ફોરેસ્ટ ખાતાની ઓફિસ સામે રોડ પરથી એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળ્યો

  • August 12, 2024 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ફોરેસ્ટ ઓફિસ પાસેના રોડ પરથી એક આજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવતાં પોલીસે તેનો કબજો સંભાળી ઓળખ માટેની કાર્યવાહી હાથ ધરી છે.


જામનગરમાં નાગનાથ ગેઇટ નજીક મહેશ્વરી નગરમાં રહેતા અને રીક્ષા ચલાવતા ખેંગારભાઈ મૂળજીભાઈ ચાવડા નામના રીક્ષા ચાલકે પોલીસને જાણ કરી હતી, કે ફોરેસ્ટ ખાતાની ઓફિસ સામે રોડ પર ૫૫ થી ૬૦ વર્ષની વયના એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ પડ્યો છે.


જે માહિતીના આધારે સીટી બી. ડિવિઝનના પીએસઆઇ કે. એન. જાડેજા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહના કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે તેની ઓળખ કરવા માટે મૃતદેહને જી.જી. હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application