અમિત શાહે હાઈએસ્ટ લીડનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો

  • June 04, 2024 04:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર બેઠક પરના ભાજપના ઉમેદવાર અમિતભાઈ અનિલચદ્રં શાહે અગાઉની ચૂંટણીનો સૌથી વધુ મત મેળવવાનો પોતાનો જ રેકોર્ડ તોડીને આજે નવો રેકોર્ડ સ્થાપિત કર્યેા છે.૨૦૧૯ની ચૂંટણીમાં અમિત શાહ ૫.૫૭ લાખની લીડથી ચૂંટાયા હતા યારે આજે તેની લીડ વધીને ૭.૬૦ લાખની થઈ છે.
ચૂંટણી જાહેર થઈ તે અગાઉથી ભાજપે પ્રત્યેક બેઠકે  પાંચ લાખથી વધુ મતની લીડથી જીતવાનો ટાર્ગેટ તમામ આગેવાનો અને કાર્યકરોને આપ્યો હતો.બપોરે ૩ વાગ્યાની સ્થિતિ મુજબ નવસારીની બેઠક ઉપર સી.આર. પાટીલને ૬.૭૪ લાખની લીડ મળી હતી અને હજુ ૬ રાઉન્ડ મત ગણવાના બાકી હતા. આવી જ રીતે વડોદરાની બેઠકના ભાજપના ઉમેદવાર હેમાંગભાઈ જોષી પણ પાંચ લાખથી વધુ મતની લીડ સાથે ચૂંટાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application