માધાપર ચોકડીએ ઓવરબ્રિજની નીચે બનશે અન્ડરબ્રિજ

  • October 19, 2023 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરની ભાગોળે વોર્ડ નં.3માં માધાપર ચોકડીએ તાજેતરમાં લોકર્પિત થયેલા ઓવરબ્રિજની બરાબર નીચે અન્ડરબ્રિજ બનાવવા ચર્ચા વિચારણા શરૂ કરાઇ છે. દરમિયાન આ મામલે આજે મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટિ મિટિંગ રૂમમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને ઇજનેરો તેમજ પદાધિકારીઓની એક સંયુક્ત મિટિંગ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને મળી હતી.


વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી માધાપર ચોકડીએ અન્ડરબ્રિજ બનાવવા વિચારણા ચાલી રહી હતી દરમિયાન તાજેતરમાં સાંસદ મોહનભાઇ કુંડારિયાએ આ મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની રૂબરૂ મુલાકાત લઈને વિસ્તૃત ચર્ચા કરતા ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. જેથી અહીં અન્ડરબ્રિજ બનાવવા આયોજન કરવા આજે મહાપાલિકા અને પીડબ્લ્યુ વિભાગના અધિકારીઓની મિટિંગ યોજાઇ હતી. અહીં અંડરબ્રિજ પ્રોજેકટમાં માધાપર ચોકડીનું બીઆરટીએસ બસ સ્ટોપ નડતરરૂપ બને તેમ હોય તે દૂર કરાશે.
દોઢસો ફુટ રીંગ રોડ પર ગોંડલ ચોકડીથી માધાપર ચોકડી સુધીમાં હાલ કુલ 8 બ્રીજ છે અને હવે માધાપર ચોકડીએ 9મો બ્રીજ બનશે. સૌપ્રથમ ગોંડલ ચોકડીએે બનાવાયેલ બ્રીજ ત્યારબાદ મવડી ચોકડીનો બ્રીજ, નાનામવા ચોકડીએ બ્રીજ, કેકેવી ચોકના બે બ્રીજ, રયા ચોકડીનો બ્રીજ, રામાપીર ચોકડીનો બ્રીજ, માધાપર ચોકડીએ બનાવેલ ઓવરબ્રીજ અને હવે ઉપરોકત અન્ડરબ્રીજ તેમ મળીને દોઢસો ફુટ રીંગ રોડ પર કુલ 9 બ્રીજ થશે.


ગાંધી સોસાયટીના અસરગ્રસ્તો સાથે પણ મનપામાં મિટિંગ યોજાઇ
માધાપર ચોકડી નજીક આવેલી ગાંધી સોસાયટીના અસરગ્રસ્તો સાથે પણ આજે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ હતી. અહીં જંત્રી ભાવથી બમણું વળતર આપવા મુદ્દે ચર્ચા કરાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application