અમેરિકન વૈજ્ઞાનિકો જ્હોન હોપફિલ્ડ અને જ્યોફ્રી હિન્ટનને મશીન લર્નિંગને સક્ષમ કરતી તેમની શોધ માટે ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. વિજ્ઞાનીઓ જ્હોન હોપફિલ્ડ અને જ્યોફ્રી હિન્ટને ’ભૌતિકશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરીને એવી પદ્ધતિઓ વિકસાવી છે. જે આજના શક્તિશાળી મશીન લર્નિંગનો પાયો છે’ એમ રોયલ સ્વીડિશ એકેડમી ઑફ સાયન્સે 10મી ડિસેમ્બરે સન્માનિત કરવામાં આવશે.
ઇનામ આપ્નાર સંસ્થાએ 8 ઓક્ટોબરના રોજ જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક જ્હોન હોપફિલ્ડ અને બ્રિટીશ-કેનેડિયન સાથીદાર જ્યોફ્રી હિન્ટ કે જેણે મશીન લર્નિંગનો પાયો નાખ્યો હતો તેમણે આ શોધ માટે ભૌતિકશાસ્ત્રમાં 2024નો નોબેલ પુરસ્કાર જીત્યો છે. આ વર્ષનું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક મેળવનાર આ બે વૈજ્ઞાનિકોએ ભૌતિકશાસ્ત્રના સાધનોનો ઉપયોગ એવી પદ્ધતિઓ વિકસાવવા માટે કર્યો હતો જે આજના શક્તિશાળી મશીન શિક્ષણનો પાયો ગણાય છે.
નોબેલ પુરસ્કાર વિજેતાઓને 10 ડિસેમ્બરે નોબેલની પુણ્યતિથિએ સન્માનિત કરવામાં આવશે. ભૌતિકશાસ્ત્ર પુરસ્કાર રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા એનાયત કરવામાં આવે છે. આ વર્ષના ભૌતિકશાસ્ત્રના બે નોબેલ વિજેતાઓએ ભૌતિકશાસ્ત્રના સાધનોનો ઉપયોગ એવી પદ્ધતિઓ વિકસાવવા માટે કર્યો છે જે આજના શક્તિશાળી મશીન શિક્ષણનો પાયો છે, એમ પુરસ્કાર આપ્નાર સંસ્થાએ એક નિવેદનમાં જણાવ્યું હતું. કૃત્રિમ ન્યુરલ નેટવર્ક પર આધારિત મશીન લર્નિંગ હાલમાં વિજ્ઞાન, એન્જિનિયરિંગ અને દૈનિક જીવનમાં ક્રાંતિ લાવી રહ્યું છે.
નોબેલ પુરસ્કારમાં 1 મિલિયન યુએસ ડોલરની રોકડ રકમ આપવામાં આવે છે. આ પૈસા પુરસ્કારના સ્થાપક, સ્વીડિશ નાગરિક આલ્ફ્રેડ નોબેલની સંપતિમાંથી આપવામાં આવે છે, જેનું 1896માં અવસાન થયું હતું. નોબેલ પુરસ્કાર વિજેતાઓને 10 ડિસેમ્બરે નોબેલની પુણ્યતિથિએ સન્માનિત કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMકાશ્મીરમાં 20 સ્થળોએ દરોડા પાડવામા આવતા સ્લીપર સેલ મોડ્યુલનો પર્દાફાશ
May 11, 2025 05:15 PMમધર્સ ડે નિમિત્તે ઉપલેટા સ્કૂલની અનોખી પહેલ: મધર ક્લબની સ્થાપના કરાઈ
May 11, 2025 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech