સ્પ્ત સંગીતિ–૨૦૨૫ દ્રારા શાીય સંગીતમાં તરબોળ થવાનો અવસર
રાજકોટ જ નહી પણ હવે ગુજરાતની શાન ગણાતા અને રાષ્ટ્ર્રીય કક્ષા એ પ્રચલિત થયેલ એવા નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્રારા યોજવામાં આવતા સસંગીતિ સંગીત સમારોહ છેલ્લ ા ૦૮ વર્ષેાથી સંગીતપ્રેમીઓ અને કલાની પારખુ જનતાને હિન્દુસ્તાની શાક્રીય સંગીતથી તરબોળ કરી રહેલ છે. આ મચં ઉપર શ્રોતાઓને દેશના નામાંકિત કલાકારો સાથે દેશના વિવિધ ભાગોમાંથી આવતા ઉભરતા યુવા કલાકારોને પણ કલા રજુ કરવાની, તેમજ શાક્રીય સંગીત શીખતા વિધાર્થીઓને કલાકારોને મળવાની તેમજ શીખવાની સુવર્ણ તક આપે છે. હાલ આગામી તા.૨થી ૮ દરમિયાનદ સસંગીતિ–૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે.
જાન્યુઆરી ૨થી ૮, ૨૦૨૫ દરમિયાન આયોજીત આ સમારોહમાં તા.૨ જાન્યુઆરીના રોજ અમદાવાદમાં યોજાતા સક સંગીત સમારોહના સ્થાપક અને સંચાલક તથા સ સંગીતિના માર્ગદર્શક સ્વ. વિદુષી મંજુબેન મહેતાનું તાજેતરમાં અવસાન થયેલ છે તેમને શ્રદ્ધાંસુમન અને અંજલી અર્પણ કરવામાં આવશે. જેમાં સક સ્કૂલ ઓફ મ્યુઝિકના વિદુષી મંજુબહેનના આઠ શિષ્યોનું વૃંદ સિતારવાદન, સંતુરવાદન અને તબલાવાદન પ્રસ્તુત કરશે અને તેમના ગુ વિદુષી મંજુબહેન મહેતાને ભાવાંજલિ આપશે. તા.૩ જાન્યુઆરીને બીજે દિવસે કાર્યક્રમના પ્રથમ ચરણમાં પતિ–પત્નીની જોડી એવા નંદીની શંકર અને મહેશ રાઘવનનું વાયોલીન અને આઇપેડ ડુઓ માણવા મળશે. પ્રખ્યાત વાયોલિન વાદિકા ડો.એન રાજમ જીના પૌત્રી નંદિની શંકર વાયોલિન પર હિન્દુસ્તાની શાક્રીય સંગીત અને યુઝન મ્યુઝિક રજૂ કરશે. તેણીએ ફકત ત્રણ વર્ષની ઉંમરે સંગીતની તાલીમ મેળવવાનું શ કયુ અને માત્ર આઠ વર્ષની ઉંમરે જાહેર કાર્યક્રમ આપવાની શઆત કરી હતી. તેણીએ યુ.એસ.એ, કેનેડા, જર્મની અને ન્યુઝીલેન્ડ વગેરે દેશો કલા પ્રસ્તુત કરી છે. તેણી ભારતના પ્રથમ ઓલ ગર્લ બેન્ડ સખીના કલાકાર રહી ચૂકયા છે. હાલમાં તેઓ નિયમિત રીતે મહેશ રાઘવનજી સાથે પણ વાયોલિન જુગલબંદી કરી રહ્યા છે. આ ઉપરાંત તેમના નાનીમા, માતુશ્રી અને બહેન રાગીની સાથે મળીને થ્રી જનરેશનસ ઓફ વાયોલિનના અનેક કાર્યક્રમમાં કલા પ્રસ્તુત કરેલી છે. તેમની સાથે તેમના પતિ અને સાઉથ ઈન્ડિયામાં એક આયકોનિક કલાકાર તરીકે નામના ધરાવનાર મહેશ રાધવન આઈપેડમાં સાથ આપશે. મહેશ રાધવન કર્ણાટકી અને હિંદુસ્તાની બન્ને શાક્રીય સંગીત શૈલી સાથે યુઝન સંગીતમાં પણ મહારથ ધરાવે છે. તેમણે એમ.એસ.સી ઈન ડિજીટલ કમ્પોઝીશન એન્ડ પર્ફેાર્મન્સનો અભ્યાસ યુ.કે.થી કરેલો છે. તેમણે રંજની–ગાયત્રી, અણા સાઈરામ, ઉન્નીક્રીશનન તથા એમ.બી. સુબ્રમણ્યમ જેવા કલાકારો સાથે કલા પ્રસ્તુતિ કરી છે. અત્રે ઉલ્લ ેખનીય છે કે આ દિવસે કાર્યક્રમના બીજા સેશનમાં ડો. સાજન મિશ્રા અને તેમના પુત્ર સ્વરાંશ મિશ્રા સાથે રાજકોટના જાણીતા કલાકારો પલાશ ધોળકિયાને હાર્મેાનિયમવાદનમાં અને નીરજ ધોળકિયાને તબલાવાદનમાં સાથ નિભાવવાની સુવર્ણ તક પ્રા થઈ છે જે રાજકોટ માટે ગૌરવની બાબત છે.
તા.૪ જાન્યુઆરીના રોજ એટલે કે કાર્યક્રમના ત્રીજા દિવસે પ્રથમ સેશનમાં મનિષ વ્યાસ ટ્રુપના યુઝન સંગીતની મજા માણવા મળશે. જેમાં મનિષ વ્યાસ સાથે મોટાભાગના રાજકોટના યુવા કલાકારો ધરાવતું આ ગ્રુપ પોતાના વાધો સાથે યુવાવર્ગને કલાનું રસપાન કરાવશે. ભારતીય સંગીત પ્રત્યે ચાહના ધરાવતા રાજકોટના પરિવારમાં જન્મેલા મનિષ વ્યાસની ભારતીય યૂઝન સંગીતની દુનિયામાં એક અનોખી ઓળખ છે. તેઓ ગાયક, સંગીતકાર અને મલ્ટી ઇન્સ્ટ્રુમેન્ટાલીસ્ટ ક્ષેત્રમાં એક સારા કલાકાર તરીકે ઊભરી આવ્યા છે. તેઓ શાક્રીય સંગીત, ભકિત સંગીત, સુફી અને લોકસંગીતમાં સારી પકડ ધરાવે છે. તબલાની તાલીમ ઉસ્તાદ અલ્લ ારખા ખાન પાસે મેળવી છે. મનિષ વ્યાસ વર્ષેાથી સ્વિત્ઝરલેન્ડ સ્થાયી છે, પરંતુ સસંગીતિના કાર્યક્રમમાં આમંત્રણને માન આપી રાજકોટ આવી રહ્યા છે. તેમની સાથે ગ્રુપમાં કીબોર્ડ પર હિરેન દવે, બાઝ ગિટાર પર હિરેન પીઠડીયા, લૂટ પર મેહત્પલ ધંધુકિયા, તબલા પર હાર્દિક કાનાણી, ઢોલક પર રાજેશ લિંબાચિયા, પરકશન પર કેયુર બુધદેવ, વોકલ પર ઋષિકેશ પંડા, પ્રિયંકા શુકલ અને હિના સુતરીયા સાથ આપશે.
તા.૬ જાન્યુઆરીને પાંચમા દિવસે પ્રથમ ચરણમાં ડો.દુલારી માંકડનું શાક્રીય કંઠય સંગીત માણવા મળશે. તેઓ સ્વ. શારદાબેન રાવના વરિ શિષ્યા હતા. તેમણે અલંકારની તાલીમ પિયુ બહેન સરખેલ પાસેથી મેળવી છે. ડો. દુલારી એ શાક્રીય ગાયનની તાલીમ ટોપ રેન્ક સાથે અર્જુનલાલ હીરાણી કોલેજમાંથી ડો. જયભાઈ સેવક પાસે લીધી છે. તેણી ગાયન, વાદન અને નૃત્ય ત્રણેય કલામાં જ્ઞાન ધરાવે છે. તેમની સાથે તબલામાં માસ્ટર અને ગાયનમાં અલંકારની પદવી પ્રા કરી છે તેવા યુવા કલાકાર અને અનુજ બંધુ શ્રી દર્શન માંકડ તબલાવાદનમાં સાથ આપશે. ડો. દુલારી માંકડની ગાયકીમાં હાર્મેાનિયમ વાદનમાં ડો. કુમાર પંડયા સાથ આપશે. ડો. પંડયા એ હાર્મેાનિયમ વાદનમાં સ્નાતક, અનુસ્નાતક અને પી.એચ.ડી ની તાલીમ ડો.જયભાઈ સેવક અને હિરાણી કોલેજ ના ભૂતપૂર્વ પ્રિન્સિપલ ડો.ચંદ્રકાંત હિરાણી પાસેથી મેળવી છે. તેઓ શાક્રીય કંઠય સંગીતમાં પણ વિશારદ છે.
સ સંગીતિના છટઠા દિવસે એટલે કે તા. ૦૭ જાન્યુઆરીના રોજ વર્ણા જય સેવક દ્રારા શાક્રીય કંઠય સંગીત રજૂ કરવામાં આવશે. વર્ણાએ શાક્રીય સંગીતની શિક્ષા નાનપણથી જ દાદા પ.ં અણકાંત સેવક, પ.ં હરિકાંતભાઈ સેવક તેમજ પિતા ડો. જય સેવક પાસેથી મેળવી છે. પ્રાથમિક શિક્ષા શરદ દવે પાસેથી મેળવી. તેણીએ 'શાક્રીય ગાયનની સ્નાતકની પદવી અર્જુનલાલ હિરાણી કોલેજ, રાજકોટ અને અનુસ્નાતકની પદવી બરોડા મ્યુઝિક કોલેજમાંથી હાંસલ કરી છે. આ ઉપરાંત રાજકોટના જાણીતા નૃત્યાંગના પલ્લ વી વ્યાસ પાસેથી કથક વિશારદની પદવી પ્રા કરી છે. તેણીએ યુવક મહોત્સવમાં શાક્રીય ગાયનમાં રાયકક્ષાએ પ્રથમ ક્રમાંક, તેમજ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમા શાક્રીય કંઠમા પ્રથમ અને વેસ્ટર્ન વોકલ સોલોમાં બે વખત પ્રથમ સ્થાન મેળવેલ છે. હાલ વર્ણા સંગીત શિક્ષક તરીકે કાર્યરત છે. તેમની સાથે તબલાવાદનમાં તેમના પિતા અને ગુ ડો. જય સેવક સાથ નિભાવશે. તેમણે શાક્રીય સંગીતની શિક્ષા પિતા પ.ં અણકાંત સેવક તથા કાકા પ.ં હરિકાંત સેવક પાસેથી મેળવી છે. શાક્રીય સંગીતમાં સ્નાતક અને અનુસ્નાતકની પદવી બરોડા મ્યુઝિક કોલેજમાંથી પ્રા કરી છે. ત્યારબાદ મુંબઈ ખાતે આગ્રા ઘરાનાના પ.ં ચંદ્રશેખર રામકૃષ્ણ ભટ્ટ પાસેથી ખ્યાલ અને ધ્રુપદ ધમારની સઘન તાલીમ મેળવી છે. શાક્રીય સંગીતમાંજ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી ખાતે ડો. ચંદ્રકાંત હિરાણીના માર્ગદર્શન હેઠળ ડોકરેટની પદવી મેળવેલ છે અને હાલ અર્જુનલાલ હીરાણી કોલજના ગાયન વિભાગમાં એસોસિએટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. વર્ણા સેવક સાથે હાર્મેાનિયમ માં ડો. કુમાર પંડયા સાથ આપશે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્યક્રમની અભુતપૂર્વ સફળતા માટે ૧૦૦ થી વધુ કર્મઠ સ્વયંસેવકો દ્રારા નીઓ રાજકોટ ફાઉન્ડેશનના ડિરેકટર્સના માર્ગદર્શનમાં પોતાના કામો દરેક સમિતીઓ સુંદર રીતે સંભાળી રહી છે. જેમાં નિઓ ડાયરેકટર્સ, કોર કમિટી, ગેસ્ટ સિટીંગ મેનેજમેન્ટ કમિટી, ગેઇટ એન્ટ્રી મેનેજમેન્ટ કમિટી, સ્ટેજ મેનેજમેન્ટ કમિટી, આર્ટીસ્ટ હોસ્પિટાલીટી એન્ડ કોર્ડિનેશન કમિટી, રીફ્રેશમેન્ટ કમિટી, મંડપ–ડેકોરેશન–લાઈટીંગ કમિટી, સાઉન્ડ એન્ડ સ્ટેઇજ વિઝયુલ કમિટી, તેમજ ડેટાબેઇઝ–પાસીસ એન્ડ રજીસ્ટ્રેશન કમિટી જેવી વિવિધ ટીમો દ્રારા ૧૦થી વધુ એજન્સીઓ સાથે સાયુજય સાધી છેલ્લ ા લાંબા સમયથી ઝીણવટ ભરી તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે.
સસંગીતિ સંગીત સમારોહની ખાસીયત એ છે કે આ સમગ્ર આયોજન રાજકોટના કલાપ્રેમી પેટ્રનોની દિલાવરીને આભારી છે, જેથી દર વર્ષની માફક તમામ કાર્યક્રમો શ્રોતાઓ માટે નિ:શુલ્ક રહેશે. આ વર્ષે શ્રોતાઓમાં પણ જબરો રોમાંચ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઓડીટોરીયમની ક્ષમતાને ધ્યાનમાં રાખી વહેલા તે પહેલાના ધોરણો અનુસાર સંગીત અને કલા રસીકોને પાસ દર વર્ષની માફક ડીજીટલી ઇશ્યુ કરવામાં આવી રહ્યા છે. જેની જાણ તેમના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર કરવામાં આવી રહી છે. ગત તમામ વર્ષેાના આયોજનોમાં શ્રોતાઓએ પણ વ્યવસ્થામાં પૂરતો સહકાર આપીને તમામ કાર્યક્રમોને અપ્રતિમ સફળતા અપાવી છે. આ વર્ષે પણ આયોજકો રાજકોટવાસીઓને અવિસ્મરણીય કાર્યક્રમોની વણઝાર આપવા કટીબદ્ધ છે. હાલમાં નિયો રાજકોટ ફાઉન્ડેશન સંસ્થા ૨૪ સરકારી શાળાઓમાં ૮૦૦૦ જેટલા વિધાર્થીઓને ગણિત, અંગ્રેજી તથા ગુજરાતીનું નિ:શુલ્ક શિક્ષણ આધુનિક સોટવેર, ઓડીયો–વિઝયુઅલ લનગ મટીરીયલ અને ૬૦૦ થી વધુ લેપટોપ કોમ્યુટર દ્રારા શીખવવામાં આવી રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech