સૌરાષ્ટ્ર કચ્છ પર સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયુ છે અને તેના કારણે રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં બુધવાર અને ગુરુવારે ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરીને હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ બુધવારે આવું કશું થયું નથી અને આજે પણ આગાહી ચાલુ રાખવામાં આવી છે.
કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 41 તાલુકામાં સામાન્ય ઝાપટા પડ્યા છે. સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લાના લખપતમાં 27 મીલીમીટર પડ્યો છે. તે સિવાય આખા રાજ્યમાં ક્યાંય પૂરો એક ઈચ પણ વરસાદ પડ્યો નથી.
આવું જ આજે સવારથી છે. આજે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીના પ્રથમ બે કલાકમાં માત્ર 16 તાલુકામાં વરસાદની હાજરી જોવા મળી છે, પરંતુ ક્યાંય પૂરો એક ઇંચ પણ વરસાદ વરસ્યો નથી. આજે સવારે પ્રથમ બે કલાકમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં 14 મીલીમીટર પડ્યો છે.
વરસાદનો વ્યાપ અને માત્રા ઘટી ગઈ હોવા છતાં હવામાન ખાતાએ રેડ એલર્ટની આગાહી ચાલુ જ રાખી છે. આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર કચ્છના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી દ્વારકા ગીર સોમનાથ અને જામનગર જિલ્લામાં આજે ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી હવામાન ખાતાની આગાહી છે. સૌરાષ્ટ્ર કચ્છ પર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉપરાંત દક્ષિણ ગુજરાતથી કેરળ સુધીની દરિયાની પટ્ટીમા ઓફ શોર ટ્રફ જોવા મળે છે. બંગાળની ખાડીના વેસ્ટ સેન્ટ્રલ ભાગમાં આગામી 24 કલાક દરમિયાન લોપ્રેશર સર્જાશે તેવી પણ હવામાન ખાતાએ ચેતવણી આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech