સમગ્ર રાજ્યમાં આહિર સમાજના લોકોની મોટી વસ્તી વસવાટ કરે છે. આહિર સમાજ આજે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જી યુવાનો અને બાળકોના શિક્ષણમાં જાગૃત બની તેના ફળ સ્વરૂપે સરકારના અનેક વિભાગોમાં પોતાના કૌશલ્ય મુજબ સરકારી સેવામાં પોતાનું યોગદાન આપી ફરજ બજાવે છે. અમરેલી જિલ્લામાં પણ આહિર સમાજના સાતસોથી વધુ કર્મચારીઓ જુદાજુદા વિભાગોમાં પોતાની સેવા બજાવે છે. ત્યારે અમરેલી જિલ્લામાં વસવાટ કરતા આહિર સમાજમાં શિક્ષણનુ સ્તર ઉંચુ આવે,સમાજ સંગઠિત થાય, સમાજના વિકાસલક્ષી વિવિધ કાર્યક્રમોનુ આયોજન થાય તેવા શુભ આશયથી આહિર સમાજના આગેવાનોના માર્ગદર્શન નીચે અમરેલી જિલ્લા આહિર કર્મયોગી મંડળની રચના ત્રણ માસ પેહલા કરવામાં આવી હતી.
રચનાના ત્રણ માસમાં જ સમગ્ર અમરેલી જિલ્લામાંથી ચારસોથી વધુ કર્મચારીઓ આ સંગઠન સાથે જોડાયા હતા અને સંગઠિત સમાજના સૂત્રને સાર્થક કર્યું હતુ ત્યારે આ સંગઠનને સમાજ સેવામાં વધુ યોગદાન આપે અને વધુ કાર્યશીલ બને તેવા હેતુથી આ સંગઠનના પ્રમુખ ભરતભાઈ ડેરની આગેવાનીમાં ધારીના ગઢીયા (ચાવંડ) ગામે આવેલા રુદ્રાક્ષ ફાર્મ હાઉસ ખાતે અમરેલી જિલ્લા આહિર કર્મયોગી મંડળનો પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોમાં પોતાની સેવા આપતા કર્મચારીઓ એક બીજાથી પરિચિત થાય તેવા ઉદ્દેશથી નવરાત્રીના તહેવાર સાથે રસ ગરબાના આયોજનથી માતાજીની ઉપાસના કરી કાર્યક્રમની શરૂઆત કરી મંડળના નિમાયેલા હોદેદારો (ટ્રસ્ટીઓ ) ના સન્માન સાથે સમાજના અધિકારીઓના સન્માન કરવામાં આવ્યા હતા આ સ્નેહમિલન કાર્યક્રમમાં આ કર્મચારી મંડળ દ્વારા આવનાર સમયમાં કર્મચારી શરાફી મંડળી બનાવવા, સમાજના તેજસ્વી તારલાનુ સન્માનનુ પણ આયોજન, સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોનુ આયોજન કરવા બાબતે ચર્ચા વિચારણા કરાઈ હતી આવનાર સમયમાં જિલ્લા ભરના આહિર કર્મચારીના પરિવાર સાથે મળીને દ્વારકા મુકામે ઇષ્ટદેવ દ્વારકાધીશના મંદિર પર ધ્વજારોહણનો કાર્યક્રમ પણ આયોજિત થાય તે બાબતે વિચારણા કરાઈ હતી આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં ધારી સ્થિત ગઢીયા ચાવંડ ખાતે આવેલા રુદ્રાક્ષ ફાર્મ હાઉસના માલિક રાકેશભાઈ ગરણિયા અને અમરેલી સ્થિત એઇમ્સ હોસ્પિટલના ટ્રસ્ટી કુલદીપભાઈ ભમ્મર દ્વારા સ્પોન્સર બની પોતાની સેવા આપી હતી સમગ્ર કાર્યક્રમમાં અમરેલી જિલ્લા આહિર સમાજના ઉપ પ્રમુખ વનરાજભાઈ કોઠીવાળ,અમરેલી જિલ્લા યુવા આહિર સમાજના પ્રમુખ કમલેશભાઈ ગરણિયા, એઇમ્સ હોસ્પિટલના કુલદીપભાઈ ભમ્મર,રુદ્રાક્ષ ફાર્મ હાઉસના રાકેશભાઈ ગરણિયા, અમરેલી જિલ્લા આહિર કર્મયોગી મંડળના પ્રમુખ ભરતભાઈ ડેર,હિમાંશુભાઈ કલસરીયા,િ કરીટભાઈ જોટવા, જંડુરભાઈ વાઘ,દીપકભાઈ કોઠીવાળ સહીત આહિર સમાજના વર્ગ એક થી ચારના કર્મચારીઓ અને તેના પરીવાર જોડાયા હતા અને પ્રકૃતિ મય કુદરતી વાતાવરણમાં વિવિધ મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરી સંગઠિત સમાજ,શિક્ષિત સમાજની નેમ સાથે કાર્યક્રમ આયોજિત કરાયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાસાના પાર્કરે રચ્યો ઇતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું
December 24, 2024 05:38 PM'દારૂ પીધા પછી બંધારણ લખાયું હશે', અરવિંદ કેજરીવાલના આ વિડિયોને લઈને પોલીસ કેસ
December 24, 2024 05:33 PM'એસીપી મારા વિશે જૂઠાણું ફેલાવે છે', જાણો અલ્લુ અર્જુને પૂછપરછમાં શું જવાબ આપ્યા
December 24, 2024 05:00 PMકોઠારીયા રોડ પર પખવાડિયા પૂર્વે આતંક મચાવનાર શખસે ફરી હોટલમાં તોડફોડ કરી
December 24, 2024 03:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech