પોરબંદરમાં બિલ્ડરની પાછળ ગાડી દોડાવી હેરાન કરનારા બે ઇસમો સામે એફ.આઇ.આર. થઇ છે જેમાં ફરીયાદીના મોટાભાઇની દીકરીએ આરોપીના ડ્રાઇવર સાથે કોર્ટ મેરેજ કર્યા હોવાથી ડ્રાઇવરની નોકરી છોડી ફરીયાદી સાથે કામધંધો કરવાનું જણાવતા તેનું મનદુ:ખ રાખીને ધમકી અપાતી હોવાનું જણાવ્યુ છે. પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં બ્રહમસમાજ પાછળ રહેતા અને પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને અમદાવાદ શહેરમાં બિલ્ડર તરીકે જમીનની લે-વેચનો ધંધો કરતા રમેશ ભુરાભાઇ મોઢવાડીયા નામના ૪૨ વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ તથા તેમના મોટભાઇ આવડાભાઇ રોકડીયા હનુમાન વિસ્તારમાં જી.આઇ.ડી.સી.ના પ્લોટમાં બાજુ બાજુમાં રહેતા હતા અને ભરત જીવાભાઇ ભુતીયા પણ ત્યાંજ રહેતો હતો. પાંચ મહિના પહેલા ફરીયાદી રમેશભાઇના મોટાભાઇ આવડાભાઇની દીકરીએ ઘરના સભ્યની જાણ બહાર ભરત ભુતીયાના ડ્રાઇવર દિનેશ રામ કેશવાલા સાથે રજીસ્ટ્રેશન લગ્ન કરી લીધા હતા અને ઘરના સભ્યને જાણ થતા બન્નેની સગાઇ પણ કરાવી દીધી હતી. ત્યાર પછી દિનેશ કેશવાલા ફરીયાદીના પરિવારનો જમાઇ થતો હોવાથી તેને એક બે વખત સમજાવ્યો હતો કે ભરત ભુતીયાની ગાડીનું ડ્રાઇવીંગ કરવાનું છોડી દે કારણકે બિલ્ડર તરીકેના ઘણા બધા કામ છે તે સંભાળી લેવા જણાવ્યુ હતુ. આ વાત દિનેશે ભરતભાઇને કરી હતી તેથી તેનું મનદુ:ખ રાખીને ફરીયાદી રમેશ મોઢવાડીયાની પાછળ ભરત જીવાભાઇ ભુતીયા અને તેનો ભત્રીજો ભાવેશ ભુતીયા બન્ને ગાડી દોડાવીને પીછો કરી ખોટી રીતે હેરાન કરવા લાગ્યા હતા. દશ દિવસ પહેલા ખીજડીપ્લોટના ગાર્ડન પાસે રમેશ હતો ત્યારે ભરત અને તેનો ભત્રીજો ભાવેશ અચાનક ભેગા થઇ જતા ફરીયાદીએ તેઓને ‘તમે કેમ મને ખોટી રીતે હેરાન કરો છો? મારી કોઇ ભુલ થઇ હોય તો મને કહો’ તેમ કહેતા એ બન્ને ઇસમો ઉશ્કેરાઇ ગયા હતા અને હત્યાની ધમકી આપી હતી અને ‘હવે તને જોઇ લેવો છે તું કેમ ગામમાં નીકળે?’ તેમ કહીને ગાળો બોલવા લાગ્યા હતા. આથી ફરીયાદી ત્યાંથી જતો રહ્યો હતો. ત્રણ દિવસ પહેલા ફરીયાદીની જમીનમાં બ્લોકનું કામ કરતા કપીલભાઇ મદલાણીને ભરત ભુતીયાએ ફોન કરીને ‘તું રમેશનું કામ બંધ કરી દેજે અને મને બ મળી જજે’ તેમ કહ્યુ હતુ. આથી અંતે રમેશ મોઢવાડીયાએ ભરત ભુતીયા અને તેના ભત્રીજા ભાવેશ ભુતીયા સામે ગુન્હો નોંધાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIGI Airport: દિલ્હીમાં ખરાબ હવામાનની ભારે અસર, 42 ફ્લાઇટ્સ કરાઈ ડાયવર્ટ
April 11, 2025 09:58 PMતારીખ પે તારીખ નહીં, તહવ્વુર રાણાને જલ્દી સજા મળશે, નવા કાયદા પ્રમાણે ચાલશે કેસ
April 11, 2025 09:08 PMઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech