રાજકોટ શહેરમાં ૮૦ ફત્પટ રોડ પર આજી વસાહતમાં આવેલી હાર્ડવેર આઈટમ બનાવવાની ફેકટરીમાં વાડ જ ચીભડા ગળતી હોવાની માફક કર્મચારી સમયાંતરે કટકે કટકે ૨૪.૮૦ લાખની ધાતુ ચોરી કરી ગયાનો કારખાનાના સીસીટીવીમાં પકડાતા આરોપી હેમતં મનસુખભાઈ સાગઠીયા (રહે. વિનોદનગર શેરી નં.૧૦) વિરૂધ્ધ કારખાનેદાર જગદીશ ચતુરભાઈ લુણાગરીયા (રહે. રણછોડનગર સોસાયટી–૧, દેરાસરવાળી શેરી)એ થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદની વિગત મુજબ જગદીશભાઈ ભાગીદારીમાં એલટેક હાર્ડવેર નામે ઝીંક મેટલના હાર્ડવેર આઈટમ, હેન્ડલ બનાવવાની ફેકટરી ધરાવે છે. ભાગીદારો દર માર્ચ માસમાં વાર્ષિક ટર્નઓવરનો હિસાબ કરે છે. ગત માર્ચ માસે ટર્નઓવર હિસાબ બરોબર હતો. તાજેતરમાં દિવાળી પુર્વે ફરી પ્રાથમીક હિસાબ ચેક કરતા તાળામેળ મળતો ન હતો અને રો–મટીરીયલ્સ આઈટમ મળી અંદાજે ૨૪, ૮૦, ૭૪૦ની કિંમતના માલની ઘટ આવતી હતી. કારખાનામાં છ પુરૂષ કાયમી કર્મચારી અને ૧૫ મહિલા રોજમદાર તરીકે નોકરી કરે છે. હિસાબ માલમાં લાખોની ઘટ ગરબળ આવતા ભાગીદારોએ સંયુકત રીતે મળી નજર રાખવા નકકી કયુ હતું. જેમાં ગત તા.૨૭૧૦ના રોજ કારીગર હેમતં સાગઠીયા કારખાનામાંથી ૧૦–૧૫ જેવી ટ્રે ભરીને હાર્ડવેરની આઈટમ લઈને બહાર જતો દેખાયો હતો. તેની સાથે અન્ય એક મુકેશ બંસરાજ નામનો કર્મચારી પણ બાઈકમાં ગયો હતો જે ભાગીદાર નલીનભાઈ લુણાગરીયાએ નજરે નીહાળ્યું હતું.
આરોપી હેમતં સાથે ગયેલા મુકેશને બોલાવીને ભાગીદારોએ પુછપરછ કરી હતી જેથી તેણે પોતે હેમતં સાથે બાઈકમાં આ મટીરીયલનું બાચકુ નજીકમાં આવેલી શિવ મેટલ નામની ભઠ્ઠી પર આપવા ગયો હતો તેવું જણાવ્યું હતું. જેથી જગદીશભાઈ સહિતના શિવ મેટલે ગયા હતા ત્યાં હાર્ડવેરની આઈટમનું બાચકુ ભરેલું પડયું હતું અને અન્ય ઓગાળેલો માલ હતો જેથી આ બાબતે ત્યાં હાજર બકુલભાઈને પુછતા તેઓએ આ માલ તમારા કારખાનામાં નોકરી કરતો હેમતં આપી ગયો છે અને છેલ્લ ા ૬–૭ મહિનાથી આવી રીતે માલ આપી જાય છે તેવું કથન કયુ હતું. ત્યાં પડેલું બાચકુ જોખતા ૩૫ કિલો જેટલો માલ હતો તે પરત લઈ આવ્યા હતા.
કારખાનામાંથી માલ સગેવગે થતો હોવા બાબતે હેમંતને જાણ થઈ જતાં તે કારખાનું છોડીને ચાલ્યો ગયો હતો અને ફોન કરતા તેણે પોતાનાથી ભુલ થઈ ગઈ છે અને છેલ્લ ા ૬–૭ મહિનાથી મોકો મળે માલ કાઢીને બહાર વેચી નાખતો હતો તેવું જણાવી જે નુકસાન થયું તે પોતે ભરપાઈ કરી આપશે તેમ કહ્યું હતું. કારખાને બોલાવ્યો પણ આવ્યો ન હતો મોબાઈલ ફોન પણ બધં કરી દીધો હતો. ત્યાર બાદ આરોપીના ઘરે કારખાના ભાગીદારો પહોંચ્યા હતા ત્યાં મનસુખભાઈને વાત કરી હતી. મનસુખભાઈએ પોલીસ કેસ ન કરતા તમારા નાણા ચુકવી આપશું. ત્યાર બાદ દિવાળીના તહેવાર પછી કોઈ જવાબ આપતા ન હતા અને મનસુખભાઈએ છેલ્લ ે પોલીસ કેસ કરવો હોય તો કરી નાખો તેમ કહેતા આરોપી હેમતં વિરૂધ્ધ સાત માસ દરમિયાન ૨૪.૮૦ લાખની કિંમતનો માલ કારખાનામાંથી કાઢીને ઉચાપત કરી લીધાના આરોપસર થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને સકંજામાં લેવાની તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતેલંગાણા સરકારે અદાણી ગ્રૂપના ડોનેશનનો કર્યો ઈનકાર, CM રેવંતે કહ્યું- નથી પડવા માગતા વિવાદમાં
November 25, 2024 08:11 PMજામા મસ્જિદ સદર ઝફર અલી સહિત 20 થી વધુની અટકાયત, સપા MP વિરુદ્ધ FIR, સંભલમાં એલર્ટ
November 25, 2024 08:09 PMજેતલસરના બાળકને મળ્યું નવું જીવન, સફળ સારવારથી દૂર થઈ ગઈ જન્મજાત ખામી
November 25, 2024 08:05 PMજામનગર: તેલંગાણાનો યુવક સાઇકલ લઈ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે નીકળ્યો..શું છે સંદેશ...?
November 25, 2024 06:00 PMજામનગરમાં ગરીબ લોકોના ઘર રેગ્યુલાઇઝડ કરવાની માંગ સાથે આપ્યું આવેદન
November 25, 2024 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech