કાલાવડ તાલુકાના શીશાંગ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ધર્મેન્દ્રસિંહ નાગભા જાડેજા નામના ૫૦ વર્ષના ખેડૂતના પુત્ર દિવ્યરાજસિંહ જાડેજા (ઉંમર વર્ષ ૨૮), કે જે ગઈકાલે મોડી રાતે દોઢેક વાગ્યાના અરસામાં પોતાનું મોટર સાયકલ નં. જીજે૧૦સીપી-૦૦૬૭ લઈને મોટા વડાળા ગામેથી શીશાંગ ગામે પોતાના ઘર તરફ આવી રહ્યા હતા.
જે દરમિયાન કોઈ અજાણ્યા વાહનના ચાલકે શીશાંગ ગામના પાટીયા પાસે અજાણ્યા વાહન ના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક ચાલક દિવ્યરાજ સિંહ જાડેજાને હેમરેજ સહિતની ગંભીર ઇજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પિતા ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, જ્યારે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
***
મીઠાપુરમાં ખાનગી બસની હડફેટે વૃદ્ધને ગંભીર ઈજા
ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં આવેલી જલારામ સોસાયટી ખાતે રહેતા રવજીભાઈ જેઠાભાઈ છાપા નામના ૬૫ વર્ષના પ્રજાપતિ વૃદ્ધ ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે ઓખા બાયપાસ પાસે ખાનગી બસના ચાલકે પોતાની બસ પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને રવજીભાઈને અડફેટે લેતા તેમને ફ્રેક્ચર સહિતની નાની-મોટી ઈજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આ બનાવ અંગે પંકજભાઈ રવજીભાઈ છાપાની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે ખાનગી બસના ચાલક સામે આઈપીસી કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech