ઠેબા ચોકડી પાસે વાહન અકસ્માતમાં અજ્ઞાત યુવાનનું મોત

  • November 02, 2023 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓળખ માટે પોલીસની તપાસ : ઇનોવા ગાડીચાલક સામે ફરીયાદ

જામનગરના ઠેબા ચોકડી પાસે અકસ્માત થતા અજાણ્યા યુવાનનું મૃત્યુ નિપજતા પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો લઇ ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. દરમ્યાન ઇનોવા ગાડીના ચાલક સામે ફરીયાદ દાખલ કરી તપાસને આગળ ધપાવી છે.
ઠેબા ચોકડી પાસે વાહન અકસ્માત થતા આશરે ૨૫ થી ૩૫ વર્ષના અજાણ્યા યુવાનનું મૃત્યુ થયુ હતું, પંચકોશી-બી ડીવીઝન પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો લઇ મૃતકના વાલી વારસ સબંધે તપાસ આગળ વધારી હતી, કોઇને આ અંગે જાણ થાય તો પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.
દરમ્યાનમાં જામનગરના કૃષ્ણનગર શેરી નં. ૨માં રહેતા વિવેક રણછોડભાઇ કવાડ નામના યુવાને પંચ-બીમાં ઇનોવા ગાડી નં. જીજે૧૦સીએન-૫૦૩૬ના ચાલક ગૌરવભાઇની સામે ફરીયાદ નોંધાવી હતી.
ગઇકાલે ઠેબા ચોકડીથી ખીજડીયા તરફ જતા રોડ પર ઇનોવાના ચાલકે પુરઝડપે ચલાવતા ગાડીનું ટાયર ફાટયુ હતું આથી સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી રોડ પર જઇ રહેલા અજાણ્યા માણસને ઠોકર મારી માથામાં ગંભીર ઇજા પહોચાડી મોત નિપજાવ્યુ હતું તથા ફરીયાદીને મુંઢ ઇજા કરી હતી. આ ફરીયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application