નોંધપાત્ર નાણાકીય વિકાસમાં ગુજરાતના ત્રણ જિલ્લાઓ– રાજકોટ, અમદાવાદ, અને સુરત સમગ્ર ભારતમાં એકટીવ ઇન્વેસ્ટર્સની દ્રષ્ટ્રિએ ટોચના ૧૦ જિલ્લાઓમાં જોડાયા છે. નેશનલ સ્ટોક એકસચેન્જ (એનએસઈ )ના ડેટા અનુસાર આ વર્ષે એપ્રિલમાં એકટીવ ઇન્વેસ્ટર્સ ધરાવતા ટોચના ૧૦ ભારતીય જિલ્લાઓમાં રાજકોટમાં સૌથી વધુ ૧૭% વૃદ્ધિ નોંધાઈ છે.
શેર ટર્નઓવરની દ્રષ્ટ્રિએ અમદાવાદ એપ્રિલમાં . ૬૩,૦૦૦ કરોડ સાથે મોખરે છે. જે રાષ્ટ્ર્રીય સ્તરે ત્રીજા ક્રમે છે. યારે સુરત . ૨૮,૦૦૦ કરોડ સાથે નવમા ક્રમે છે. આ આંકડાઓ રાષ્ટ્ર્રીય સ્તરે ગુજરાતની શેરબજારમાં નોંધપાત્ર ભાગીદારી દર્શાવે છે.એનએસઈ મુજબ એપ્રિલ ૨૦૨૪ માં, અમદાવાદમાં ૪.૧૦ લાખ યુનિક રોકાણકારો નોંધાયા હતા જેમણે મહિનામાં ઓછામાં ઓછું એક વખત ટ્રેડીંગ કયુ હતું, યારે સુરત અને રાજકોટમાં આ સીરીઝમાં અનુક્રમે ૨.૯૬ લાખ અને ૧.૬ લાખ રોકાણકારો જોવા મળ્યા હતા. એનએસઈ અહેવાલમાં જણાવાયું છે કે છેલ્લા મહિનામાં ઓછામાં ઓછા એક વખત વેપાર કરનારા વ્યકિતગત રોકાણકારોની સંખ્યામાં તમામ મુખ્ય ભારતીય જિલ્લાઓમાં વધારો નોંધાયો છે.
રાજકોટમાં રોકાણકારોની વૃદ્ધિ ૧૭.૫% રહી, જે ટોચના ૧૦ જિલ્લાઓમાં સૌથી વધુ છે. છેલ્લા મહિનામાં ઓછામાં ઓછા એક વખત ટ્રેડીંગ કરનારા વ્યકિતગત રોકાણકારોની સંખ્યામાં એપ્રિલ ૨૦૨૪માં મહિના દર મહિને વધારો નોંધાયો છે. મંથ–ઓન–મથં (એમઓએમ ) ૪.૬% વધીને ૪૦.૪ લાખ થયો. મુંબઈ આવા રોકાણકારોમાં ૨.૫% વૃદ્ધિ સાથે આગળ વધીને કુલ સંખ્યા ૧૦.૫ લાખ પર લઈ ગયું. યારે દિલ્હીએ ૯.૯ લાખ (૨.૪% એમઓએમ) સાથે તેનું બીજું સ્થાન જાળવી રાખ્યું હતું. યારે અમદાવાદે એપ્રિલ ૨૦૨૪માં ૪.૧ લાખ રોકાણકારો સાથે ૧૩.૧% એમઓએમની મજબૂત વૃદ્ધિ નોંધાવી હતી. ટોચના ૧૦ જિલ્લાઓમાં સૌથી મજબૂત વૃદ્ધિ રાજકોટમાં જોવા મળી હતી, જેમાં ૧૭.૫% એમઓએમ વૃદ્ધિ નોંધાઈ હતી, જે તેના રોકાણકારોનો આધાર ૧.૬ લાખ સુધી લઈ જાય છે.
એનએસઈના અહેવાલમાં જણાવાયું છે કે એપ્રિલ મહિનામાં ટોચના ૧૦ જિલ્લાઓમાં સરેરાશ વૃદ્ધિ ૬.૨% હતી. એપ્રિલમાં ચૂંટણીઓને કારણે બજારમાં ઘણી વોલેટિલિટી જોવા મળી હતી. એપ્રિલમાં, બીએસઈ સેન્સેકસ ૭૨,૩૫૦ થી ૭૫,૦૦૦ની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો હતો અને વોલેટિલિટીને કારણે ગુજરાતમાંથી વધુ સંખ્યામાં જોવા મળ્યો હતો, રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ટર્નઓવર દ્રારા ટોચના ૧૦ જિલ્લાઓમાં વ્યકિતગત રોકાણકારોના ટર્નઓવરમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે કારણ કે આ જિલ્લાઓમાં વ્યકિતગત
(અનુ. ૧૧મા પાને
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમંદિર હોવાના પૂરાવા મળ્યા છે, અમે તેને લઈને જ રહીશુંઃ સંભલ વિવાદ પર સ્વામી રામભદ્રાચાર્યનો મોટો દાવો
December 23, 2024 10:26 AMખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech