વડિયાના ભાયાવદરના ધીરૂભાઇ અટાળાએ પત્નીની બીમારી અને પુત્રના ધંધા માટે 5.25 લાખ વ્યાજે લીધા હતા જેની સામે 56 લાખની જમીનનો સાટાખત કરાવી લેવાયો હતો: કોળી કંથારીયાના ભાણકુભાઈ વરૂએ સીઆરપીએફમાં ફરજ બજાવતા શખ્સ પાસેથી 3.50 લાખ ઉછીના લીધા હતા જે ચૂકવી ન શકતા મકાન લઇ લેવાયું હતું
અમરેલી જિલ્લામાં વ્યાજંકવાદને ડામવા પોલીસે વ્યાજખોરો સામે અસરકારક અને ભોગ બનનાર માટે સરાહનીય કામગીરી કરી છે. વડિયાના ભાયાવદર ગામના પ્રૌઢએ પત્નીની બીમારી અને પુત્રના ધંધા માટે વડિયાના બે શખસો પાસેથી 5.25 લાખ 5 ટકા વ્યાજે લીધા હતા જેની સામે વ્યાજખોરોએ 9 વીઘા જમીન કી.રૂ.56 લાખનો સાટાખત કરાવી જમીન પડાવી લેવાઈ હતી જયારે જાફરાબાદના કોળી કંથારીયા ગામમા આધેડએ ગામના અને સીઆરપીએફમાં ફરજ બજાવતા શખસ પાસેથી એક વર્ષની બોલીએ 3.50 લાખ હાથ ઉછીના લીધા હતા જે એક વર્ષમાં ચૂકવી ન શકતા આધેડનું 6.50 લાખનું મકાન પડાવી લીધું હતું. બંને અરજદારોએ અમરેલી પોલીસનો સંપર્ક કરતા પોલીસે વ્યાજખોરોને બોલાવી શાનમાં સમજી જવાનું કહેતા વ્યાજખોરોએ પ્રૌઢની અડધા કરોડની જમીન અને આધેડનું મકાન પરત અપાવ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ વડિયાના ભાયાવદર ગામે રહેતા ધીરૂભાઇ રવજીભાઇ અટાળા (ઉ.વ. 60) નામના પ્રૌઢે સને 2018માં તેમના પત્ની ફુલીબેનને ફેફસાનું કેન્સર હોય તેની સારવાર કરવા અર્થે અને દિકરા ઘનશ્યામભાઇને રાજકોટ ખાતે ફલોર મીલનો ધંધો કરવો હોય આથી પૈસાની જરૂરીયાત ઉભી થતાં ઘનશ્યામભાઇએ વડીયા ગામે રહેતા તુષાર વેગડ અને ગોલણ ડાંગર પાસેથી પાંચ ટકાના વ્યાજ સાથે રૂ .5,25,000 લીધા હતાં અને જેની સામે બન્ને શખસોએ ધનશ્યામભાઇ ધીરૂભાઇની કુલ 9 વીઘા જમીન કુલ કિં. રૂ.56,25,000નો સાટાખત કરાવી લીધો હતો. ઘનશ્યામભાઇ દર મહિને પાંચ ટકા વ્યાજની રકમ આ બન્ને શખસોને ચૂકવતા હતાં તે દરમિયાન માતા ફુલીબેન બિમારીથી મૃત્યુ પામ્યા અને ઘનશ્યામભાઇને પણ ફલોર મીલનો ધંધો બરાબર ન ચાલતા આર્થિક ખેંચ ઉભી થતાં બન્ને શખસો વારંવાર વ્યાજની ઉઘરાણી કરતા હોય આથી કંટાળી ઘનશ્યામભાઇએ 2019માં રાજકોટ ખાતે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી.પુત્ર અને પત્નીના મૃત્યુથી સાવ નીરાધાર થયેલા પ્રૌઢને બન્ને શખસોએ જણાવ્યું હતું કે, વ્યાજના પૈસા આપી નહી શકો તો 9 વીઘા જમીનનો સાટાખત મુજબ દસ્તાવેજ કરી આપો અને બન્ને ઇસમોએ 2019થી જમીનના સાટાખત આધારે ધીરૂભાઇ વિરૂધ્ધમાં સીવીલ કોર્ટમાં જમીન અંગેનો દાવો દાખલ કરાવેલ જે દાવો ચાલી જતા સામાવાળા તુષાાર વેગડ અને ગોલણ ડાંગરના પક્ષમા કોર્ટ તરફથી સને 2021માં હુકમ થયેલ હોય ત્યાર બાદ અવારનવાર બન્ને શખસો ધીરૂભાઇને જમીનનો દસ્તાવેજ કરી આપવા હેરાન પરેશાન કરી ફોનમાં ધાક ધમકી આપતા હતા. આ બધી હેરાનગતીથી કંટાળી નીરાધાર અને એકલા રહેતા ધીરૂભાઇએ ગત.તા.05-નાં રોજ જમીનની સામાન્ય કિંમત ગણી ઉપરોકત તુષાર વેગડએ કુલ રૂ.56,25,000ના સામે માત્ર રૂ.32,25,000 આપી અને બાકીની નીકળતી 24 લાખ રકમ વ્યાજ પેટે ગણાવી પ્રૌઢને પરત નહી કરી કુલ 9 વીઘા જમીન પોતાના નામે કરી લીધી હતી.
વ્યાજના વિષચક્રમાં ફસાયેલા પ્રૌઢે પત્ની પુત્ર અને છેવટે જમીન પણ ગુમાવી દેતા વ્યથિત બનેલા પ્રૌઢે સરકારની વ્યાજખોર વિરૂધ્ધની ઝુંબેશ અમરેલી જિલ્લા પોલીસ દ્રારા ચાલતી હોય તે આધારે એસપી સંજય ખરાતેને રૂબરૂ મળી પોતાની રજુઆત કરી અરજી સાથે તમામ પૂરાવા આપતા એસપી દ્વારા અરજીની તપાસ તાત્કાલીક વડીયા પોલીસ સ્ટેશન અને એલ.સી.બી.ને સોંપતા અને તપાસના કામે આ કામના સામાવાળા તુષાર વેગડ અને ગોલણ ડાંગરને તપાસ માટે બોલાવી જરૂરી કાયદેસર કાર્યવાહી કરવાનું સુનિશ્ચિત કરતા બન્ને શખસોએ ધીરૂભાઇનો સંપર્ક કરી વડીયા તાલુકાના આગેવાનોને વચ્ચે રાખી 9 વીઘા જમીન પરત આપવા તૈયારી બતાવેલ હતી. પરંતુ અરજદાર આ 9 વીઘા જમીન વેચવા માંગતા હોય, જેથી અરજદારે એક વીઘાના 6(છ) લાખ લેખે જમીન વેચવાની ઇચ્છા બતાવતા આરોપીઓ વચ્ચે સમાધાન કારક વહેવાર થતા કુલ ા.56,00,000માં અરજદાર પાસેથી કુલ-9 વીઘા જમીન વેચાતી રાખેલ છે. પ્રૌઢને જમીનના પૈસા સારી રીતે સાચવવા માટે પોલીસ દ્વારા પુરતુ માર્ગદર્શન પુરૂ પાડી બેંકના સહકારની એસબીઆઇ બેંકમાં કુલ ા.24,00,00ની એફ.ડી. કરાવી આપી હતી. અરજદાર ધીરૂભાઇ અટાળાને વ્યાજખોર વિરૂધ્ધ ન્યાય મળતા અમરેલી એસપી અને અમરેલી જિલ્લા પોલીસનો આગેવાનોને સાથે રાખી આભાર માનેલ છે.
નાગેશ્રીના આધેડને વોટ્સએપ મેસેજના આધારે ન્યાય મળ્યો
અમરેલી કંટ્રોલ રૂમના નંબર પર એક વોટ્સએપ મેસેજ આવ્યો હતો અને તેમાં લખ્યું હતું કે, જાફરાબાદ તાલુકાના કોળી કંથારીયા ગામમા વ્યાજ વટાવ કરતા લોકો મકાન પડાવી લ્યે છે, વાહન ગીરવે રાખે છે, આ લોકોએ ગૌચરની જમીન કબ્જે કરી છે, ખેડુતોને પોતાની કોઈપણ વસ્તુ વેચાણ કરવી હોય તો કમીશન આપવુ પડે છે, લાગવગ ધરાવતા માણસો હોવાથી કોઈ અવાજ ઉઠાવી શક્તુ નથી, ખોટા કેસમા ફિટ કરાવી દે તેવી બીક લાગે છે, આનુ નામ પ્રતાપ રાવતભાઈ ઘડધા છે. કોળી કંથારીયા બસ સ્ટેશનની સામે જે મકાન પડાવી લીધુ છે ત્યાથી આ બધુ મળી જશે વાહન ગીરવે રાખેલા મળી જશે, આ માહીતી ગુપ્ત રાખજો મારી ઉપર પણ જીવનુ જોખમ થઈ શકે માહીતી જાહેર થાય તો, આ મકાન અને સોનલ કુપા નામની દુકાન બંધ હાલતમા છે, મીટર ચેક કરવાના બહાને રેડ કરશો તો બધુ હાલ લાગશે જે મેસેજના આધારે પોલીસ અધિક્ષક સંજય ખરાતએ નાગેશ્રી પોલીસ મથકના પીએસઆઇ પી.બી.ચાવડાને તપાસ કરવા સુચના કરતા પીએસઆઇ પી.બી.ચાવડાની તપાસમાં આ મેસેજ કોળી કંથારીયા ગામના ભાણકુભાઈ મેરામભાઈ વરૂએ કર્યો હતો આથી તેમને રૂબરૂ મળી હકીકત જાણતા પોતે પોતાના ગામના પ્રતાપભાઈ રાવતભાઈ ઘડઘા કે જેઓ સીઆરપીએફમા છત્તીસગઢ માં નોકરી કરે છે તેની પાસેથી આજથી બેવર્ષ પહેલા રૂપીયા સાડા ત્રણ લાખ હાથ ઉછીના કોળીકંથારીયા ગામે રજામા આવેલ ત્યારે એક વર્ષની બોલી માટે લીધેલ હતા. એકવર્ષ ઉપર થઈ જતા પૈસા આપી ન શકતા પ્રતાપ રાવતભાઈ ઘડઘાએ પૈસાની ઉઘરાણી કરી મારું છ થી સાત લાખની કિંમતનું મકાન ફક્ત સાડા ત્રણ લાખ રૂપીયામા વેચાતુ લખાવી લીધું હતું. તેમ હકીકત જાણવા મળતા પોલીસે પ્રતાપ ધડધાને રૂબરૂ બોલાવી પૂછપરછ કરતા આધેડની વાત સાચી હોવાનું ખુલતા પોલીસે ગામના આગેવાનોને વચ્ચે રાખી આધેડને પોતાનુ મકાન પ્લોટ સાથેનુ પરત આપી દેવા માટેનું સામેવાળાએ રજીસ્ટર નોટરી લખાણ કરી આપી મકાનનો કબ્જો આ અરજદાર ભાણકુભાઈ મેરામભાઈ વરૂને સોંપી આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMસત્યમ કોલોની રસ્તા રોકો મામલો...JMC સિટી એન્જિનિયરે આપી પ્રતિક્રિયા
May 08, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech