રાજુલાના ચાંચ ગામે વતનમાં આવેલા આર્મીમેન યુવક ઉપર કૌટુંબિક કાકાએ પાઇપ વડે હુમલો કરતા માથાકૂટની ઇજા થતા રાજુલા સારવાર લીધી હતી.
ચાંચ ગામે ફૂલવાડીમાં રહેતો અને આર્મીમાં ફરજ બજાવતા મયુર વનરાજભાઈ ચૌહાણ (ઉ.વ.૨૭)નામનો યુવક આર્મીમાંથી થોડા દિવસની રજા લઈ વતનમાં આવ્યો હતો ગઇકાલે ફૂલવાડીમાં રાત્રીના મિત્રો સાથે ઉભો હતો ત્યારે કૌટુંબિક કાકા જેરામભાઈ દુલાભાઇ ચૌહાણ, તેનભાઈ રાજુભાઈ અને દીકરો બલદેવ ત્યાંથી નીકળ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, અહીં શું ઉભા છોવ બધા અહીંથી જતા રહો આથી મયુરે કહ્યું હતું કે, કાકા તમને ના ,ગમતું હોઈ તો જતા રહીએ તેમ કહેતા તું સામું કેમ બોલે છે કહી ગાળાગાળી કરવા લાગ્યા હતા. ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ પાઇપનો ઘા માથામાં મારી લેતા યુવક ત્યાંથી ભાગ્યો હતો રાજુભાઈએ આજે તો તું બચી ગયો જો હાથમાં આવીશ તો પતાવી દઈશ તેવી ધમકી આપી હતી. યુવકને માથાના ભાગે ઇજા થતા રાજુલા સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. બનાવ અંગે જેરામ દુલાભાઇ ચૌહાણ, રાજુ દુલાભાઇ ચૌહાણ, બળદેવ જેરામભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, અત્યાર સુધીમાં 32 નક્સલવાદીના મોત, હથિયારોનો મળી આવ્યો જથ્થો
October 04, 2024 09:28 PMકલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની યોજાઈ બેઠક
October 04, 2024 09:01 PMરાજ્યભરની આરટીઓમાં શનિવાર 5 ઓક્ટોબરે ટ્રેક ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય
October 04, 2024 08:59 PMPM Kisan Yojana 18th Installment: આવતીકાલે ખાતામાં પૈસા આવશે, 1.75 લાખ ખેડૂતોને 18મો હપ્તો મળશે
October 04, 2024 08:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech