કાનપુરના ગજેન્દ્ર યાદવે દાવો કર્યો હતો કે તેમણે ઓનલાઈન ઓર્ડર કરેલા અમૂલ હાઈ-પ્રોટીન છાશના કાર્ટૂનમાં જીવંત જંતુઓ જોવા મળ્યા હતા. ત્યારબાદ તેને કંપનીમાં ફરિયાદ કરી હતી. જેના પર કંપની તરફથી તરત જ પગલા લેવામાં આવ્યા હતા. કંપનીએ ગજેન્દ્ર યાદવનો સંપર્ક કર્યો હતો અને તેની સાથે વાત કરીને આ પ્રશ્નનું નિરાકરણ લાવ્યું હતું અને કંપનીએ 24 જ કલાકમાં રિપ્લેસમેન્ટ પણ આપ્યું હતું. જેથી ફરિયાદ કરનાર વ્યક્તિ ખુશ પણ થઇ ગયા હતા અને તેમણે ટ્વીટર પર અમૂલના વખાણ કરતી એક પોસ્ટ પણ કરી છે. કંપનીએ તેમની પાસેથી ફીડબેક લીધો અને તેઓએ જે સૂચનો આપ્યા છે, તેનુ કંપની ચોક્ક્સ ધ્યાન રાખશે અને તેમની ગ્રાહક સેવામાં સુધારા કરશે.
ગજેન્દ્ર યાદવે કહ્યું કે અમૂલ કંપનીએ ફરીથી મારું દિલ જીતી લીધું છે.તેમણે કહ્યું કે, મેં ફરિયાદ કરી કે તરત જ કંપનીએ મારો સંપર્ક કર્યો, ત્યાંના અધિકારીએ મારી સાથે લાંબી વાતચીત કરી અને મારા દરેક પ્રશ્નોને શાંતિથી સાંભળ્યા અને 24 કલાકમાં જ મને રીપ્લેસમેન્ટ પણ આપવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યાયતંત્ર પર ટિપ્પણી કરવા બદલ સુપ્રીમ કોર્ટે દુબેને લગાવી ફટકાર
May 09, 2025 10:24 AMભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech