રાજકોટ સહીત રાજયની સરકારી હોસ્પિટલમાં એબી–પીએમજેએવાય–માં યોજના હેઠળ તબીબ, નસગ, પેરામેડિકલ અને વર્ગ–૪ના કર્મચારીઓને આપવાનું ઈન્સેન્ટિવ દિવસ બે માં ચૂકવવા માટે માટેનો લેખિત આદેશ આરોગ્ય વિભાગના અધિક નિયામક દ્રારા રાયની તમામ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક અને જિલ્લા આરોગ્ય અધિકારીને કરવામાં આવ્યો છે. પરિપત્રમાં જણાવ્યું છે કે, તા.૧–૭–૨૩ના રોજ ઓનલાઇન પોર્ટલ થકી ફરજીયાત પણે આપવાનું નિયત કરેલું છે અને ઈન્સેન્ટિવનના વહેંચણી માટેની ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. અવાર નવાર સૂચના આપવા છતાં ઘણી બધી સરકારી સંસ્થાઓમાં ઈન્સેન્ટિવનું ચુકવણું કરવામાં આવ્યું નથી એ દિવસ બે માં ચોકસાઈ પૂર્વક કરવા જણાવવામાં આવ્યું છે.
અધિક નિયામકનો આ કડક શબ્દોમાં કરવામાં આવેલો લેખિત આદેશ રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં કેટલો અસરદાર લાગે છે એ તો બે દિવસ પછી જ ખબર પડશે. કારણ કે, સિવિલ હોસ્પિટલના તબીબો, કર્મચારીઓને આપવાની અંદાજે ત્રણેક કરોડથી વધુના ઈન્સેન્ટિવની રકમ આર.કે.એસ.માં જમા થઇ ગઈ હોવા છતાં આયોજન અને જરી રેકોર્ડના અભાવે અને ખાસ તો દાનત ખોટા જવાબદારોને કારણે ચાર વર્ષથી આ રકમની ચુકવણી કરવામાં આવી નથી. જેને લઈને આજકાલ દ્રારા ઝુંબેશના સ્વપે વખતો વખત અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતા સિવિલ હોસ્પિટલના જવાબદારોએ કામગીરી આગળ ધપાવી હતી.
પીએમજેવાય (આયુષ્માન ભારત–માં યોજના) હેઠળ યોજના હેઠળ ગંભીર બીમારી ધરાવતા દર્દીઓની સારવાર માટે સરકાર દ્રારા ૧૦ લાખ સુધીની સહાય મળી રહી છે તેની સાથો સાથ સરકારી હોસ્પિટલમાં દર્દીની સર્જરી અને સારવાર કરવામાં આવે તો આ યોજના હેઠળ કલેઇમની રકમમાંથી ૭૫ ટકા રોગી કલ્યાણ સમિતિમાં અને ૨૫ % રકમમાંથી તબીબો, નસગ, પેરામેડિકલ અને કલાસ–૪ના કર્મચારીઓને પગાર ઉપરાંત વધારાનું ઈન્સેન્ટિવ ચુકવામાં આવે છે, ત્યારે આ યોજના હેઠળ ઈન્સેન્ટિવ ચૂકવવા માટે રાયના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ નેશનલ હેલ્થ મિશન દ્રારા ઓનલાઇન પોર્ટલ પણ લોંચ કરવામાં આવ્યું હતું અને ઈન્સેન્ટીવની રકમ સીધી જ લાભાર્થીના બેંક એકાઉન્ટમાં જમા થાય એ પ્રકારની વ્યવસ્થા આજથી એકાદ વર્ષ પહેલા ગોઠવવામાં આવી હતી. પરંતુ પોર્ટલમાં એ કેટલીક ક્ષતિઓના કારણે પોર્ટલ પણ બરાબર ચાલતું ન હોવાથી સિવિલ સહીત રાયની સરકારી હોસ્પિટલમાં કેટલોક સમય સુધી ઓનલાઇન સિસ્ટમ બધં રહી હતી. એક તો અગાઉનો રેકોર્ડ મેઇન્ટેન કરવામાં આવ્યો ન હોવાથી કોને અને કેમ ઈન્સેન્ટિવની રકમ ચૂકવવી એ અવઢવ હતી અને વધારામાં સોટવેર પણ બધં હોવાથી ઓફ લાઈન કામગીરી કરવાની ફરજ પડી હતી. સરવાળે પીડીયુમાં હજુ સુધી કેટલા તબીબ, નસગ સ્ટાફ સહિતનાને ઈન્સેન્ટિવ આપવું એની વિગત જ પુરી તૈયાર છે નહીં ત્યારે ચાર વર્ષમાં ઈન્સેન્ટિવની રકમ ન ચૂકવાઈ એ હવે બે દિવસમાં કોઈ કુદરતી ચમત્કાર થાય તો જ ચૂકવવી શકય બની શકે છે
મેમાં પ્રથમ ઇન્સ્ટોલમેન્ટ ચૂકવી દેવાશે સુપ્રિન્ટેન્ડેન્ટ, કાલથી જૂન શરૂ થશે
ઈન્સેન્ટિવનું પ્રથમ ઇન્સ્ટોલમેન્ટ આગામી મેં માસમાં ચુકવામાં આવશે. પ્રથમ તબક્કામાં ૬૦૦ જેટલા વર્ગ–૧ થી વર્ગ–૪ના કર્મચારીઓને રકમ સીધી જ તેમના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે તેમ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું. પરંતુ મેં માસનો આજે છેલ્લો દિવસ છે એમ છતાં એક પણ વ્યકિતને ઈન્સેન્ટિવની રકમ ચૂકવવામાં આવી નથી, એટલું જ નહીં અગાઉ તત્કાલીન કમિશનર શાહમીના હત્પસૈન, નાયબ નિયામક ચૌધરી, તત્કાલીન પીએમજેએવાયના સ્ટેટ નોડલ અધિકારી સુરેન્દ્ર જૈન દ્રારા પણ સિવિલ સુપ્રિટેન્ડેન્ટને ઈન્સેન્ટિવ ચૂકવી આપવાનું ભાર પૂર્વક કહ્યા બાદ પણ સિવિલ સુપ્રિટેન્ડેટ ડો.ત્રિવેદી હા..એ.હા...જ કરતા રહ્યા અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ ગાંઠા નહીં, માત્ર ને માત્ર કમિટીઓ બનાવી આગળ ગોકળગાય ગતિએ કામગીરી કરતા છેલ્લા ત્રણ વર્ષથી ઈન્સેન્ટિવની રકમ રોગી કલ્યાણ સમિતિમાં જમા થયેલી હોવા છતાં સ્ટાફને ચૂકવી શકાઈ નથી. ત્યારે કર્મચારીઓના હક્ક હિસ્સા મોડા આપવા બાબતે સિવીલ અધિક્ષક સામે પણ કાર્યવાહી થવી જરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech