અનંત અંબાણી 12 જુલાઈના રોજ મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. આ પહેલા તેમના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. આજે (5મી જુલાઈ) તેમની સંગીત નાઈટ છે જેમાં ઘણા સેલેબ્સ પહોંચ્યા છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. જેમાં અર્જુન કપૂર, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, સ્ટેબિન બેન અને શિખર પહાડિયા સહિત ઘણા સ્ટાર્સે આ ફંક્શનમાં પહોચ્યા હતા.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે તેમની સંગીત નાઈટના પેપ્સને ખૂબ પોઝ આપ્યા હતા. સંગીત રાત્રિ માટે રાધિકાએ ગોલ્ડન કલરના ઓફ શોલ્ડર ટોપ સાથેનો લહેંગા પસંદ કર્યો હતો. ગોલ્ડન વર્કવાળા બ્લેક સૂટમાં અનંત પણ અદ્ભુત લાગતો હતો.
આ દરમિયાન આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બ્લેક કલરમાં ટ્વિનિંગ કરતા જોવા મળ્યા હતા. આલિયા બ્લેક ફિશ કટ લહેંગામાં જોવા મળી હતી, જ્યારે રણબીર બ્લેક શેરવાનીમાં ડેશિંગ દેખાઈ રહ્યો હતો.
સારા અલી ખાન અનંત-રાધિકાની સંગીત રાત્રિમાં 'ગોલ્ડન મરમેઇડ' બનીને પહોંચી હતી. તે ગોલ્ડન કલરના ચમકદાર ફિશ કટ લહેંગામાં જોવા મળી હતી.
અર્જુન કપૂર તેની બહેન અંશુલા કપૂર સાથે અનંત-રાધિકાની સંગીત સેરેમનીમાં પહોંચ્યો હતો. આ દરમિયાન અભિનેતા બ્લેક કુર્તામાં જોવા મળ્યો હતો. અંશુલા બ્લુ કલરના ડ્રેસમાં જોવા મળી હતી.
એમએસ ધોની પણ પત્ની સાક્ષી સાથે મ્યુઝિક નાઈટનો ભાગ બન્યો હતો. આ દરમિયાન ક્રિકેટર ઓફ વ્હાઇટ કુર્તામાં જોવા મળ્યો હતો. સાક્ષી પણ ગોલ્ડન લહેંગામાં શાનદાર લાગી રહી હતી.
સંગીત સેરેમનીમાં અભિનેત્રી અનુષા દાંડેકરે પણ હાજરી આપી હતી. તે બ્લુ કલરની સાડીમાં જોવા મળી હતી.
અમીષા પટેલ પણ અનંત-રાધિકાના સંગીત સમારોહમાં હાજરી આપવા આવી હતી. ફંક્શનમાં તે ગ્રીન જ્વેલરી સાથે ગોલ્ડન લહેંગા પહેરેલી જોવા મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના દરિયામાંથી ૫૦૦ કરોડનું ડ્રગ્સ પકડાયું
November 15, 2024 03:13 PMટ્રેકટર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા મહિલાનું સ્થળ પર કરૂણ મોત
November 15, 2024 03:10 PMમાર્ગો પર વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમપી ઢોરનો ત્રાસ યથાવત
November 15, 2024 03:09 PMસિહોરના ટાણા ગામે તળાવમાં છવાયું ગાંડી વેલનું સામ્રાજ્ય, ગંદકીના ગંજ
November 15, 2024 03:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech