અમરેલીના તબીબ છાત્રનું ફેક ઇન્સ્ટા આઈડી બનાવી બદનામ કરવા પ્રયાસ

  • September 10, 2024 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમરેલીની શાંતબા મેડિકલ કોલેજના એમબીબીએસના છાત્રની ક્રી મિત્ર સાથેના ફોટા વાળી ઉદય સગં ભૂમિતા નામની ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી ખરાબ પોસ્ટ લખીને બદનામ કરવાનો પ્રયત્ન કરનાર અજાણ્યા શખ્સ સામે તબીબ વિધાર્થીએ અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મૂળ સુરતના મોટા વરાછામાં રહેતો અને અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજમાં એમબીબીએસનો અભ્યાસ કરતો ઉદય રમેશભાઈ ગાંગાણી (ઉ.વ.૨૨)નામના યુવકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું હતું કે, તેમના સાથી મિત્રને ઉદય સગં ભૂમિતા નામના ઇન્સ્ટા આઈડીમાંથી રિકવેસ્ટ આવતા આ અંગેની મને જાણ કરી લિંક મોકલી હતી જે મેં ખોલતા તેમાં યુઝર નેમમાં ઉદય ગાંગાણી અને ભૂમિતા ચણિયારા નામ લખેલું હતું અને તેની બાયોમા ઉદયભાઈ એન્ડ ભૂમિતા દીદીની રાસલીલા, લાઈબ્રેરીની રંગીન કહાનિયા તેવું લખાણ સાથે બંને બાજુ બાજુમાં બેઠા હોઈ તેવા ફોટા સાથેની પોસ્ટ અપલોડ કરેલી જોવા મળી હતી. આથી આ ફેક આઈડી અંગે અમરેલી સાયબર ક્રાઇમમાં અરજી આપી હતી. પોલીસે અરજીના આધારે અજાણ્યા ફેક આઈડી બનાવનાર શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

ઓનલાઇન ફરિયાદના આઠ દિવસે પણ આઈડી એકિટવ

સરકાર દ્રારા મોટા ભાગે ફરિયાદ હોઈ કે અરજીનું કામ ઓન લાઈન સેવા પોર્ટલ શ કરી લોકોને જે તે કચેરી સુધી જવાની જર ન રહે અને સમયનો બચાવ થાય તે હેતુ સિધ્ધ કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ મોટાભાગે દરેક પોર્ટલની વેબસાઈટનું સર્વર ડાઉન હોવાથી અરજદારોની સાથે સાથે કર્મચારીઓની મુશ્કેલી બમણી થઇ છે, અહીં પણ એજ પ્રકારે ભોગ બનનાર યુવકે સાયબર ક્રાઇમની વેબસાઈટ ઓપન કરી ત્યારે સર્વર દઉં હોવાથી ખુલતી નહતી આથી સાયબર ક્રાઇમના હેલ્પ લાઈન નંબર ૧૯૩૦માં ઓનલાઇન અરજી કરી હતી. તા.૨ના રોજ અરજી કર્યાના આજે આઠ દિવસ પછી પણ ફેક આઈડી એકિટવ હોવાનું યુવકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application