અંજલિ તેંદૂલકર, સારા તેંદૂલકર, રાસિદખાન, સાનિયા નહેવાલ, ડેવીડ બ્લેન, રોહિત શર્મા પત્ની રીતિકા, મનિષ મલ્હોત્રા, સુનિલ સેટ્ટી, કે.એલ. રાહુલ, આથિયા, જાણીતા સદ્ગુરુ જગ્ગી વાસુદેવ, અજય દેવગન અને તેમની પુત્રી, શ્રદ્ધા કપુર, અનન્યા પાંડે, ઓરી, જાણીતી ગાયીકા રેહાના સહિતની હસ્તી હાજર રહી હતી.
આ ઉપરાંત કે.પી.સિંગ, બૉબ કુડલે, મુરે ઓચિન કલોસ, પી.એમ. પ્રસાદ, રિતેશ-જેનેલિયા, અક્ષયકુમાર, આમિરખાન, અનિલ-ટીના અંબાણી, મનજીત હિરાની, રાજકુમાર હિરાની, કરિશ્મા કપુર, સૈફ અલી ખાન, કરીના કપુર, સિદ્ધાર્થ મલ્હોત્રા, કયારા અડવાણી, અનિલ કપુર, દીશા પટ્ટણી, ખુશી કપુર સહિતના અનેક દિગ્ગજો જોડાયા હતાં.
***
ટાઉનશીપમાં અતિ આધુનિક એસટી ટેન્ટ સહિતની સુવિધા
મોટી ખાવડી ખાતે શરુ થયેલાં અનક-રાધિકાના પ્રિ-વૅડિંગમાં અત્યંત આધુનિક વેઈટીંગ ઍરિયા, બૅડરુમ, ચેન્જ રુમ અને આધુનિક એસી ટેન્ટ, કૉફી ટેબલ, સોફા, કૉફી મશીન, ટીવી સહિતની સુવિધા ટાઉનશીપમાં ઉભી કરવામાં આવતાં મહેમાનો પણ ખૂબ જ ખુશ થયાં હતાં.
***
સ્ટાર ક્રિકેટરો પણ અંબાણી પરિવારના મહેમાન બન્યા
ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત-રાધિકા મર્ચન્ટ ના પ્રી વેડિંગ સેરેમની ના ત્રી દિવસિય સમારોહનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે મુંબઈ ઇન્ડિયન ક્રિકેટ ટીમના ક્રિકેટ ખેલાડીઓ તેમજ ભારતીય સ્ટાર ખેલાડીઓનું પણ આ પ્રિ વેડિંગ સેરેમની ના મહેમાન બનવા માટે જામનગરના એરપોર્ટ પર આગમન થયું હતું, અને તમામ ક્રિકેટ ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય લેજેન્ડરી ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકર કે જેઓ મુંબઈ ઈન્ડિયન્સ ની ટીમ સાથે વર્ષોથી જોડાયેલા છે, જેઓનું એરપોર્ટ પર આગમન થતાં જ અનેક જામનગરવાસીઓ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, અને એરપોર્ટ પર સચિન સચિન ના નારા ગુંજયા હતા. દિગગજ ક્રિકેટ ખેલાડી મહેન્દ્રસિંહ ધોની પોતાના પત્ની સાક્ષી, રોહિત શર્મા, ઝહીરખાન, સૂર્યકુમાર યાદવ કે જેઓ મુંબઈ ઇન્ડિયન સાથે જોડાયેલા છે તેઓ પોતાના પરિવાર સાથે આવી પહોંચ્યા હતા. ઉપરાંત ઈશાન કિશન, વેસ્ટ ઈન્ડિઝ ના ખેલાડી અને મુંબઈ ઇન્ડિયન સાથે જોડાયેલા ડવેઇન બ્રેવો, અફઘાનિસ્તાનના ખેલાડી અને મુંબઈ ઇન્ડિયન સાથે જોડાયેલા રાસિદખાન વગેરે પણ પ્રિ વેડિંગ સેરેમની ના મહેમાન બન્યા હતા.
***
જામનગરનું એરપોર્ટ ઇન્ટરનેશનલ બન્યું
જામનગરના એરપોર્ટ પર અંબાણી પરિવારને ત્યાં યોજાયેલા લગ્ન પ્રસંગ ને અનુરુપ પ્રિ વેડિંગ સેરેમનીના સમારોહમાં હાજરી આપવા માટે બોલીવુડના અનેક તારલાઓનું આગમન થઈ ગયું હતું, અને સંખ્યાબંધ ફ્લાઇટ મારફતે મોટી સંખ્યામાં બોલીવુડના દિગ્ગજ સિતારાઓ આવી પહોંચ્યા હતા, ઉપરાંત કેટલાક વિદેશી કલાકારો પણ આવી પહોંચ્યા હતા, ત્યારે જામનગર નું એરપોર્ટ એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બની ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. જામનગરના એરપોર્ટ પર કાલે વહેલી સવારથીજ સીને તારલાઓ નો જમાવડો જોવા મળી રહ્યો હતો, અને એક પછી એક દિગ્ગજ કલાકારો જામનગરના એરપોર્ટ પર ચાર્ટર પ્લેન મારફતે ઉતરાણ કરી રહેલા જોવા મળ્યા હતા. જેમાં કેટલાક કલાકારો તો પોતાના પરિવાર સાથે પણ આવી પહોંચ્યા હતા. જામનગરના એરપોર્ટ પર એકી સાથે આટલા બધા બોલીવુડ સ્ટાર ની હાજરી જોઈને જામનગર વાસીઓ પણ અચંબીત બન્યા હતા, અને સિને તારલાઓના અનેક સમર્થકો એરપોર્ટ પર બહોળી સંખ્યામાં કલાકારોની એક ઝલક જોવા માટે વહેલી સવારથી સમગ્ર દિવસ દરમિયાન જોવા મળ્યા હતા, અને પ્રત્યેક કલાકારો ની હાજરી સમયે તેઓના હુલામણા નામથી બોલાવીને સર્વે કલાકારો ને જામનગર વાસીઓએ આવકાર્યા હતા. જે તમામ કલાકારોને એરપોર્ટ પર ઉતર્યા પછી મીઠાં મોઢા કરાવાયા હતા, અને રિલાયન્સ કંપની દ્વારા હાજર રખાયેલી જુદી જુદી વૈભવી કારમાં તમામને મોટી ખાવડી રિલાયન્સ ગ્રીન તરફ રવાના કરવામાં આવ્યા હતા.
***
અનંત અંબાણી-રાધીકા મર્ચન્ટની મેરેજ સેરેમનીમાં મોડી રાત્રે મહાનુભાવો જોડાયા
મોટી ખાવડી ખાતે દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધીકા મર્ચન્ટની પ્રિ-વેડીંગ સેરેમની મોડી રાત સુધી ચાલી હતી, દેશ-વિદેશના જાણીતા ઉદ્યોગપતિઓ, ક્રિકેટરો, ગાયકો, રાજકીય અગ્રણીઓ, બોલીવુડની જાણીતી હસ્તીઓએ પાર્ટીમાં મોજ માણી હતી અને તમામનું અંબાણી પરિવાર દ્વારા હરખભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, આ પાર્ટીમાં જાણીતી ગાયીકા રેહાનાએ પરર્ફોમન્સ કરીને તમામના દીલ ડોલાવ્યા હતાં, ઉપરાંત સદગરુ જગી વાસુદેવ, મુકેશ અંબાણી, નિતા અંબાણી, મહેન્દ્રસિંઘ ઘોની, સાક્ષી ધોની, ઇવાંકા ટ્રમ્પ, ડી.જે.બ્રાવો, અજય દેવગન અને તેના પુત્ર, અજયકુમાર, સેફઅલી ખાન, કરીના કપુર અને તેના પુત્ર, માર્ક ઝુકરબર્ગ, પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલ, અદાર પુનાવાલા સહિતના અનેક અગ્રણીઓ નજરે પડયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMકાલાવડ ભાજપ દ્વારા સંગઠન પર્વ 2024 અંતર્ગત બુથ સમિતિની રચના માટેની કાર્યશાળા યોજાય
November 14, 2024 06:32 PMજામનગર: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટના શર્મનાક, મળતીયાઓને ફાયદો કરવા માટે કારસો
November 14, 2024 06:25 PMભાણવડ પોલિસ સ્ટેશનના બરડા ડુંગરમાં આવેલ ધ્રામણીનેશમાં દેશીદારૂ ગાળવાની ભઠ્ઠી ઉપર દરોડા
November 14, 2024 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech