રાઘવથી માધવ મરમની વાતો...
ગુજરાત રાજયના સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી મુદ્રાગ્રુપ જામનગર લલીત જોશી તથા શ્રી જલારામ સેવા ટ્રસ્ટ હાપા રમેશ દતાણી આયોજીત નયન ભટ્ટ, મૃણાલીની ભટ્ટ (આકાર ઈવેન્ટસ-રાજકોટ) પ્રસ્તુત *રાઘવથી માધવ સુધી* ની મરમની વાતો ગીત-સંગીત સાથેની અલૌકિક સફરનું આયોજન જામનગર ના ધન્વન્તરી હોલમાં કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જાણીતા હાસ્ય કલાકાર ગુણવંત ચુડાસમા, મિલન ત્રિવેદી એ આગવી સાહિતીક શૈલીથી મર્યાદા પુરષોતમ રાઘવ અને અને મુરલી મનોહર માધવ ની માર્મિક વાતોને વણી સનાતન ધર્મપ્રેમી શ્રોતાઑને વૈચારિક વાતો સાથે ભક્તિરસ થી ભાવક બનાવ્યા હતા
ગાયકો સંદિપ પ્રજાપતિ, ઉર્વશી પંડ્યા અને અને સાજિંદાઑના સમન્વય એ સમગ્ર શ્રોતા ગણ ને રામ અને અને કૃષ્ણ ના ભક્તિ ગીતો ની સાથે રામકૃષ્ણ જન્મોત્સવ અને મહા આરતી માં શ્રોતાગણ ની ઉપસ્થિતિ એ સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું
સૌરાસ્ટ્ર માં સતત નાટ્ય પ્રવૃતી સાથે સંકળાયેલા અને નવોદિત નાટ્ય કલાકારો ને મંચ પૂરુ પાડનાર નયન ભટ્ટ, મૃણાલીની ભટ્ટ (આકાર ઈવેન્ટસ-રાજકોટ) રાઘવથી માધવ સુધી ની આ પ્રસ્તુતી નું સર્જન જીવન માં ક્યારેય નિવૃતિ હોતી નથી એવી પ્રેરણા તેમની પાસેથી મળી અને તેમના આ સર્જન ને જામનગર ના ઉપસ્થિત કલા રસિકો ખૂબજ માણ્યો અને વખાણ્યો .....
આ તકે શ્રી ચતુર્ભુજ સ્વામી (સ્વામિનારાયણ મંદિર જામનગર ), મેયર શ્રી વિનોદભાઈ ખીમસુર્યા, સ્ટેન્ડીંગ ચેરમેન નિલેશ કગથરા, નોબત પરિવારના ચેતન માધવાણી, એડવોકેટ પિયુષ ભોજાણી, વેપારી મહામંડળના પ્રમુખ સુરેશ તન્ના, જગદીશ દત્તાણી, વિરલ રાચ્છ (ગૌરવ પુરસ્કૃત નાટય દિગદર્શક), ઉદ્યોગપતિ શ્રી ભાવિન પટેલ ગુજરાત રાજ્ય મહિલા કન્વીનર ખોડલધામ ટ્રસ્ટ આશાબેન પટેલ ( દેવેન્દ્રસિંહ પરમાર, બ્રહ્માકુમારીઝના ભાવના દીદી, કોર્પોરેટર ડિમ્પલ રાવલ નિવૃત અધિક કલેકટર શ્રી સરવૈયા સાહેબ અને શ્રી ગોહિલ સાહેબ સૌ પ્રેરક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
આયોજન માં શ્રી જલારામ સેવા ટ્રસ્ટના રમેશ દત્તાણી ના વિશેષ સહયોગ માં ઈવેન્ટ કોઓર્ડીનેટર કલ્પેશ જોષી અને કાવ્યા જોશી ના ઈવેન્ટ મેનજમેન્ટ થી રાઘવથી માધવની સફળ રજુઆત કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech