પ્રાંસલા ખાતે ૨૫મી રાષ્ટ્રકથા શિબિરનું ધર્મબંધુજીના નેતૃત્વમાં આયોજન કરવામાં આવ્યુ છે જેમાં પોરબંદર જિલ્લાના વિદ્યાર્થીઓને પણ ભાગ લેવા અપીલ થઇ છે.
ઉપલેટાના પ્રાંસલા ખાતે તા. ૨૮ ડિસેમ્બરથી સ્વામી ધર્મબંધુજીની નિશ્રામાં રાષ્ટ્રકથા શિબિરનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં પોરબંદર જિલ્લાની શાળાના વિદ્યાર્થીઓને પણ જોડાવાની અપીલ કરવામાં આવી છે.ભરતના ભવિષ્ય એવા આજના યુવા વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવવા તેમજ ભારતના ભવિષ્યને ઉજ્જવળ કરવા સ્વામી ધર્મબંધુજી દ્વારા ‘રાષ્ટ્ર કથા શિબિર’નું આયોજન કરવામાં આવે છે.
તા. ૨૮ ડિસેમ્બરથી ૫ જાન્યુઆરી સુધી પ્રાંસલામાં નિવાસી શિબિર છે. જેમાં રહેવા જમવાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે છે.,૨૯ રાજ્યોના ૧૫૦૦૦ જેટલા યુવા વિદ્યાર્થીઓ આ શિબિરનો લાભ લે છે., ભાઇઓ-બહેનો માટેની તમામ વ્યવસ્થા અલગ-અલગ રાખવામાં આવે છે., શિબિરની સંપૂર્ણ દેખરેખ ભારતીય આર્મી દ્વારા રાખવામાં આવે છે. શિબિરમાં બાળકો સાથે પરિસંવાદ માટે અનેક મહેમાનો આવશે. જેમાં સુપ્રીમકોર્ટના તેમજહાઇકોર્ટના જજો, ચાર રાજ્યના મુખ્યમંત્રીઓ તથા રાજ્યપાલ, ઇસરોના ચેરમેન તથા અન્ય વૈજ્ઞાનિકો, ફિલ્મ અભિનેતાઓ, લેખકો, સાહિત્યકારો, આર્મી-નેવી- એરફોર્સના ઓફીસરો ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરુ પાડશે. શિબિરની દિનચર્યામાં સવારે ૫ થી ૮ ફ્રેશ થવુ તથા આર્મી દ્વારા એકસરસાઇઝ, સવારે ૮ થી ૯ ચા-દૂધ સાથે ભરપેટ નાસ્તો, સવારે ૯ થી ૧૨ મહાનુભાવોનું સંબોધન (શેસન-૧), બપોરે ૧૨ થી ૧ બપોરનું શુધ્ધ ભોજન, બપોરે ૧ થી ૩ આરામ તથા જરી સ્વકાર્ય, બપોરે ૩ થી ૫ મહાનુભાવોનું સંબોધન (શેસન-૨), સાંજે ૫ થી ૭ આર્મી દ્વારા વિશેષ તાલીમ (ઘોડેસવારી,રાઇફલ શુટીંગ, કરાટે, જુડો, મલખમ, સ્પોર્ટ તેમજ આર્મી દ્વારા રાખવામાં આવેલ પ્રદર્શન નિહાળવું) સાંજે ૭ થી ૮:૩૦ રાત્રિ ભોજન, રાત્રે ૮:૩૦થી ૧૦ અલગ અલગ રાજ્યોમાંથી આવેલ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, રાત્રે ૧૦ થી સવારે ૫ સુવાનો સમય રહેશે.
આર્મી-નેવી-એરફોર્સ ત્રણેય રક્ષા પાંખનું પ્રદર્શન રાખવામાં આવે છે. જેમાં દરેક પાંખના હથિયાર, સાધનોને પ્રત્યક્ષ નિહાળવાનો અવસર મળે છે. આ પ્રદર્શન નિહાળવા શાળાના અન્ય બાળકો તથા લોકો પણ લાભ લઇ શકે છે.
વધુ માહિતી માટે પરેશભાઇ હાથલીયા, શ્રીજીનીયસ હાઇસ્કૂલ-રાણાકંડોરણા મો. ૯૮૨૪૦ ૪૯૬૫૪, ભીમશીભાઇ કુરમુર શ્રી પુષાર્થ શૈક્ષણિક સંકુલ-ભાણવડ, મો. ૯૪૨૬૯ ૯૪૮૦૮, મહેશભાઇ ભીંભા શ્રી ન્યુ એરા સ્કૂલ -ખાગેશ્રી મો. ૯૭૨૬૨ ૩૧૭૧૧ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech