ભાવનગર શહેર નજીક આવેલા વરતેજ પાસે અકસ્માતની ઘટના બની હતી. વરતેજ ખાતે ઇન્દોરના વૃદ્ધ મહિલા વહેલી સવારે શૌચક્રિયા કરીને રસ્તો ઓળંગી રહ્યા હતા. તે વેળાએ ટ્રક અડફેટે વૃદ્ધાને ગંભીર ઇજા પહોંચતા મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર વરતેજ પોલીસ મથક નજીક જ અકસ્માતની ઘટના બની હતી. જે બનાવમાં મુળ મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લાના રંગવાસા તાલુકામાં આવેલ રાવદ ગામના| વતની અને હાલ વરતેજ પોલીસ સ્ટેશન નજીક રોડ ઉપર ઝૂંપડપટ્ટીમાં રહી ભંગારની મંજૂરી કામ કરતા મહોબતસિંહ ભીરામણી પવારના માતા હારૂકબેન (ઉ.વ.૬૦) વહેલી સવારના છ વાગ્યાના અરસામાં વરતેજ પોલીસ મથકથી થોડે દૂર ચાલીને શૌચક્રિયા કરવા જઈ રહ્યા હતા. ત્યારે એક અજાણ્યા ટ્રકના ચાલકે તેમની સાથે અકસ્માત સર્જતા ગોઠણ, કમરના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જેઓને ૧૦૮ એમ્બયુલેન્સ મારફતે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલ ખાતે ફરજપરના તબીબે વૃદ્ધ મહિલાને મૃત જાહેર કર્યા હતા. ટ્રક અકસ્માતમાં વૃદ્ધાનું મોત નીપજતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી અને મૃતકમાં પુત્ર મહોબતસિંહ પવાર (ઉ.વ.૪૪)એ અજાણ્યા ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવતા વરતેજ પોલીસે આઈપીસી ૨૭૯, ૩૦૪એ, એમવી એક્ટની કલમ ૧૩૪, ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાઃ ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:08 AMચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech