ગીર સોમનાથના ગુંદાળા ગામના વતની વૃદ્ધ અને તેમના પત્ની ગત રવિવારે દીકરીને પ્રસુતિની પીડા ઉપડતા તેને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. પુત્રી આગળ ૧૦૮ માં જતી હતી યારે પતિ–પત્ની બાઈકમાં જતા હોય દરમિયાન તપોવન પાટિયા પાસે સામેથી આવતા બાઈક સાથે ટક્કર થતાં બંને રોડ પર પટકાયા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન વૃદ્ધએ દમ તોડી દીધો હતો. બનાવને લઇ વૃદ્ધના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,ગીર સોમનાથના ગુંદાળા ગામે રહેતા તેજાભાઈ ગોથાભાઈ જોગદીયા(ઉ.વ ૬૫) અને તેમના પત્ની કાલુબેન બંને ગત તારીખ ૮૯ ના સાંજના સમયે બાઇક લઇ ઉના તરફ જતા હતા ત્યારે ઉના બાયપાસ તપોવન પાટીયા પાસે સામેથી આવતા બાઇક સાથે ટક્કર તથા પતિ–પત્ની બંને રોડ પર પટકાયા હતા. જેથી તેઓને પ્રથમ સારવાર માટે ઉનાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધ તેજાભાઈની હાલત વધુ ગંભીર હોય તેમને વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન ગઈકાલ રાત્રિના હોસ્પિટલ બીછાને વૃદ્ધએ દમ તોડી દીધો હતો. બનાવની જાણ થતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરી કાર્યવાહી કરી સ્થાનિક પોલીસને જાણ કરી હતી.
અકસ્માતમાં મોતને ભેટનાર તેજાભાઈ ત્રણ ભાઈ એક બહેનના પરિવારમાં મોટા હતા તેમને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર છે. તેઓ ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત તારીખ ૮૯ ના રોજ તેમની દીકરીને પ્રસુતિની પીડા ઉપાડતા તેઓએ ૧૦૮ ને જાણ કરી હતી.બાદમાં દીકરીને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા દીકરી ૧૦૮ માં હતી અને તેજાભાઈ અને તેમના પત્ની બાઈક પર ઉના હોસ્પિટલ જઈ રહ્યા હતા દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech