પોરબંદર પંથકના ખમીરવંતા મહેર સમાજની નાના એવા શીશલી ગામની યુવતીએ કૌન બનેગા કરોડપતિમાં માત્ર પચીસ લાખ પિયા જ નહીં પરંતુ અમિતાભ બચ્ચન સહિત દેશવિદેશના કરોડો દર્શકોને પ્રભાવિત કર્યા હતા. તેનું જ્ઞાન જોઇને બીગ-બી પણ અચંબિત થઇ ગયા હતા અને કયાંથી આટલું જ્ઞાન મેળવ્યુ? તેમ પૂછતા આ યુવતીએ સાદગીપૂર્ણ રીતે એવું જણાવ્યુ હતુ કે ઇન્ટરનેટના માધ્યમથી તે સતત અપડેટ રહે છે અને દેશ-વિદેશમાં બનતી ઘટનાઓ ઉપર નજર રાખે છે અને તેથી જ તે આ કક્ષાએ પહોંચી છે. પોરબંદરની આ યુવતીએ પચીસ લાખ પિયા જીતીને માત્ર મહેરસમાજ કે પોરબંદરનું જ નહી પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે.
મહેર સમાજની દિકરીની અનેરી સિધ્ધિ અમિતાભ બચ્ચનનો વિશ્ર્વ વિખ્યાત શો કૌન બનેગા કરોડપતિમાં પોરબંદર જિલ્લાના શીશલી ગામની ખેડૂત પુત્રીની પસંદગી થતા સમગ્ર પોરબંદર વિસ્તારમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી અને પચીસ લાખ પિયા જેવી રકમ તેણે જીતીને પોતાની કુનેહ અને આવડતનો પરચો સૌને બતાવ્યો છે. ત્યારે તેની પારિવારિક વિગતો જાણીએ તો પોરબંદર નજીકના શીશલી ગામે પિતાના ખેતી વ્યવસાયમાં મદદ કરતા-કરતા કોમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ પૂર્ણ કરી હાલ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતી જયાબેન ઓડેદરાએ કૌન બનેગા કરોડપતિ શોમાં એપ્લિકેશન કરી હતી. આ શોમાં તેમના તમામ ક્રાઇટેરિયા પાસ કરીને અને ફાઈનલ શો માટે પસંદગી પામી હતી અને અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર આવીને પોતાના નોલેજનો પરિચય આપ્યો હતો અને દરેક પડાવને પાર કરીને પચીસ લાખ પિયા જેવી માતબર રકમ તેણે જીતી બતાવી હતી.
બીગ-બી થયા પ્રભાવિત
સામાન્ય રીતે અમિતાભ બચ્ચન જેવા ઉંચા ગજાના કલાકાર કોઇથી પ્રભાવિત થતા નથી પરંતુ તેમના પ્રભાવમાં લોકો આવી જતા હોય છે ત્યારે પોરબંદરની જયા ઓડેદરા નામની ખેડૂત પરિવારની આ દિકરીએ અમિતાભ બચ્ચનને પણ દરેક પ્રશ્ર્નનો જવાબ આપતી વખતે ભારે પ્રભાવિત કર્યા હતા. ત્યાં સુધી કે અમિતાભ બચ્ચને ‘હર સવાલ કા જવાબ આપકે પાસ હૈ’ તેમ કહેતા જયા પણ રોમાંચિત બની ગઇ હતી અને જણાવ્યુ હતુ કે ‘ઇન્ટનેટના માધ્યમથી તે જ્ઞાન પ્રાપ્ત કરે છે એટલું જ નહી પરંતુ તેને ઇતિહાસ વાંચવાનો પણ ગજબનો શોખ છે તેથી દેશ-વિદેશની ઐતિહાસિક જાણકારી પણ તેની પાસે હતી તેથી જ આ શોમાં અમુક ઐતિહાસિક પ્રશ્ર્નના જવાબ જ્યારે જયાએ આપ્યા હતા ત્યારે અમિતાભ બચ્ચન પણ મોઢું ફાડીને જોઇ રહ્યા હતા અને જયા ઓડેદરાને બિરદાવી હતી.
લહેકો ગામઠી છતા શુધ્ધ હિન્દીમાં જવાબ
કોમ્પ્યુટર એન્જીનીયર સુધીનો ઉચ્ચ અભ્યાસ કરનારી જયા ઓડેદરાએ મહેર સમાજની પરંપરાગત લહેકાવાળી ગામઠી છતાં શુધ્ધ હિન્દી ભાષામાં જવાબ આપ્યા હતા ત્યારે માત્ર બીગ -બી જ નહીં પરંતુ દર્શકો પણ ભારે પ્રભાવિત થયા હતા.
દરેક પ્રશ્ર્નના જવાબમાં તર્ક-વિતર્ક
જે કોઇપણ પ્રશ્ર્ન જયા ઓડેદરા સમક્ષ રજૂ થયા તે દરેક પ્રશ્ર્નના ઓપ્શન સહિતના જવાબો તર્ક -વિતર્ક સાથે પોતાનો ભાવ અને આવડત ઉમેરીને આપ્યા હતા. જે કોઇ ઓપ્શન આપવામાં આવ્યા હતા તેમા કયા ઓપ્શન ખોટા છે તેની પણ ઉંડાણથી માહિતી જયા ઓડેદરા ધરાવતી હતી અને તેથી જ તે પોતાની આગવી છાપ ઉભી કરી ગઇ હતી.
કૃષિને વ્યવસાય તરીકે અપનાવ્યો
ભારત એ કૃષિ પ્રધાન દેશ છે ત્યારે શીશલીની જયા ઓડેદરાએ કૌન બનેગા કરોડપતિમાં પચીસ લાખ પિયા જીત્યા છે તેની સાથોસાથ અમિતાભ બચ્ચન સાથેની વાતચીતમાં તેણે એવું જણાવ્યુ હતુ કે પોતે કોમ્પ્યુટર એન્જીનીયરનો ઉચ્ચ અભ્યાસ તો કર્યો છે પરંતુ શિક્ષણને ખેતીમાં ઉતાર્યુ છે તેથી જ સ્વાભાવિક રીતે ખેતીમાં પણ અનેક પ્રકારના લાભ થયા છે. તેમણે જણાવ્યુ હતુ કે સુશિક્ષિત લોકો જ્યારે ખેતી તરફ વળે ત્યારે તેનાથી માત્ર ઉત્પાદકતા જ નહી પરંતુ ગુણવત્તામાં વધારો થાય છે. તે ખેતીકામ કરવાની સાથોસાથ ટ્રેકટર ચલાવતી હોય તેવા વિડીયો જોઇને દર્શકોએ તેને બિરદાવી હતી.
મેળવેલી રકમમાંથી જમીનની કરશે ખરીદી જયા ઓડેદરાએ પચીસ લાખ પિયા કે.બી.સી.માં જીત્યા પછી એવુ જણાવ્યુ હતુ કે તે આ ધનરાશીમાંથી જમીનની ખરીદી કરશે અને તેના ઉપર પોતે ઓર્ગેનિક ખેતી કરી રહી છે તેને વધુ આગળ ધપાવશે. ત્યારે તેનો આ જવાબ સાંભળીને અમિતાભ બચ્ચન પણ ખુશખુશાલ થઇ ગયા હતા.
સિધ્ધિ બદલ અપાઇ શુભેચ્છા
પોરબંદર વિસ્તારમાંથી એક ખેડૂત પુત્રી તરીકે આટલા વિશ્ર્વ વિખ્યાત શો માટે પસંદગી થવા બદલ અને પચીસ લાખ પિયા જીતવા બદલ જયા ઓડેદરાને નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાના પ્રમુખ લાખણશી ગોરાણિયાએ અભિનંદન આપ્યા હતા. આમ, પોરબંદરના ખમીરવંતા મહેર સમાજની યુવતીએ કે.બી.સી.માં પચીસ લાખ પિયા જીતીને અનેરો ઇતિહાસ સર્જ્યો છે ત્યારે પોરબંદરવાસીઓએ તેને શુભેચ્છા આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech