અમૂલનો દબદબો: અમેરિકા–ચીનને પાછળ છોડીને વિશ્વભરમાં નંબર વન

  • August 22, 2024 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમૂલ હવે દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ પોતાની છાપ છોડવામાં સફળ રહી છે. અમૂલ પહેલેથી જ સમગ્ર ભારતમાં પ્રભુત્વ ધરાવે છે. હવે દુનિયાએ પણ અમૂલના શાસનને સ્વીકારી લીધું છે. અમૂલનો દબદબો આખી દુનિયામાં છવાયેલો છે. અમૂલ હવે વિશ્વની સૌથી મજબૂત ફડ બ્રાન્ડ બની ગઈ છે. બ્રાન્ડ ફાઇનાન્સના અહેવાલમાં તેને એએએ રેટિંગ મળ્યું છે. આ સિવાય કંપનીની બ્રાન્ડ વેલ્યુ પણ વધીને ૩.૩ બિલિયન ડોલર થઈ ગઈ છે. કંપનીએ ગયા વર્ષે આ યાદીમાં પ્રથમ ક્રમે રહેલી હર્શીઝને હરાવીને નવો દરો હાંસલ કર્યેા છે.
અમૂલનો ઈતિહાસ લગભગ ૭૦ વર્ષ જૂનો છે. બ્રાન્ડ ફાઇનાન્સના ગ્લોબલ ફડ એન્ડ ડિં્રકસ રિપોર્ટ ૨૦૨૪ અનુસાર, અમૂલ હવે વિશ્વની સૌથી મજબૂત ફડ બ્રાન્ડ બની ગઈ છે. બ્રાન્ડ સ્ટ્રેન્થ ઇન્ડેકસ પર તેનો સ્કોર ૧૦૦માંથી ૯૧ રહ્યો છે. આ ઉપરાંત, કંપનીને એએએ રેટિંગ પણ મળ્યું છે. વર્ષ ૨૦૨૩ની સરખામણીમાં આ વર્ષે અમૂલની બ્રાન્ડ વેલ્યુ પણ ૧૧ ટકા વધીને ૩.૩ બિલિયન ડોલર થઈ ગઈ છે. જોકે, બ્રાન્ડ વેલ્યુને કંપનીના ટર્નઓવર સાથે કોઈ લેવાદેવા નથી. નાણાકીય વર્ષ ૨૦૨૨–૨૩માં અમૂલનું વેચાણ ૧૮.૫ ટકા વધીને . ૭૨,૦૦૦ કરોડ થયું છે.
બ્રાન્ડ ફાઇનાન્સ રિપોર્ટમાં, અમૂલને હર્શીની સાથે એએએ રેટિંગ આપવામાં આવ્યું છે. પરંતુ હર્શીની બ્રાન્ડ વેલ્યુ ૦.૫ ટકા ઘટીને ૩.૯ બિલિયન ડોલર થઈ ગઈ છે. તેથી તેને આ વર્ષની યાદીમાં બીજા સ્થાનેથી સંતોષ માનવો પડો હતો. દૂધ બજારમાં અમૂલનો હિસ્સો ૭૫ ટકા, માખણ બજારમાં ૮૫ ટકા અને ચીઝ માર્કેટમાં ૬૬ ટકા છે.
આ યાદીમાં નેસ્લેને વિશ્વની સૌથી મૂલ્યવાન ફડ બ્રાન્ડ તરીકે વર્ણવવામાં આવી છે. ગયા વર્ષની સરખામણીમાં તેની બજાર કિંમતમાં ૭ ટકાનો ઘટાડો થયો છે અને તે ૨૦.૮ બિલિયન ડોલર હોવાનો અંદાજ છે. લેજને ૧૨ બિલિયન ડોલરના મૂલ્યાંકન સાથે યાદીમાં બીજા સ્થાને રાખવામાં આવ્યું છે. નોન–આલ્કોહોલિક બેવરેજ સેકટરમાં કોકા કોલા નંબર વન અને પેપ્સી બીજા ક્રમે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application