મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રફાળેશ્વર ચોકડીથી રફાળેશ્વર ગામ તરફ જતા રોડ ઉપર સંધ્યા સેરા ડેકોર કારખાના પાસે રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા એક્ટીવા ચાલકનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
બગથળા ગામે રહેતા ધીરજલાલ છગનભાઇ મેરજા (ઉ.વ.૫૬) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર જીજે-૧૨-એટી-૮૧૮૧ વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૪-૦૨-૨૦૨૪ ના રોજ સાંજના આશરે સવા ચારેક વાગ્યા વખતે ટ્રક રજીસ્ટર નંબર જીજે-૧૨-એટી-૮૧૮૧ ના ચાલક આરોપીએ પોતાના હવાલાનો વાળો ટ્રક ફુલ સ્પીડમાં ચલાવી નીકળી ફરીયાદીના ભાઇ રાજેશભાઇ છગનભાઇ મેરજા ઉ.વ.૫૦ રહે હાલ. મોરબી-૦૧, કેનાલ રોડ, રામકો બંગલોની પાછળ અમુલ્યમ એપાર્ટમેન્ટ, બ્લોક નં.૫૦૧, મુળ રહે. બગથળા ગામ, તા.જી.મોરબી વાળાને તેના એક્ટિવા મોટરસાયકલ રજીસ્ટર નં.જીજે-૩૬-એએ-૦૮૧૦ વાળાને પાછળના ભાગેથી હડફેટમાં લઇ વાહન અકસ્માત કરી ટ્રકના વ્હીલનો જોટો ફરીયાદીના ભાઇના માથા ઉપર થી ફરી જતા માથુ ચગદાઇ જતા માથામાં તથા ડાબા હાથમાં ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ ઉપર જ મોત નિપજાવી પોતાનો ટ્રક રેઢો મુકી નાશી ગયો હતો. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર મૃતકના ભાઈ ધીરજલાલે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૨૭૯,૩૦૪-અ, તથા એમ.વી.એક્ટ કલમ -૧૮૪, ૧૭૭, ૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએ ફિલ્મ શરૂ થતાં સિનેમા હોલ મંદિરો બની જતા, લોકો ચપ્પલ ઉતારીને ફિલ્મ જોતા
December 23, 2024 02:11 PMભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, પ્રથમ તસવીર આવી સામે
December 23, 2024 02:03 PMનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech