નકલીની બોલબાલા વચ્ચે જામનગરમાં 3 વર્ષમાં ઝડપાયા અધધ નકલી તબીબ
હાલ રાજ્યભરમાં જાણે બોગસની બોલબાલા હોય તેમ એક પછી એક નકલી અધિકારી, કર્મચારી, બિયારણ, ખાતર સહિતના નકલી હોવાના પર્દાફાશ થઈ રહ્યા છે. ખાસ બોગસ તબીબોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જામનગરમાં પણ છેલ્લા કેટલાક સમયથી નકલી ડોક્ટરનો રાફડો ફાટ્યો છે. અનેક જગ્યાએ ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. જામનગરમાં છેલ્લા 1 વર્ષમાં કેટલા નકલી ડોક્ટરો ઝડપાયા? આવો જાણીએ વિસ્તારથી.
જામનગર જિલ્લામાં બોગસ તબીબના કિસ્સામાં ચિંતાજનક વધારો નોંધાયો રહ્યો છે. પોલીસ દ્વારા આવા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં અટકવાનું નામ લેતા નથી. જામનગર પોલીસ વિભાગની રીડર શાખામાંથી જાણવા મળતી સત્તાવાર માહિતી અનુસાર જામનગર જિલ્લામા પોલીસે અનેક બોગસ તબીબોનો ભાંડાફોડ કરી કાયદેસરના પગલાં લીધા છે. જામનગર જિલ્લામા છેલ્લા ત્રણ વર્ષમા 40 નકલી ડોક્ટર પકડાયા છે. તેમાં પણ ખાસ વાત એ છે કે છેલ્લા ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન 20 જેટલા બોગસ તબીબો માત્રને માત્ર મેઘપર (તા.લાલપુર) પોલીસ ચોપડે નોંધાયા છે.
આંકડા અનુસાર વાત કરવામાં આવે તો ચાલુ વર્ષ 2024મા અત્યાર સુધીમા 13 નકલી ડોક્ટરને પોલીસે લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા ઝડપી લીધા છે. આવા બોગસ તબીબો ડિગ્રી વગર હોસ્પિટલ ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. વધુમાં જામનગર જિલ્લામા વર્ષ 2022 મા પોલીસે 16 ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જામનગર જિલ્લામા વર્ષ 2023મા 11 ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે. આ તમામ શખ્સો સામે મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ 1963 ની કલમ 30 તથા બી.એન.એસ. કલમ 125 મુજબ ગુનો નોંધવામાં આવે છે.
ખાસ વાત એ છે કે જામનગરના લાલપુર પંચકમાં અને દરેડ સહિતના પંથકમાં આવેલા ઔદ્યોગિક વસાહતોમાં આડેધડ ઊંટ વેદો લોકોની તપાસ કરી અને ખુલ્લેઆમ દવાઓ આપી આ લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે. જેના બોલતા પરિણામ સમાન જામનગર જિલ્લામાં ત્રણ વર્ષમાં 40 ઓગસ્ટ ડોક્ટરો સામે આવ્યા છે. તેના અડધા એટલે કે મેઘપર પોલીસે ત્રણ વર્ષ મા 20 ડોક્ટરોને ઝડપી પાડ્યા છે. આવા મુન્નાભાઈ એમબીબીએસ ને નિયંત્રણમાં લાવવા ખૂબ જરૂરી છે.