શ્રી દ્વારકાધીશ આરોગ્ય ધામનાં એસીનાં આઉટડોરની ચોરીનાં પ્રકરણમાં ખાખીની 'આળસ' પ્રત્યે જનાક્રોશ
એક તરફ રાજ્યભરમાં પોલીસ ઓપરેશન 100 કલાક ચલાવી રહી છે અને ગુન્હેગાર ને ઝેર કરવાની છબી ઉપસાવી રહી છે અને બીજી બાજુ મીઠાપુરમાં પોલીસ નિષ્ક્રિય હોય એવુ ચિત્ર ઉપસી રહ્યું છે.કારણકે અહી આવેલ શ્રી દ્વારકાધીશ આરોગ્યધામ આંખની હોસ્પિટલમાં એસીનાં આઉટડોર યુનિટની ચોરીનાં પ્રકરણમાં પોલીસ કોઇ કાર્યવાહી કરી રહી નથી એવુ જણાય રહ્યુ છે.
સંસ્થાનાં ફિઝીયોથેરાપી વિભાગનાં એક એસીનું આઉટડોર ગત ૬ તારીખે ચોરાઇ ગયુ હતુ છે પછી તાત્કાલિક પોલીસને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં ૯ તારીખે સ્થળ તપાસ પણ કરવામાં આવી હતી. પરંતુ એ પછી કોઇ કાર્યવાહી થઇ નથી.
મીઠાપુર જેવા નાના સેન્ટરમાં આવી ચોરીમાં આટલા દિવસો સુધી પોલીસ ચોર ન પકડી શકે એ વાત ગળે ઉતરે એવી લાગતી નથી તો આ પ્રકરણમાં કોઇ કાર્યવાહી થતી નથી એને પોલીસની આળસ ગણવી કે પછી નિષ્ફળતા એ સવાલ ઉદભવે છે. આળસ હોય કે નિષ્ફળતા બંને ખાખી માટે શરમજનક છે. હાલ તો આ મુદ્દે પોલીસ તપાસમાં ઠંડી નીતીથી જનાક્રોશ ફેલાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં વાદળાં ગાજશે: હવામાન વિભાગની વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત
March 29, 2025 08:24 PMશુભમન ગિલે અમદાવાદમાં રચ્યો ઇતિહાસ, ગિલના 1000 રન પૂરા
March 29, 2025 08:20 PMધ્રોલ તાલુકાના વાકિયા ગામે થયેલ જીરું ચોરીનો મામલો
March 29, 2025 08:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech