વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ અનુસાર, ઇઝરાયેલ–ઇરાન તણાવ વચ્ચે, અમેરિકાએ તેના યુદ્ધ જહાજોને આ ક્ષેત્રમાં તરફ મોકલ્યા છે. ઇરાક અને સીરિયામાં તૈનાત યુએસ સૈનિકો માટે હવાઈ સંરક્ષણને મજબૂત કરવા માટે અમેરિકા કામ કરી રહ્યું છે. અમેરિકાના પ્રમુખ જો બાઈડેને વહેલો મોડો ઈરાન ઇઝરાયેલ પર હત્પમલો કરશે જ તેમ કહેતા યુદ્ધની સ્થિતિમાં ઈઝરાયેલને ટેકો આપવાની જાહેરાત કરી છે. બાઈડેને ઈરાનને ઇઝરાયેલ પર હત્પમલો નહીં કરવાની આડકતરી ચીમકી પણ આપી છે. બીજી બાજુ ઈરાન સમર્થિત હિબોલ્લાહ આતંકવાદીઓએ ઇઝરાયેલ પર સિરિયા બોર્ડર પરથી ડઝનથી વધુ મિસાઈલો ઇઝરાયેલ પર છોડી હતી જેને આકાશમાં જ આંતરીને તોડી પાડવામાં ઈઝરાયેલના દળો સફળ હ્યા હતા. અમેરિકા માને છે કે ઈરાન ઇઝરાયેલ પર હુમલો કરશે પણ અમેરિકન દળો કે સૈન્ય સંસ્થાનો પર હુમલો કરવાની હિંમત નહીં કરે. આ ઉપરાંત, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ઇઝરાયેલમાં અમેરિકનોને ચેતવણી આપી છે કે તેઓ મોટા શહેરોની બહાર મુસાફરી ન કરે કારણ કે તેઓ અપેક્ષા રાખે છે કે ઇરાન ઇઝરાયેલ પરના હત્પમલામાં ૧૦૦ થી વધુ ડ્રોન અને સૈન્ય લયોને લયમાં રાખીને ડઝનેક મિસાઇલોનો ઉપયોગ કરે તેવી સંભાવના છે.
શુક્રવારે, અમેરિકી રાષ્ટ્ર્રપતિએ કહ્યું હતું કે ઈરાન વહેલો કે મોડો ઇઝરાયેલ પર હુમલો તો કરશે જ એવું અમને લાગે છે. અમે ઇઝરાયેલને સમર્થન આપીશું. અમે ઇઝરાયેલને બચાવવામાં મદદ કરીશું અને ઇરાન સફળ નહીં થાય એમ કહીને બિડેને ઇઝરાયલનો સ્પષ્ટ્રપણે બચાવ પણ કર્યેા.
૧૯૭૯ની ઈસ્લામિક ક્રાંતિ પછીથી તેહરાન સાથે કોઈ રાજદ્રારી સંબંધો અમેરિકા ધરાવતું નથી એટલે પોતાના સાથી દેશોને ઈરાન પરના તેમના પ્રભાવનો ઉપયોગ કરીને સંયમ રાખવાની વિનંતી કરવા જણાવ્યું હતું.
દમાસ્કસમાં ગયા અઠવાડિયે ઈરાનના દૂતાવાસના કમ્પાઉન્ડ પર થયેલા હત્પમલાનો બદલો લેવાની ચેતવણી ઈરાને આપી હતી અને ઈઝરાયેલને પાઠ ભણાવવાણી કસમ ખાધી હતી. જેમાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્ર્સના વિદેશી કુદસ ફોર્સના વરિ કમાન્ડર અને અન્ય છ અધિકારીઓની હત્યા કરવામાં આવી હતી.
દરમિયાન, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે ભારતે પણ તેના નાગરિકોને ઇરાન અને ઇઝરાયેલની મુસાફરી કરવા સામે ચેતવણી આપી છે પ્રદેશમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તમામ ભારતીયોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આગળની સૂચના સુધી ઈરાન અથવા ઈઝરાયેલની મુસાફરી ન કરે. જેઓ હાલમાં ઈરાન અથવા ઈઝરાયેલમાં રહે છે તેઓને ત્યાં ભારતીય દૂતાવાસોનો સંપર્ક કરવા અને પોતાની નોંધણી કરાવવા વિનંતી કરવામાં આવે છે
સરહદ પરથી હજારો નાગરિકોનું પલાયન
સરહદની બંને તરફ હજારો નાગરિકો તેમના ઘર છોડીને ભાગી ગયા છે. ઇઝરાયેલી સૈન્યએ તેની ઉત્તરીય સરહદ પર કોઈપણ વધારાની તૈયારીમાં અનામતવાદીઓને પાછા બોલાવ્યા છે, યાં તે હિઝબોલ્લાહ સાથે લગભગ દરરોજ ગોળીબાર કરે છે
ઈરાનની મિસાઈલો ઇઝરાયેલ પર સીધો પ્રહાર કરવા સક્ષમ
ઈરાન પાસે મિસાઈલો છે જે ઈઝરાયેલને સીધો મારવામાં સક્ષમ છે અને તાજેતરના અઠવાડિયામાં ઈઝરાયેલે તેના હવાઈ સંરક્ષણને મજબૂત બનાવ્યું છે, જેણે ગાઝાથી હમાસ અને લેબનોનથી હિઝબોલ્લાહ દ્રારા છોડવામાં આવેલા હજારો રોકેટને અટકાવ્યા છે
અમેરિકાએ ચીન–સાઉદી પાસે મદદ માગી
અહીં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને સાઉદી અરેબિયા, ચીન, તુર્કી અને ઘણા યુરોપિયન દેશોના વિદેશ મંત્રીઓ સાથે ફોન પર વાત કરી હતી. બ્લિંકને તમામ દેશોને ઈરાનને હત્પમલો ન કરવા સમજાવવા કહ્યું છે. ગુવારે અમેરિકાએ ઈઝરાયેલમાં કામ કરતા પોતાના નાગરિકો અને ખાસ કરીને રાજદ્રારીઓ માટે એડવાઈઝરી જારી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયામાં સતત ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ
April 08, 2025 02:12 PMજામનગરના વિજરખી પાસે યુવકની હત્યા કરનાર પત્ની અને પ્રેમીની અટકાયત
April 08, 2025 02:10 PMજામનગર જિલ્લામાં આગામી તહેવારોને અનુલક્ષીને હથિયારબંધી જાહેર કરવામાં આવી
April 08, 2025 01:33 PMજામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટી બેઠક યોજાય, 6.82 કરોડના વિકાસ કામો મંજૂર
April 08, 2025 01:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech