મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દિકરા અનંત અંબાણી પોતાની લાઈફના નવા ચેપ્ટરને શરૂ કરવા જઈ રહ્યા છે. તે રાધિકા મર્ચન્ટ સાથે આ વર્ષે જુલાઈમાં લગ્નના બંધનમાં બંધાશે . પરંતુ આ પહેલા તેમનું ગ્રાન્ડ પ્રી-વેડિંગ ફંક્શન યોજાશે.જેની તૈયારી ઓ પૂર્ણ કરી દેવયી છે અને સીને કલાકારોને પહોચતા કરી દેવાયા છે.અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ હાલ પોતાના બીજા પ્રી-વેડિંગ ફંક્શનને લઈને ચર્ચામાં છે. આ બન્ને જુલાઈમાં લગ્નના બંધનમાં બંધાવાના છે.આ બન્નેનું પ્રી-વેડિંગ ફ્રાન્સમાં થશે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન સાઉથ ફ્રાન્સમાં ક્રૂઝ શિપ પર યોજાવા જઈ રહ્યું છે. આ પ્રી-વેડિંગ ફંક્શનમાં 800 થી વધુ વિવિઆઈપી મહેમાનો હાજરી આપશે. જે ક્રૂઝ પર પ્રી-વેડિંગ ફંક્શન યોજાવા જઈ રહ્યા છે તેનું નામ સેલિબ્રિટી એસેન્ટ છે, જે માલ્ટામાં બનેલ છે.સેલિબ્રિટી એસેન્ટ 90 કરોડ ડોલર અથવા 7475 કરોડ રૂપિયામાં તૈયાર કરવામાં આવી છે. સાથે જ તે 5-સ્ટાર સુવિધા સાથેનો ફ્લોટિંગ રિસોર્ટ છે.આ ક્રુઝમાં વધુમાં વધુ 3950 મુસાફરો મુસાફરી કરી શકશે. 327 મીટર લાંબા અને 39 મીટર પહોળા ક્રૂઝ શિપમાં 17 ડેક છે, જેમાં સનસેટ બાર અને પૂલ ડેકનો સમાવેશ થાય છે.આ ક્રુઝ પર 1 લેપ પૂલ, 2 હોટ ટબ પૂલ અને ક્રૂઝ પર વૉકિંગ-જોગિંગ માટે એક ટ્રેક પણ છે. ક્રૂઝમાં પેન્ટહાઉસ સ્યુટમાં બેડરૂમ, ડ્રેસિંગ રૂમ, લિવિંગ એરિયા અને ડાઇનિંગ એરિયા પણ છે. આપને જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ તેમના પુત્રના પ્રથમ પ્રી-વેડિંગ ફંક્શનમાં 1259 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. હવે એ વિચારવા જેવું છે કે તે બીજા પ્રી-વેડિંગ પાછળ કેટલો ખર્ચ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના શપથ ગ્રહણમાં જોવા મળ્યો આતંકી પન્નુ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા, જુઓ વાઇરલ વીડિયો
January 22, 2025 10:10 AMPD Champions Trophy: ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો, ઇંગ્લેન્ડ 79 રનથી હરાવ્યું
January 21, 2025 09:41 PMOne Nation One Election: વન નેશન વન ઈલેક્શન પર JPC ની બીજી બેઠક 31 જાન્યુઆરીએ યોજાશે
January 21, 2025 07:56 PMટ્રમ્પે શપથ લેતાની સાથે જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી મોકલી શકાય છે પરત
January 21, 2025 07:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech