જૂનાગઢમાં ૨૦ દિવસમાં અંદાજિત ૧૬૦ ટન ખજૂરના વેચાણ થવાનો અંદાજ

  • March 16, 2024 01:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇસ્લામના પવિત્ર માસ રમઝાનની શરૂઆત ઈ છે. સૂર્યાસ્ત સમયે રોઝા ખોલી લોકો ઇફતાર કરે છે. રોઝદારો ઇફતાર સમયે ખજૂર ખાઈને રોઝા ખોલતા હોય છે. જેી બજારમાં તેનું ધૂમ વેચાણ ઈ રહ્યું છે. રમજાન ઉપરાંત ૧૦ દીવસ બાદ હોળીનો તહેવાર પણ આવનાર હોય જેી ખજૂરની માંગ વધી રહી છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ખજૂરના ભાવમાં ૧૫ ટકા નો વધારો યો છે. જૂનાગઢમાં ૨૦ દિવસમાં અંદાજિત ૧૬૦ ટન ખજૂરનું વેચાણ વાનો અંદાજ છે.

રમજાન માસ પ્રારંભ ઉપરાંત હોળીનો તહેવાર પણ નજીક હોય જેથી  જૂનાગઢમાં વિવિધ બજારોમાં ખજૂરનું વેચાણ શરૂ ઈ ગયું છે. કાળી, લાલ ઠળિયા વગરની, ઠળિયા વાળી સહિતની વિવિધ પ્રકારના ખજૂરો બજારમાં રૂ.૭૫થી ૧૪૦૦સુધીના ભાવે ખજૂર મળી રહે છે.દૂધમાં ખજૂર ભેળવીને પણ પીવામાં આવે છે.તો કેટલાક લોકો બાફીને પણ ખજૂરને આરોગે છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ખજૂરના ભાવમાં ૧૫ ટકાનો વધારો યો છે ભાવ વધારાની વેચાણમાં નહીવત અસર ઈ છે.રમજાન દરમિયાન ખજૂર વધુ ખવાતો હોવાી રમજાન માસ પ્રારંભી જ ખજુરની ખરીદીમાં વધારો યો છે. 

જૂનાગઢના ખજૂરના જથ્થાબંધ વેપારી માધવભાઈના જણાવ્યા  મુજબ શહેરમાં જામનગર અને રાજકોટથી  ખજૂર આવે છે. મુખ્યત્વે  ઈરાન ,ઈરાક  જેવા દેશોમાંથી  આયાત કરીને લાવવામાં આવે છે.રમજાન મહિનાનો પ્રારંભ યો હોવાી ખજૂરનું વેચાણ સામાન્ય દિવસો કરતા વધ્યું છે.ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં પણ ૧૫ ટકાનો વધારો યો છે.જૂનાગઢની બજારમાં  દેશી ગોળ ખજુર, કીમિયા, સાહીદી, ઈરાની સહિતના વિવિધ પ્રકારના ૨૦ી વધુ જાતોના ખજૂર વેચાણ ઈ રહ્યું છે રોઝદારો દ્વારા કીમિયા ખજુરની વધુ પસંદગી રહે છે. રૂ.૧૫૦ી ૬૦૦ સુધીના ભાવની ખજૂરની ખરીદી કરવાની વધુ પસંદગી રહી છે. જ્યારે હોળીના તહેવાર પર દેશી ખજૂરની વધુ માંગ રહે છે જેી તે સમયમાં દેશી ખજૂરનું વધુ વેચાણ શે.ખજૂરનો ઉપયોગ તો હોવાી એકી સો છી સાત કિલોના જથ્થાબંધ ખજૂર જ લોકો ખરીદી રહ્યા છે. ખજૂરમાં ફાઇબર્સનું પ્રમાણ હોવાી હૃદયને મજબૂત બનાવે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.રમજાન માસમાં ૬૦થી ૮૦ ટન ઉપરાંત ૧૦ દિવસ બાદ હોળીનો તહેવાર પણ હોય જેી હોળીના દિવસોમાં પણ ૭૦ ટન આસપાસ ખજૂર વેચાઈ જાય છે. હોળીમાં મુખ્યત્વે રૂ.૮૦ ી૧૨૦ની કિંમતના દેશી ખજૂરની માંગ રહે છે.બંને તહેવારો હોવાી જૂનાગઢમાં ખજૂરની માંગમાં વધારો યો છે. ૨૦ દિવસમાં જ શહેરમાં અંદાજિત ૧૬૦ ટન ખજૂરનું વેચાણ વાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. 


વિવિધ ભાષામાં ખજૂરના નામ

આરોગ્ય માટે હિતકારક ખજૂરને અંગ્રેજીમાં ડેટ્સ, અરબીમાં તમર અને ફ્રેન્ચમાં પામીયર તરીકે ઓળખવામાં આવે છે. ખજુરની વિવિધ જાતોમાં જૂનાગઢમાં મેડઝોલની જાત સૌી ઉંચી છે આ પ્રકારના ખજુરની સાઈઝ આંગળીની તા કેરીના ફળ જેવડી છે સ્વાદમાં સુગર ફ્રી છે એક ખજૂર આરોગવામાં આવે તો ભોજનની પણ જરૂર પડતી ની સામાન્યત: આ ખજૂર ૫૦૦ ગ્રામ પેકિંગમાં મળતા આ ખજૂરની રૂ.૫૫થી રૂ.૬૦૦ના ભાવે વેચાણ થાય છે. 


ચટણી બનાવવા પણ ખજૂરનો ઉપયોગ

સામાન્ય રીતે ભોજનમાં ખજૂર આમલીની ચટણી પણ બનાવવામાં આવે છે જેમાં પણ ખજૂરની ખરીદી કરવામાં આવે છે જો કે ચટણી બનાવવા ઠળિયા વગરના ખજૂરની ખરીદી કરવામાં આવે છે.


ખજૂરની વિવિધ જાતો

અરબના મદીનાી આવતા ખજૂર પોચા હોય છે, અજવા ખજૂર સાઈઝમાં નાના હોય છે અને તેને ખાધા બાદ મોઢામાંી ગુલાબની સુગંધ આવે છે. આ ઉપરાંત ડેગલેટ નૂર, બરહી,  હૈયાની સહિતના ૩૦ થી વધુ ખજુરની જાતો રહેલી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application