તાજેતરમાંજ પોરબંદરના ગ્રામ્યપંથકમાંથી પશુઓની હેરાફેરી માટે પોરબંદર નગરપાલિકાએ ટ્રોલી ભાડે આપ્યાનુ પાલિકા પ્રમુખે બયાન આપ્યુ હતુ અને જીવદયાપ્રેમીઓએ કંઇક ખોટુ થયાની આશંકા દર્શાવીને ગંભીર આક્ષેપો કર્યા હતા ત્યારે હવે એક જીવદયાપ્રેમી આર.ટી.આઇ. એકટીવિસ્ટે નગરપાલિકા પાસે મહત્વના મુદાઓની આર.ટી.આઇ. કરતા ચકચાર જાગી છે.
પોરબંદરના જીવદયાપ્રેમી આર.ટી.આઇ. એકટીવિસ્ટ રમેશભાઇ માલદેભાઇ ઓડેદરાએ નગરપાલિકાના ચીફ ઓફિસર કમ જાહેર માહિતી અધિકારી પાસે આર.ટી.આઇ. કરીને વિગત માંગી છે જેમાં પોરબંદર છાયા નગરપાલિકા પાસે ગૌવંશ પશુઓને પકડવાના જે જે સાધનો તથા વાહનો ટ્રોલી (પાંજ) કેટલા છે તેની માહિતી આપવી.,પોરબંદર છાયા નગરપાલિકા પાસે ગૌવંશ પશુઓને પકડવાના વાહનો ટ્રોલીના (પાંજ)રજીસ્ટ્રેશન નંબર તથા વીમા પોલીસીની કોપીઓ આપવી.ટ્રોલી (પાંજ) વાહનમાં કેટલા પશુઓ ભરવાની પરવાનગી છે તેની માહિતી (આર.ટી.ઓ.ના નિયમ મુજબ) આપવી.,ટ્રોલી (પાંજ) વાહનમાં આર.ટી.ઓ.ના નિયમ મુજબ રેડીયમ નંબર પ્લેટ લાગેલ છે કે નહીં તેની માહિતી આપવી, આ ટ્રોલી (પાંજ) વાહન કયાં અને કયારે ઉપયોગમાં લઇ શકાય અને તેને ભાડે આપી શકાય તેવા કોઇ પરિપત્ર અથવા નિયમ હોય તો તેની માહિતીઓની વિગતો સાથેની નકલો આપવી.,આ ટ્રોલી (પાંજ) વાહન ઉપયોગમાં લેવાનું શ કરેલ હોય ત્યારથી આજ દિન સુધીમાં ભાડે આપેલ હોય તો તેની માહિતી આપવી. આ ટોલી વાહન ભાડેથી મેળવવા માટે કરવાની થતી પ્રક્રિયાની (અરજીથી ટ્રોલી વહન પરત જમા કરાવવા સુધીની) માહિતી આપવી તથા થયેલ આવકની વિગતો સાથેની માહિતી આપવી.,પોરબંદર છાયા નગરપાલિતકા મારફત તા. ૧-૮-૨૦૨૪ થી આ માહિતીનો જવાબ આપો ત્યાં સુધીમાં કરવામાં આવેલ ડેમોલેશનની માહિતી આપવી દા.ત. જાહેર રસ્તા પરના દરવાજા, શૌચાલય, રોડ, રસ્તા પરના દબાણો, અનધિકૃત બાંધકામો કરવા બાબત કાર્યવાહી અંગે માહિતી આપવા માંગ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech