અમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો, જાણો નવા ભાવ

  • January 24, 2025 04:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમૂલ ડેરી દ્વારા અમૂલ દૂધની 3 પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કર્યો છે. અમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો છે. અમૂલ દૂધના ભાવમાં ઘટાડો આજથી જ લાગુ કરાયો છે.



  • 1 લિટર અમૂલ ગોલ્ડનો નવો ભાવ- 65 રૂપિયા
  • 1 લિટર અમૂલ ટી સ્પેશિયલનો નવો ભાવ- 61 રૂપિયા
  • 1 લિટર અમૂલ તાજાનો નવો ભાવ- 53 રૂપિયા


અમુલ ગોલ્ડ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 66 રૂપિયા, અમુલ ગોલ્ડ 1 લીટર પાઉચનો નવો ભાવ 65 રૂપિયા અમુલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 62 રૂપિયા, અમુલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો નવો ભાવ 61 રૂપિયા અમુલ તાજા 1 લીટર પાઉચનો જૂનો ભાવ 54 રૂપિયા, અમુલ તાજા 1 લીટર પાઉચનો નવો ભાવ 53 રૂપિયા થઈ ગયો છે.


સામાન્ય ચૂંટણીના પરિણામો પહેલા કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો
ગયા વર્ષે લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થયા હતા. માત્ર 3 દિવસ પહેલા જ અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, જેમાં અમૂલ ગોલ્ડ દૂધમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. અમૂલ શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો.


GCMMFએ કહ્યું હતું- ઉત્પાદન ખર્ચ વધ્યો
ગયા વર્ષે કિંમતોમાં વધારો કરતી વખતે, GCMMFએ કહ્યું હતું કે, કંપનીના સંચાલન અને ઉત્પાદન ખર્ચમાં વધારો થવાને કારણે કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. જોકે, આ વધારો એકંદર MRPના માત્ર 3-4% છે, જે ખાદ્ય ફુગાવાના દર કરતા ઘણો ઓછો છે. અહીં એ પણ નોંધવું જોઈએ કે ફેબ્રુઆરી 2023થી અત્યારસુધી કિંમતોમાં કોઈ વધારો થયો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application