બેગુસરાયમાં જનસભાને સંબોધન કર્યા બાદ પરત ફરતી વખતે ગૃહમંત્રી અમિત શાહનું હેલિકોપ્ટર ભારે પવનને કારણે અસંતુલિત થઈ ગયું હતું. પરંતુ પાયલોટે સમયસર હેલિકોપ્ટરને કંટ્રોલ કરી લીધું હતું.
એનડીએના ભાજપના ઉમેદવાર ગિરિરાજ સિંહના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવા સોમવારે બેગુસરાયના જીડી કોલેજ ગ્રાઉન્ડ પર પહોંચેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહ મોટી દુર્ઘટનાનો શિકાર બનતા બચી ગયા હતા. જનસભાને સંબોધન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ગૃહમંત્રીનું હેલિકોપ્ટર ઉડાન ભરતાની સાથે જ થોડીવાર માટે અસંતુલિત બની ગયું હતું. જોકે પાયલોટે સમજદારી દાખવીને હેલિકોપ્ટરને કંટ્રોલ કરી લીધું અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
હેલિકોપ્ટર હવામાં લહેરાયું
સભાને સંબોધિત કર્યા પછી ગૃહમંત્રી આગળની યાત્રા માટે હેલિકોપ્ટરમાં સવાર થયા. આ પછી પાયલટે હેલિકોપ્ટર ચાલુ કર્યું. પરંતુ હેલિકોપ્ટર જમીનથી ઉપર ઉડતાની સાથે જ તે વિરુદ્ધ દિશામાં વળ્યું અને વિચિત્ર રીતે આગળ વધવા લાગ્યું. ઘણી વખત હેલિકોપ્ટર 2 ફૂટ જેટલું નીચું આવ્યું અને જમીનને સ્પર્શતા અટકી ગયું હતું. પરંતુ પાયલોટે કોઈક રીતે હેલિકોપ્ટરને કાબૂમાં લીધું અને આગળ ઉડાન ભરી. કહેવામાં આવી રહ્યું છે કે જોરદાર પવનને કારણે હેલિકોપ્ટરનું સંતુલન થોડા સમય માટે બગડી ગયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech